________________
ધર્મસંપ્રદાય
[૩૫ સુલેહપ્રિય વેપારીઓ વચ્ચેનો ભેદ રાજા અને પ્રજા બંને સમજતાં હતાં.૭૨
સર્વાનંદસૂરિકૃતિ “જગડુચરિત્ર' અનુસાર દાનેશ્વરી જગડુશાહે અને વિવિધ પ્રબંધ અનુસાર વસ્તુપાલે મસ્જિદ બંધાવી હતી. એમાં રાજકીય દિશી હોય તો પણ એ સાથે રહેલી ધાર્મિક ઉદારતા પ્રશસ્ય છે. ગુજરાતના બે અપ્રસિહ શિલ્પગ્ર “જયપૃચ્છા” અને “વૃક્ષાર્થવ'માં “રહમાણુપ્રાસાદ' અર્થાત મસ્જિદનું વિધાન વર્ણવાયું છે એ આ દૃષ્ટિએ સૂચક છે.૭૩
મુસ્લિમ પ્રજાજને પ્રત્યે ગુજરાતનું રાજ્ય કેવી ઉદાર દષ્ટિથી જોતું એનું વિગતવાર પ્રમાણ અર્જુનદેવ વાઘેલાના સમયના ઈ. સ. ૧૨૬૪(સં. ૧૭૨૦)ના વેરાવળના શિલાલેખમાંથી મળે છે. ૭૪ વિ. સં. ૧૭૨૦, હિજરી સન ૪૨, સિંહ સં. ૧૫૧ અને વલભી સં. ૯૪પ એ પ્રમાણે જુદા જુદા ચાર સંવત એ લેખમાં આપ્યા છે. એ લેખ જણાવે છે કે તેમનાથના મહંત પાશુપતાચાર્ય ગંડ પરવીરભદ્ર, એમનો પરિપાશ્વિક મહંત અભયસિહ અને સોમનાથ પાટણના મહાજનના આગેવાને પાસેથી હેરમઝના અમીર રકનુદ્દીનના રાજ્યના નાખુદા પીરેજે નગરની બહાર જમીન ખરીદી ત્યાં મસ્જિદ બાંધી. ત્યાં પૂજા દીપ, તેલ, કુરાનપાઠ વગેરે માટે અને ચાલુ મરામત માટે નગરના અમુક ગૃહસ્થ પાસેથી કેટલીક મિલકત ખરીદી લીધી. વળી સોમનાથ પાટણના શિયા વહાણવટીઓના અમુક ઉત્સવ પાછળ એમની જમાત અમુક ખચ કરે અને પછી કંઈ વધારો રહે તે મક્કા અને મદીને મોકલે એવો ઠરાવ એમાં નેધલે છે. એમનાથ પાટણના મહાજનના “બૃહપુરુષો (આગેવાનો)એ અને ત્યાંના રાજ્યાધિકારીઓએ આ કામમાં કરેલી સહાયનો પણ શિલાલેખમાં સાભાર ઉલ્લેખ કરે છે. આ શિલાલેખ ભારતીય ધર્મનીતિને એક ઉજજ્વળ દસ્તાવેજી પુરાવો છે.
ધાર્મિક ઉત્સવોમાં નવરાત્ર, વિજયાદશમી, દીપાવલી (દિવાળી), પ્રબોધિની એકાદશી, શિવરાત્રિ અને હોળી નોંધપાત્ર છે. જૈન મંદિરમાં પ્રતિષ્ઠા-સમયે અષ્ટાહિકા-ઉત્સવ ઊજવાતે. જૈન ધર્મને બીજો મોટો ઉત્સવ તીર્થકરનાં પાંચ કલ્યાણકોને હતો.
(આ) ઇસ્લામ સોલંકી રાજા ભીમદેવ ૧ લાના સમયમાં ઈ. સ. ૧૦૨૫ માં ગઝનાના સુલતાન મહમૂદે ગુજરાત ઉપર ફરી વળીને સોમનાથ મહાદેવનું દેવળ બેઠું અને લૂંટાય તેટલે માલ લૂંટી કચ્છને રસ્તે એ પરત ચાલ્યા ગયા. એ રીતે મુસલમાનનાં ભાવી આક્રમણ માટે માર્ગ ખુલ્લે થયે.