________________
૧૪ સુ ́ ]
ધમ સોંપ્રદાયા
[ ૩૬૫
વૈષ્ણવ વચ્ચે વ્યવહારમાં ઝાઝો ભેદ હોય એમ લાગતું નથી. વૈદિક ધર્માંના બધા
*
અનુયાયીઓ · મહેશ્વરી ' શબ્દના વ્યાપક અંમાં સમાઈ જતા. એ શબ્દ આધુ નિક ગુજરાતમાં ‘ મેશરી ' અથવા ‘મેશ્રી' એવા તદ્ભવ રૂપે પ્રચલિત છે.
શિવપૂજાની સાથેાસાથ શક્તિપૂજાના વિચાર આવે. માકય પુરાણ ’માંના દેવીમાહાત્મ્યનું નિરૂપણુ સામેશ્વરે ‘ સુરથેાત્સવ' મહાકાવ્યમાં કર્યું`` છે તથા એના મગલાચરણના શ્લોકોમાં ભવાની, શિવા, ભદ્રકાલી, ગિરિજા, સરસ્વતી, કમલા દે શક્તિનાં વિવિધ સ્વરૂપાની સ્તુતિ કરી છે. સહસ્રલિંગ સરેવરના કિનારે દેવીપીઠમાં હરસિદ્ધિ માતાનુ અને એ સરાવરની મધ્યમાં વિધ્યવાસિનીનું મંદિર હતું એમ ‘સરસ્વતીપુરાણ ' ( સગ ૧૬, શ્લોક ૧૫૩, ૧૫૮ ) લખે છે. ત્યાં દેવીએનાં એકસાઆઠ મંદિર હતાં એમ ‘થાય' (૧૫-૧૧૮) નોંધે છે એ દેવીપીઠને અનુલક્ષીને હશે. મિયાણી પાસેનું હરસિદ્ધિ માતાનુ મંદિર પણ આ સમયનુ છે. અને નજદીકના કાયલા ડુંગર એ સૌરાષ્ટ્રમાં આવેલી શક્તિપીઠોમાં મુખ્ય કૌલગિરિપી છે. આરાસુર ઉપરનું અંબિકા દેવીનુ મંદિર પરાપૂર્વથી પ્રસિદ્ધ છે. આબુ ઉપર સંધવી–સિધવાઈ માતાનું મંદિર હોવાના ઉલ્લેખ ‘દાશ્રય ’માં છે. પાટણમાં મહાલક્ષ્મીનું મંદિર હતું ત્યાં દર્શીન માટે ચૌલુકય રાજાએ પ્રયાણુ પહેલાં જતા. સિદ્ધરાજે પુત્રપ્રાપ્તિ માટે મહાલક્ષ્મીનું તપ કર્યુ.૧૬ આ બતાવે છે કે શક્તિનાં વિવિધ સ્વરૂપાનુ પૂજન લેાકપ્રિય હતુ. ખાસ કરીને નવરાત્રિના દિવસેામાં દેવીનાં પરામાં પશુઓને મેટા પ્રમાણમાં ભાગ અપાતા. કુમારપાલની અમારિધાષણા પછી હેમચંદ્રાચાયે પશુબલિની પ્રથા યુક્તિપૂર્વક બધ કરાવી એ વિશેની લગભગ સમાન અનુશ્રુતિએ ‘ પ્રબંધકોશ 'ના કર્તા રાજશેખર, ‘કુમારપાલચરિત ’ના કર્તા જયસિ ંહસૂરિ અને ‘ કુમારપ્રબંધ 'ના કર્તા જિનમંડન નોંધે છે. ૧૭
ભારતનું મહાન વૈષ્ણવ તીથ દ્વારકા ગુજરાતમાં છે તેની વિશિષ્ટ અસર પ્રજાના જીવન ઉપર અવશ્ય થઈ છે. રામકથાનું નિરૂપણ કરતું સામેશ્વરનુ હું ઉડ્ડાઘરાવવ' નાટક દ્વારકાધીશના મંદિરમાં દેવપ્રાધિની એકાદશીના દિવસે ભજવાયું હતું. ચૌલુકય રાજાએ વૈષ્ણવ મદિર પણ બધાવ્યાં છે. મૂલરાજે સિદ્ધપુરમાં મૂલનારાયણનું મંદિર કરાવ્યું હતું. ૧૮ સહસ્રલિંગના કિનારે સિદ્ધરાજે દશાવતારનુ મંદિર કરાવ્યું હતુ. એમ ‘દ્વાશ્રય ' અને ‘ સરસ્વતીપુરાણુ ' લખે છે. વૈષ્ણવ મંદિરાને મળતેા રાજ્યાશ્રય, એ પછી કાઈ અજ્ઞાત કારણસર, એછે થયા હશે, કેમકે ભાવ બૃહસ્પતિના એક લેખમાંથી જાય છે કે વિષ્ણુપૂજન માટેની વૃત્તિએ એમણે પાછી ચાલુ કરાવી હતી.૧૯ સિદ્ધરાજના સેનાપતિ કેશવે