________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૧ દાયનાં મંદિર છે. આ મંદિર રચના પર ચૌલુક્ય શૈલીનાં નાનાં કદનાં મંદિરો જેવાં છે. ૧૧ મી સદીમાં બંધાયેલાં સૂણુક અને સંડેરનાં મંદિરે સાથે એ સામ ધરાવે છે અને એમાં એક જ મંડપ સાથે સંલગ્ન સામસામાં બન્ને ગર્ભગૃહવાળાં બે મંદિર બીજાં મંદિરે કરતાં કદમાં મોટાં છે અને ચૌલુક્ય શૈલીનાં બધાંયે તને એ સમાવી લે છે. આ બે મંદિર ખાસ સેંધપાત્ર છે. બાકીનાં મંદિર માત્ર ગર્ભગૃહનાં બનેલાં છે અને એ પર નાનાં નાનાં સુંદર શિખરોની રચના કરેલી છે. વળી આ મંદિરની દીવાલની ત્રણે બાજુએ જઘાના ઘરમાં ગવાક્ષ મૂકેલા છે, જેમાં શૈવ, વૈષ્ણવ અને શાક્ત સંપ્રદાયને લગતાં વિવિધ શિ૯૫ મૂકેલાં છે.
મીનળદેવીના નામ સાથે ધોળકાનું મલાવ તળાવ પણ જોડાયેલું છે. ૧૮ રચના પર આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંથી બાંધેલું છે. તળાવની મધ્યમાં આવેલ બકસ્થલ પર એક સમયે નાનકડું મંદિર આવેલું હશે એવું એના હાલના અવશેષો પરથી જણાય છે. ગામની બાજુએથી આ બકલ પર પહોંચવાનો પથ્થરને બે મજલાને પુલ પણ બાંધેલે છે. ઓવારા. અથવા ઘાટની બંને બાજુની દીવાલ પર દશાવતાર તથા નવ ગ્રહનાં શિ૯૫ કોતરેલાં છે. નાનાક પ્રશસ્તિમાં જેનો ઉલ્લેખ થયો છે તે મુંજા ગામનું તળાવ પણ આ જ પરિપાટીનું તળાવ છે. ૧૯ ડભોઈનું નાગેશ્વર તળાવ અને ઝીંઝુવાડાની રાજગઢી સામે આવેલું તળાવ પણ આ જ કોટિનાં છે.
કંડ એ સ્થાપત્યની દૃષ્ટિએ વિશિષ્ટ પ્રકારનું બાંધકામ છે. કુંડની મધ્યમાં એટલે કે છેક તળિયે કૂવો આવેલ હોય છે. આ કૂવામાં પહોંચવા માટે ચારે બાજુએથી સમચોરસ, લંબચોરસ કે વૃત્તાકાર ઘાટે બાંધવામાં આવેલાં પગથિયાં અને પડથારની રચના એને વિશિષ્ટ ઘાટ કે આકાર બક્ષે છે.
ગુજરાતના આ સમયના પ્રસિદ્ધ કુંડોમાં મોઢેરાના સૂર્યમંદિરની આગળ આવેલ કુંડ એની સ્થાપત્યકીય રચના પર સઘળાં લક્ષણ ધરાવે છે. સૂર્ય મંદિર સાથે જોડાયેલું આ સૂર્યકુંડ છે. એને સ્થાનિક લોકે રામકુંડ તરીકે ઓળખે છે. કુંડ લંબચેરસ ઘાટનો છે. આખાય કુંડ તેમજ એની આજુબાજુ જમીનને કેટલેક ભાગ પથ્થર વડે આચ્છાદિત કરેલ છે. ચેડાંક પગથિયાં ઊતર્યા પછી વિસ્તૃત પડથાર આવે છે. સૂર્યમંદિરની આગળ કુંડમાં ઊતરવાનો મુખ્ય ઘાટ { આવે છે. એ પછી ફરી પગથિયાં અને પડથાર એ ક્રમ કુંડની ચારે બાજુએ ફરી વળે છે, એટલું જ નહિ, પણ પૂર્વપશ્ચિમ કે ઉત્તરદક્ષિણ આવેલાં પગ