________________
ખંડ ૩
પ્રકરણ ૧૫
સ્થળતપાસ અને ઉત્પનન દ્વારા મળતી માહિતી
સોલંકી કાલના યશગાનથી ગુંજતા આપણા પ્રદેશમાં આ કાલનાં શિલ્પ સ્થાપત્યાદિને તેમજ ભાષાસાહિત્યને વિષય ખેડાયેલું છે, પરંતુ આ કાલની ભૌતિક સંસ્કૃતિનું અધ્યયન લગભગ પ્રારંભિક દશામાં છે. સેલંકી કાલનાં નગરોનાં સંશોધન અલ્પ માત્રામાં થયાં છે. પાટણમાં થયેલાં ઉખનન સહસ્ત્રલિંગ જેવા જલારામ તેમજ રાણીની વાવની સાફસૂફીની મર્યાદા વટાવીને આગળ વધ્યાં નથી. સોલંકીઓની રાજધાનીની આ સંશોધન-સ્થિતિ હોય તો એની સરખામણીમાં બીજાં નગરોની સ્થિતિ જુદી નથી. નગરા જેવાં મોટાં નગર સોલંકી કાલમાં તારાજ થઈને નાનાં બની ગયાં હતાં અને આ નાના ગામ પર આજે વસ્તી હાઈ સોલંકી કાલના થર સ્પષ્ટ મળતા નથી. શામળાજી, વડનગર, ખ, ધાતવા, ભરૂચ, ખંભાત વગેરે સ્થળોએ પણ આ પરિસ્થિતિ જોવામાં આવી છે તેથી ગુજરાતની ભૌતિક સંસ્કૃતિના એ કાલનું પદાર્થોના બળે અધ્યયન કરવા માટે જોઈતી વિપુલ સામગ્રી અત્યારે અત્ય૫ પ્રમાણમાં મળે છે. જ્યાં સુધી આ પરિસ્થિતિમાં વધુ ઉખન અને સંશોધનો દ્વારા ફેરફાર થાય નહિ ત્યાં સુધી ભૌતિક સંસ્કૃતિને અભ્યાસ પરોક્ષ સાધનો પર આધાર રાખતો રહે એ હકીક્તમાં ઝાઝો ફેર પડવાને સંભવ નથી.
સોલંકી કાલ અર્થાત સોલંકી તેમજ વાઘેલા રાજવીઓનો કાલ ઉત્તર ગુજરાતમાં પાટણની આજુબાજુના પ્રદેશમાં વધુ સ્થિર ખરો, પરંતુ ગુજરાતના સીમાંત પ્રદેશોમાં પડેશી રાજ્યો સાથેના સંઘર્ષો તથા સંધિઓને લીધે એ અસ્થિર સીમાઓને સમય હાઈ ને ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી મળતી ભૌતિક સંસ્કૃતિ દસમીથી તેરમી સદીની ગણાય, પરંતુ નિશ્ચિત રીતે એ સોલંકી રાજવીઓની અમર નીચે વિકસી હશે એમ કહેવાને પૂરતાં કારણ છે એમ ગણાય નહિ, તેથી સોલંકી કાલની ભૌતિક સામગ્રીને વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે પાટણમાં ઉખનન અત્યંત આવશ્યક છે. ..
ગુજરાતમાં થયેલાં ઉત્પનમાં વડેદરા શહેરનાં ઉખનનોમાં દસમીથી તેરમી