________________
સોલંકી કાલ
( [ . કેદારરાશિએ શૂલપાણિનાં બે ભવ્ય શિવાલય બંધાવ્યાં. ઉપરાંત કોટેશ્વરના (શિવના) મંદિરનો વિશાળ જીર્ણોદ્ધાર કરાવ્યું. એણે અતુલનાથના જૂના નિવાસસ્થાનનું સમારકામ કરાવ્યું અને કનખલ શંભુના મંડપમાં શ્યામ પથ્થરના સ્તંભની હાર બંધાવી. આ ઉપરાંત એણે આખા કનખલમાં ફરસબંધીનું ભવ્ય કામ કરાવ્યું અને આ સ્થાનમાં ઊંચી દીવાલવાળો કોટ ચણાવ્ય. વિશ્વામિત્રરાશિ
તેઓ મંડલીના મૂલેશ્વરદેવના મઠપતિ હતા. વેદગભરાશિ પછી શ્રી. વિશ્વામિત્રની મઠપતિ તરીકે નિમણૂક થઈ લાગે છે,
વાઘેલા રાજા વીસલદેવના સમયમાં વિ. સં. ૧૩૧૭(ઈ. સ. ૧૨૬૨)માં મહામંડલેશ્વર રાણકશ્રી સામંતસિંહદેવે આશાપલ્લીમાં તથા મંડલીમાં બ્રહ્મભોજન, મઠપતિને નિર્વાહ તેમજ બલાલનારાયણ અને રૂપનારાયણની પંચોપચાર પૂજા અને નૈવેદ્ય માટે ભૂલેશ્વરના મઠપતિ મહામુનીન્દ્ર રાજકુલ શ્રી વિશ્વામિત્રને દાન આપ્યું હતું.૩૪ નામે
ગુજરાતમાં મળતા આ પાશુપત આચાર્યોના નામમાં “શર્મા.” “આચાર્ય, રાશિ,” “શિવ.” “મુનિ, “સાહ” કે “સિંહ” જોવા મળે છે, એમાં “રાશિ ઉપપદ સહુથી વિશેષ પ્રચલિત હતું.
આ આચાર્યોનાં નામની આગળ કેટલીક વાર “ભાવ” અથવા “ગંડ” શબ્દ પણ પ્રજાતો
આમ ગુજરાતમાં પ્રવર્તેલા પાશુપત સંપ્રદાયમાં અનેક પ્રસિદ્ધ આચાર્યો થઈ ગયા અને એમાંના ઘણાને મંદિર તથા મઠના નિર્વાહ માટે સોલંકી તથા વાઘેલા વંશના રાજાઓ તરફથી અનેકાનેક ભૂમિદાન મળતાં હતાં. એ સંપ્રદાયના વ્યાપક પ્રસારનાં તથા આચાર્યોની રાજપ્રિયતાનાં ઘોતક છે. આમાંના મોટા ભાગના આચાર્યો પ્રકાંડ પંડિત, પવિત્ર તથા ઉદાત્ત ચરિતવાળા હતા, ઉપરાંત - આ આચાર્યોએ તો ગુરુના કે એમનાં કુટુંબીજનના નામે વિવિધ મંદિર બંધાવીને, સોમનાથ જેવા પ્રસિદ્ધ શિવાલયના જીર્ણોદ્ધાર કરાવવામાં નિમિત્ત બનીને ગુજ. રાતના સ્થાપત્ય-સર્જનમાં પણ મહત્વનો ભાગ ભજવે. આમ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં તથા શૈવ ધર્મના વિકાસમાં આ આચાર્યોનો ફાળો મહત્વનો -ગણાવી શકાય