________________
સેલંકી કાલ
ખંડોસણ(તા. વીસનગર, જિ. મહેસાણા)ના ગર્ભગૃહ અને પ્રવેશચોકીવાળા હિંગળાજ માતાના મંદિરના અંતરાલમાં વિ. સં. ૧૨૦૭( ઈ. સ. ૧૧૫૦)ને એક શિલાલેખ કોતરેલ છે. લેખમાં જણાવ્યા પ્રમાણે મંદિર ભટ્ટારિકા (દેવી) સર્વમંગલાનું છે. પ્રવેશમંડપના સ્તંભ ઘટ્ટપલ્લવ ઘાટના છે અને એના ઉપરના સંવર્ણ નાશ પામી છે. ૧૭૫ મંડેવરના ત્રણ બાજુના ગવાક્ષેમાં દેવીઓની મૂતિઓ છે. એમાં ભેરવનું શિલ્પ ઉત્કૃષ્ટ કેટિનું છે.
આ કાલનાં અન્ય ગણનાપાત્ર યંગી મંદિરમાં દર્શાવાડા(તા. સિદ્ધપુર, જિ. મહેસાણા)નું બ્રહ્માણી મંદિર, ૧૭૬ વાલમ(તા. વીસનગર, જિ. મહેસાણા) નું કાંકેશ્વરી મંદિર૧૭, મઠ કશનગઢ(તા. ભિલોડા, જિ. સાબરકાંઠા )નું ખંડશ્વરી મંદિર, ૧૭૮ પીલુદ્રા(તા. વિસનગર, જિ. મહેસાણા)નું શીતલા મંદિર, ૧૭૯ વાછોડા(તા. પિરિબંદર, જિ. જૂનાગઢ)નું નીલકંઠ મંદિર, આંતરસૂબા(તા. વિજયનગર, જિ. સાબરકાંઠા )નું શિવમંદિર૮૧ તથા માથાડ( તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા)નું શિવમંદિર ૮૨ વગેરેની ગણના થાય છે.
| (આ) વ્યગી મંદિરે સૂણુક(તા. સિદ્ધપુર, જિ. મહેસાણા)નું નીલકંઠ મહાદેવનું પૂર્વાભિમુખ મંદિર ગર્ભગૃહ, રંગમંડપ અને શૃંગાકીનું બનેલું છે. ૧૮૩ આની પીઠના કંભા પર દેવ-દેવીઓનાં શિલ્પોથી મંડિત ગવાક્ષેની પંક્તિ છે. કુંભાના મથાળે ચાર તમાલપત્રોની હારમાળા છે. ફ્લશ પર મુક્તામાળાનાં સુશોભન છે. મંડેવરની જંધાના થરમાં કોતરેલ નૃત્યાંગનાઓનાં શિલ્પ આ સમયની સારી રીતે જળવાયેલ સર્વોત્તમ કૃતિઓમાં સ્થાન પામે તેવા ઉદાત્ત છે. એમાં દરેક બાજુના ભદ્ધગવાક્ષમાં અનુક્રમે ભૈરવ, નરેશ અને કાલીની મૂર્તિ આવેલી છે.
સંડેરના મંદિરના શિખર પર દરેક બાજુએ બબ્બે ઉર શૃંગોની રચના છે. અહીં એ સંખ્યા ત્રણની બની છે. ગર્ભગૃહ સમચોરસ છે, પરંતુ મંડપની ડાબી તથા જમણી બાજુને લંબાવીને એને લંબચોરસ કરેલ છે. બહારની બાજુની દીવાલો પરના ભદ્રાદિ નિગમને કારણે ગર્ભગૃહ બહુકોણીય જણાય છે. મંડપને ઘુમ્મટ અષ્ટકોણાકારે ગોઠવેલા આઠ સ્તંભો પર ટેકવે છે. એની આજુબાજુ બીજા આઠ વામનરૂભોની રચના કરી એના મથાળે મંડપની છત સોળ સ્તંભ પર ટેકવેલ છે. એની આગળ બીજા બે સ્તંભ ઉમેરી શૃંગાકીની રચના કરી છે. ઘુમ્મટની મધ્યની પધ્ધશિલા ઉત્તમ કોતરણીવાળી છે. એમાં એક વખતે બાર સુંદર નૃત્યાંગનાઓનાં શિલ્પ હતાં. એમાંનાં ઘણાં હવે નાશ પામ્યાં છે. મંડપ અને