________________
પરિશિષ્ટ ૧ ગુજરાતના પાશુપત આચાર્યો ગુજરાતમાં શૈવ ધર્મના જે જુદા જુદા સંપ્રદાય પ્રવત્યાં તેઓના સ્થાપક તથા પ્રવર્તક તરીકે અનેકાનેક મોટા-નાના આચાર્યોને ફાળે રહ્યો છે. આ પૈકી કેટલાક આચાર્યો વિશે પ્રાચીન કાલના સાહિત્યિક તથા આભિલેખિક ઉલ્લેખ -પરથી જાણવા મળે છે.
ક્ષેત્રપાલ દરમ્યાન ગુજરાતમાં પાશુપત સંપ્રદાયનો પ્રચાર થયેલો. એ પછીનાં કેટલાંક શતકો વિશે આ સંપ્રદાયને લગતી વિગતવાર માહિતી ઉપલબ્ધ -નથી, પરંતુ સોલંકી કાલ દરમ્યાન આ સંપ્રદાય ગુજરાતમાં ઘણે અભ્યદય પામ્યો અને વ્યાપક બન્યો. અભિલેખો પરથી આ કાલના કેટલાક પાશુપત આચાર્યો વિશે ઠીક ઠીક માહિતી મળે છે. નથચ્છાચાર્ય
મૂલરાજ ૧ લાના વિ. સં. ૧૦૩૦(ઈ. સ. ૯૭૪)ના તામ્રશાસનમાં વચ્છકાચાર્યને દાન આપ્યાનો ઉલ્લેખ છે. દીર્વાચાર્ય
એમના પિતાનું નામ દુર્લભાચાર્ય હતું. તેઓ કાન્યકુજથી આવી પાટણમાં વસેલા હતા, કાન્યકુજથી આવેલા કેટલાક પાશુપતાચાર્યોની જેમ દીર્વાચાર્યને તનિધિ” કહેવામાં આવ્યા છે. મૂલરાજ ૧ લાએ વિ. સં. ૧૦૫૧(ઈ.સ. ૯૫૫)માં એમને સત્યપુરમંડલમાંનું એક ગામ દાનમાં આપેલું. ભટ્ટારક અજપાલ
વિ. સં. ૧૦૮૬(ઈ. સ. ૧૦૩૦-૩૧)માં ભીમદેવ ૧ લાએ કચ્છનું મસૂર ગામ અજપાલને દાનમાં આપ્યું હતું.
એમના પિતાનું નામ આચાર્ય “મંગલશિવ” હતું. પાશુપતાચાર્યોમાં શિવ’ -શબ્દાંતમાં કેટલાંક નામ મળે છે એ પરથી અને સેલંકી કાલમાં પાશુપત મત પ્રબળ હોવાથી આચાર્ય મંગલશિવ પાશુપતાચાર્ય હોય એમ લાગે છે, એટલે એમના પુત્ર આચાર્ય અજપાલ પણ પાશુપત મતના હોવા જોઈએ એવું શ્રી દુર્ગશંકર શાસ્ત્રી માને છે.