________________
પ્રકરણ ૧૪ ધર્મ સંપ્રદાય (અ) ભારતીય ધર્મો
સોલંકી કાલનું ધર્મજીવન એ સામાન્યતઃ મૈત્રક કાલ અને અનુમૈત્રક કાલના ધર્મજીવનનું સાતત્ય છે, પણ સોલંકી કાળ દરમ્યાન ધાર્મિક સ્થિતિમાં બે મોટા ફેરફાર થયા છેઃ (૧) ગુજરાતના જીવનમાંથી બૌદ્ધ ધર્મને તદ્દન લેપ થયા અને જૈન ધર્મ તથા અહિંસા માર્ગને બહોળા પ્રચાર થયો, અને (૨) યજ્ઞમાર્ગ અમુક બ્રાહ્મણકુળમાં મર્યાદિત થવા ઉપરાંત એને સ્થાને શિવ, શક્તિ, વિષ્ણુ અને સૂર્યની ભક્તિના પ્રાધાન્યવાળે તથા મંદિર, વાવ કૂવા, તળાવ, ધર્મશાળા, અન્નસત્ર વગેરે પૂર્તધર્મની બહુલતાવાળો અને બ્રાહ્મણતર વર્ગોના લોકોને પુષ્કળ સમાસ આપતો પૌરાણિક ધર્મ ગુજરાતના સર્વ વર્ગોમાં વ્યાપક થયે. વલભી અને રાષ્ટ્રકૂટ તામ્રપત્રોમાં બ્રાહ્મણને બલિ-ચર-વૈશ્વદેવ માટે દાન અપાયાં છે, પણ સોલંકી દાનપત્ર શૈવ આચાર્યોને, શૈવ મદિરોને કે જૈન મંદિરોને અપાયાં છે. બ્રાહ્મણોને અપાયેલાં દાનપત્રોમાં પણ બલિ-ચ-વૈશ્વદેવનો સ્પષ્ટ ઉલેખ નથી. આ વસ્તુ ધાર્મિક-સામાજિક માન્યતાઓના પરિવર્તન ઉપર પ્રકાશ પાડે છે. સેલંકી કાલ પહેલાંના સમાજમાં બ્રાહ્મણના બલિ-ચર-વૈશ્વદેવનું જે સ્થાન હતું તે ત્યાર પછી નહોતું રહ્યું. સમાજમાં બ્રાહ્મણનું કે કર્મકાંડના ઇષ્ટધર્મનું મહત્વ ખાસ ઘટયું હતું એમ નહિ, પણ દાનધર્મને પ્રવાહ કંઈક જુદા માર્ગે વળે. હત અને પૂર્વ ધર્મનું મહત્ત્વ વધ્યું હતું.'
આમ છતાં, આ બદલાયેલી પરિસ્થિતિમાં પણુ, ઇષ્ટ ધર્મના ભાગરૂપ વેદોક્ત કર્મકાંડનો ચૌલુક્યકાલીન ગુજરાતમાં પર્યાપ્ત પ્રચાર હતા. વૈદિક ય અને સેમસત્ર ગુજરાતમાં થતા હતા. સોલંકી રાજકુળના વંશપરંપરાગત પુરોહિત સેમેશ્વરે “સુરત્સવ” મહાકાવ્યના છેલ્લા સર્ગમાં પિતાના પૂર્વજોને વૃત્તાંત આપે છે તેમાં તેઓએ કરેલા અનેક મોનો ઉલ્લેખ છે. સેમેશ્વરના પૂર્વ પુર મૂળ વડનગરના હતા. સોમેશ્વરના એક પૂર્વજ સેલ શર્માએ યજ્ઞોમાં સેમરસ વડે તથા પ્રયાગમાં પિંડદાન વડે પિતૃઓનું તર્પણ કર્યું હતું. આ કલિકાલમાં પણ એણે વિધિવત વાજપેય યજ્ઞ કર્યો હતો. એ દવેદી અને શતાસે યજ્ઞ કરનાર હતો. એને પુત્ર લલશમાં, લલશમને પુત્ર સેમ, અને તેમને પુત્ર આમશર્મા થયે, જેણે છ પ્રકારના જતિમ યજ્ઞ કર્યા હતા અને