________________
૧૨ મું 1 ભાષા અને સાહિત્ય
[ ૩ર સૂરિએ પ્રાકૃતમાં રચેલી “સમરાઈશ્ચકહાના સંક્ષેપરૂપે સંસ્કૃતમાં ૪૮૪૪ પદ્યમાં
સમરાદિત્યસંક્ષેપ” અથવા “સમરાદિત્યચરિત” નામક ગ્રંથ વિ. સં. ૧૩૨૪ (ઈ. સ. ૧૨૬૮)માં રચ્યો છે. આમાં નવ ભવ તરીકે નિર્દેશ કરેલા નવ વિભાગ છે. વળી, એમણે પ્રાકૃતમાં “પધ્વજાવિહાણ” નામની કૃતિ સં. ૧૩૩૮(ઈ.સ. ૧૨૮૨)માં રચી છે. આ આચાર્યે ઉદયપ્રભ, દેવેંદ્ર, ધર્મકુમાર, પ્રભાચંદ્ર, બાલચંદ્ર, માનતુંગ, મુનિદેવ, રત્નપ્રભ અને વિનયચંદ્રની કૃતિઓનું સંશોધન કરી મહાસંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. આ સૂરિના મોટા ગુરુભાઈ જયસિંહ અને નાના ગુરુભાઈ બાલચંદ્ર નામે હતા.
વિનયચંદ્રસૂરિ : આ. રત્નસિંહસૂરિના શિષ્ય વિનયચંદ્રસૂરિએ સં. ૧૩૨૫ (ઈ. સ. ૧૨૬૯)માં “કપનિરુક્ત, સં. ૧૩૪પ(ઈ. સ. ૧૨૮૯) માં “દીપાલિકાક૫,” “મુનિસુવ્રતસ્વામિચરિત,” “નેમિનાથ ચતુષ્પાદિકા” અને “ઉવએસમાલાકહાણુછપય” વગેરે ગ્રંથ રચ્યા છે, તે પૈકી નેમિનાથચતુષ્યદિકા' અને ઉવએસમાલા-કહાપય’ બંને ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભાષામાં રચેલાં છે. નેમિનાથચતુપદિક” ઉપરથી જણાય છે કે આ પહેલાં બારમાસી કાવ્ય રચાતાં હશે, પણ એ મળતાં નથી તેથી આ કાવ્યને અત્યારે બારમાસી કાવ્યમાં પ્રથમ કૃતિ તરીકે ગણાવી શકાય. આ કાવ્યમાં નેમિનાથનો વિયોગ થવાને લીધે રાજિમતીને જે સંવેદના થાય છે તેની રજૂઆત રસિક વાણીમાં કરી છે. ભાષા તથા કાવ્યની દષ્ટિએ આ ઉત્તમ કોટિની રચના ગણી શકાય. “ઉવએસમાલાકહાયછપય”માં કર્નાએ ક્ષમા, ગુરૂભક્તિ, મુનિભક્તિ વગેરે વિષયોને એકેક છપામાં આપી ઉપદેશ આપ્યો છે. મુનિસુવ્રત ચરિત’ એ સંસ્કૃતમાં રચેલું મોટું કાવ્ય છે.
પ્રદ્યુમ્નસૂરિ આ દેવપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ સં. ૧૩૨૫(ઈ. સ. ૧૨૬૯) માં પ્રાકૃતમાં “વિચારસારપરણ” નામનો ગ્રંથ ૯૦૦ ગાથામાં રચ્યો છે. આના ઉપર માણિજ્યસાગરે સંસ્કૃત છાયા રચી છે. આ ગ્રંથમાં કર્મભૂમિ, અકર્મભૂમિ, અનાયદેશ વગેરે વિવિધ વિષયો ઉપર વિચાર કર્યો છે.
સપ્તક્ષેત્રી રાસ-કાર: “સપ્તક્ષેત્રીરાસુ” કૃતિ કોની છે એ વિશે કાવ્યમાં જણાવ્યું નથી. આ રાસની રચના સં. ૧૩ર(ઈ.સ. ૧૨૭૧)માં થઈ છે.૧૧ આમાં ૧૦૯ કડી છે. આમાં બાર વ્રતો અને સાત ક્ષેત્રનું સાંપ્રદાયિક દષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણનમાં કેટલીક ઉપયોગી ધાર્મિક વિધિઓ, જિનમંદિરની રચના, પૂજસમારંભ વગેરેને ખ્યાલ આપવામાં આવ્યો છે. આમાં ઉત્તરોત્તર થતા ભાષાવિકાસ નજરે ચડે છે.