________________
૧૬ મું] રથાપત્યકીચ રમાર
[કા બાર રતંભો પર ટેકવેલ મંડપ જળવાય છે જગતી પરની પીઠિકા, કુંભ, કળા, રત્નાદિકા વગેરે થર વડે અલંકૃત કરેલ છે. મૂળ મંદિર ગર્ભગૃહ, મંડપ અને શૃંગારચેકીનું બનેલું હતું, પણ ગર્ભગૃહ સંપૂર્ણ નાશ પામ્યું છે. મંડપની ત્રણે બાજુએ નાની શૃંગારકી છે. મંડપ પરની સંવર્ણ નાશ પામી છે. મંડપનું કટક ઘાટનું વિતાન અત્યંત આકર્ષક છે. એની રચનામાં ત્રણ કેલના અને ત્રણ ગજલાલુના થર છે. આ કોટકની નીચેના અષ્ટકોણીય પાટમાં યુદ્ધ, મૈથુન, રમતગમત, હાથીઓની સાઠમારી, નૃત્ય, ગીતવાદ્ય વગેરેનાં આલેખન કરતાં શિલ્પ છે. મધ્યની. પશિલા અને શાલભંજિકાઓનાં શિ૯૫ ગુમ થયાં છે. આ તળાવકાંઠાના દક્ષિણ તરફના ટેકરા ઉપર કેઈ એક અથવા એકથી વધુ પ્રાચીન ભવ્ય મંદિરના સ્થાપત્ય-અવશેષ અને શિલ્પ-સામગ્રી પડેલાં છે. ૨૨
આ શ્રેણીનાં અન્ય મંદિરોમાં ચૌબારીનાં બે પ્રાચીન મંદિર, આનંદપુરનું અનંતેશ્વર મંદિર (આ બંને સ્થળો તા. ચેટીલા, જિ. સુરેન્દ્રનગર), ખેરવા (તા મહેસાણા જિ. મહેસાણા)નું અંબા માતાનું મંદિર, માધવપુર(તા. પિોરબંદર, જિ. જુનાગઢ)નું માધવરાયનું મંદિર તથા કુંભારિયા(તા. દાંતા, જિ. બનાસકાંઠા)ના કુંભેશ્વર મંદિરને સમાવેશ થાય છે. (ઈ) ચતુરગી મંદિર
આ કાલનાં કેટલાંક મંદિરમાં ગર્ભગૃહ અને મંડપની વચ્ચે અંતરાલની યોજના જોવામાં આવે છે. મંડપની આગળ શૃંગારકી હોય છે. કચ્છનું કોટાયનું શિવ મંદિર, સૌરાષ્ટ્રના થાન પાસેનું ત્રિનેત્રેશ્વર(તરણેતર)નું શિવ મંદિર, અઠોરનું ગણેશ, વડાલીનું વેદ્યનાથ, પાવાગઢનું લકુલીશ મંદિર અને કુંભારિયાના સંભવનાથ. મંદિરમાં આ યોજના નજરે પડે છે.
કેટાય(તા. ભૂજ, જિ. કચ્છ)માં સૂર્ય, વિષ્ણુ અને શિવનાં આ કાલનાં મંદિર આવેલાં હતાં તે પૈકી લાખા ફુલાણીના નામે ચડેલું રા’ લાખાના નામનું પ્રાચીન પૂર્વાભિમુખ સૂર્યમંદિર હતું. હવે તે આ ઘણું બિસ્માર હાલતમાં છે. હાલ તે એને માત્ર ગર્ભગૃહવાલે ભાગ જળવાઈ રહ્યો છે. એને શિખરભાગ નાશ પામે છે. મંદિરનું તલદર્શન ત્રિરથ પ્રકારનું જણાય છે. એના પીઠભાગમાં કલાદિ સાદા થર છે. મંડોવર ભાગ આમ તો સાદો , પરંતુ ભદ્ર, દેણુ અને સલિલાંતરની ઉભડક રચનાની મધ્યમાં એક એક મૂર્તિશિલ્પ નજરે પડે છે. ભદ્ર અને કોણ પર દેવદેવીઓનાં અને સલિલાંતરમાં સુરસુંદરીઓનાં તથા બાલનાં શિલ્પ છે. મંડેવરના મહાકેવાલ પરના થર ઉપર તમામ ભાગ નાશ પામે