________________
૧ 3' ]
અણહિલપાટક પત્તન
[ ૯
થયું છે. પાટણ એક રેતાળ પ્રદેશમાં આવેલુ છે અને એની આસપાસ ક્યાંય પથ્થરની ખાણુ નથી, છતાં જે કાળે ગાડાં સિવાય ભારવાહનનાં ખીજા સાધન નહોતાં તે કાળે પથ્થરના આ લગભગ અખૂટ જથ્થા ત્યાં ખેંચી લાવવા માટે જે ધર્મ શ્રદ્ધાએ પ્રેરણા આપી હશે અને એની પાછળ જે નિરંતર પ્રયત્ન તેમજ આયાસ ચાલુ રહ્યો હશે તેની કલ્પના જ કરવાની રહે છે.
વિદ્યાકેન્દ્ર
પાટણ એ ગુજરાતની કેવળ રાજધાની નહેાતુ, વિદ્યાધાની અર્થાત્ વિદ્યાકેંદ્ર પણ હતું. વસંતવિલાસ ' મહાકાવ્યના કર્તા ખાલચન્દ્રે એ નગર વિશે કહ્યું છે : ફાયતે ન સ રચાવ્યા. માત્ર વાસરસોમવતી।૨૧ અર્થાત્ અહીં વાસ કરવાના રસલેાભથી કમલા શારદા સાથે કલહ કરતી નથી. શ્રી અને સરસ્વતી તેના નિવાસ અહીં હતા. પાટણની સીમાએ આવેલું, હજાર શિવાલયેા વડે પરિવ્રુત સહસ્રલિંગ સરેાવર નગરજનેાનું પૂજાસ્થાન, વિદ્યાસ્થાન અને મનેવિનેદસ્થાન હતું. સરાવરના કિનારે રાજા સિદ્ધરાજે વિદ્યામઠ બાંધ્યા હતા, જેમાં વિદ્યાર્થીએ તેમજ અધ્યાપકો માટે રહેવા-જમવાની અને અધ્યયનની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. એમાં તર્ક, લક્ષણ(વ્યાકરણુ) અને સાહિત્ય એ ‘વિદ્યાત્રયી ’ને અને વિવિધ દશનશાસ્ત્રાના અભ્યાસ મુખ્યત્વે કરાવવામાં આવતા. ગુજરેશ્વરાની વિદ્વત્સભામાં દેશ-પરદેશના વિદ્વાન આવતા. સિદ્ધરાજની વિદ્રસભાની સારી વિગતે! સમકાલીન યશશ્ચંદ્રના મુદ્રિતકુમુદચંદ્ર નાટકમાં મળે છે.૨૨ બ્રાહ્મણુ વિદ્વાનેા અને જૈન શ્રમણાએ પાટણને પોતાની કર્મભૂમિ બનાવ્યું હતું અને અહીંના વિણક ગૃહસ્થા પણ ઉત્તમ કવિ અને વિશિષ્ટ પંડિત હતા. મધ્યકાલમાં ગુજરાતે સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં જે પ્રદાન કર્યુ છે તેમાં પાટણના ગ્રંથકારોના ફાળા સૌથી મેાટા છે.૧૩ એ કાલનાં પુસ્તકાલય એટલે પ્રાચીન 'હસ્તલિખિત જ્ઞાનભંડારા કે ગ્રંથભંડારી. સિદ્ધરાજ અને કુમારપાલ એ રાજવીએએ, મહામાત્ય વસ્તુપાલે અને અન્ય ધનિકાએ પાટણમાં મોટા ખર્ચે જ્ઞાનભંડાર સ્થાપ્યા હતા. સાલકી–વાધેલા કાલમાં પાટણમાં લખાયેલી હસ્તપ્રતા આજે પણ પાટણ અને જેસલમેરના ગ્રંથભડારામાં સચવાયેલી છે.૨૪
C
·
>
વેપારનું મથક
સમકાલીન સાહિત્યમાં પાટણનાં જે અલંકારપ્રચુર વર્ણન મળે છે તેએમાંથી તથા પછીના સમયના પ્રબંધાત્મક સાહિત્યના ઉલ્લેખામાંથી એટલું તે સ્પષ્ટ છે ૐ પાટણુ વેપારનું માટું મથક હતું અને ત્યાંના કેટલાક વેપારીઓની સમૃદ્ધિ રાજવી