________________
૧૬ મું]. સ્થાપત્યકીય સ્મારક
[ ૪ . શાલભંજિક અને ગાંધર્વોનાં શિલ્પને એ ટેકવે છે. શિરાવટીના મથાળે ફેલાયેલા છેડાઓમાં કીચકશિ પ્રયોજાય છે. શિરાવટી પર ઉછાલક અને એના પર શિરાવટી તથા ભરણની રચના હોય છે. ઉચ્છાલક વામન કદને સ્તંભ છે. એના પરની ભરણી ઘાટમાં વૃતાકાર હોય છે અને એને મુખ્ય અલંકૃત ભાગ વૃત્તાકાર કર્ણિકા(કણી) ઘાટનો હોય છે. એમાં ઊભા પલ્લની રચના થાય છે. એના પર બીજી શિરાવટી આવેલ હોય છે. ઉપરની વિવેચનાને આધારે આ કાલના સ્તંભેના. ઘાટ-વૈવિધ્યનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય?
* (૧) ચેરસ(ચક) ઘાટના સ્તંભઃ આ પ્રકારના સ્તંભોમાં ગ્રાસપટ્ટી, ઘટ. પલવ, ઊર્ધ્વપલ્લવ વગેરે શિલ્પાંતિ થરો આવેલા હોય છે.
(૨) મધ્યમાં ચોતરફ ભદ્રનિગમયુક્ત ચેરસ (ભદ્રક) સ્તંભ : આ સ્તંભેમાં ઉપરની રૂપપટ્ટિકાઓ ઉપરાંત કેવાલ, કણી, અંતરપત્ર વગેરે આકાર પામતાં જણાય છે..
(૩) અષ્ટાસ્ત્ર ઘાટના ખંભમાં ઉપરના તમામ ઘર આકાર પામે છે.
(૪) મિશ્ર ઘાટના સ્તંભેમાં કેટલાક વિવત જોવા મળે છે; દા. ત. કેટલાક મિશ્ર ઘાટના સ્તંભેમાં નીચલો ભાગ ચેરસ, ઉપરનો અષ્ટાસ્ત્ર, ઉપલ વૃત્તાકાર, એવા ત્રિવિધ ઘાટનું સંયોજન થતું જોવા મળે છે, તે કેટલાક આ ઘાટના સ્તંભો ઉપલા તથા નીચલા છેડે ગોળ અને મધ્યમાં અષ્ટાસ્ત્ર હોવાનું માલુમ પડે છે. મિશ્ર ઘાટના કેટલાક સ્તંભમાં ચરસ, અષ્ટાસ, ષોડશાસ, વૃત્ત વગેરે ઘાટનું સંયોજન પણ જોવામાં આવે છે. "
(૫) મિશ્ર ઘાટના છતાં દરેક બાજુએ ભદ્રાદિ નિગમોથી યુક્ત અલંકતા ભે સ્વસ્તિક” નામે ઓળખાય છે. મોઢેરા, સોમનાથ, આબુ, ઘૂમલી, સેજક પર વગેરે સ્થળોએ આ પ્રકારના સ્તંભ આવેલ છે. નીચેથી ઉપર જતાં એ સ્તંભોની રૂપપદિકાઓનું વૈવિધ્ય પણ નેધપાત્ર હોય છે. એમાં ગ્રામપદી, કેવાલ, કણી, અંતરપત્ર, ગ્રાસપદી, રૂપપટ્ટી વગેરેનું આયોજન હોય છે. સ્તંભ-અંતરાલનાં મથાળાં પાટ વડે આચ્છાદિત કરવામાં આવે છે. વિતાન અને કટક , '
પાટની ઉપર સમતલ “પ્રહાર નો થર રચાય છે, પણ સ્તબોની વચ્ચેના ગાળાઓમાં. સમતલ છત(વિતાન) અથવા અર્ધવ્રતાકાર ધૂમટ(કરાટક)ની રચના કરવામાં આવે છે. પાટને દર્શનીય ભાગ અનેકવિધ ચરો અને સુશોભન વડે અલંકૃત કરેલું હોય છે. પાટમાં કેટલીક વાર ફૂલવેલ. ભાત,