________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩૨૧ કલ્યાણક “સુરાલચરિત” “જિનસ્તુતિ.” “ચાચરીસ્તુતિ,” “ગુરુચરિત' વગેરે રચનાઓ પણ આ જિનપ્રભસૂરિની હવાને સંભવ છે.
દેવસૂરિ ઃ શ્રીચંદ્રસૂરિના શિષ્ય દેવેકરિએ સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨)માં સિદ્ધર્ષિએ રચેલી “ઉપમિતિભવપ્રપંચકયા ને પ૭૩૦ પ્રમાણ સારેદ્વાર” ર છે, જેનું સંશોધન આ. પ્રદ્યુમ્નસૂરિએ કર્યું હતું.
વધમાનસૂરિ ઃ આ. વિજયસિંહરિના શિષ્ય વર્ધમાનસૂરિએ દંડનાયક આહલાદન મંત્રીની વિનંતીથી દરેક સર્ગના અંતે “આહલાદન’ શબ્દથી અલંકૃત “વાસુપૂજ્યચરિત” ૫૪૯૪ શ્લોક–પ્રમાણે ચાર સર્ગાત્મક સં. ૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)માં રચ્યું છે. એમણે પોતાના ગુરુ વિજયસિંહરિની વિદ્વત્તાની પ્રશંસા કરી છે. •
રત્નપ્રભસૂરિ : આ. દેવાનંદસૂરિના શિષ્ય પરમાનંદસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ સં. ૧૩૦૦ (ઈ. સ. ૧૨૪૪) લગભગમાં આ. ઉદ્યોતનસુરિની પ્રાકૃત “કુવલયમાલાના ના આધારે સંસ્કૃતમાં “કુવલયમાલા” રચી છે. પાંચ કરતમાં વિભક્ત આ કૃતિ ૩૮૯૪ ગ્લૅક-પ્રમાણ છે. એનું સંશોધન આ.. કનકસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે.
વિજયચંદ્રસૂરિ : તપાગચ્છના સંરયાપક આ. જગચંદ્રસૂરિના શિષ્ય, કરિના શિષ્ય વિજયચંદ્રસૂરિએ “કેશિકુમારચરિત' નામક ગ્રંથ સંસ્કૃતમાં રમે છે. તેઓ સં. ૧૩૦૧(ઈ. સ. ૧૨૪૫)માં વિદ્યમાન હતા.
ધર્મઘોષસૂરિ : આ. ધમપરિ આ. દેવેંદ્રસૂરિના શિષ્ય હતા. દેવેદ્રમૂરિએ ઉજજનવાસી ધનાઢશે શ્રેણી જિનચંદ નામના શ્રાવકના વિરધવલ અને ભીમસિંહ નામના બે પુત્રોને સં. ૧૩૦૨(ઈ. સ. ૧૨૪૬)માં દીક્ષા આપી, એમાં વિરધવલનું નામ વિદ્યાનંદમુનિ અને ભીમસિંહનું નામ ધર્મકીર્તિ રાખવામાં આવ્યું. દેવેંદ્રસૂરિના સ્વર્ગવાસ પછી તેરમે દિવસે વિદ્યાનંદસૂરિનો સ્વર્ગવાસ થવાથી ઉપા. ધર્મકીર્તિને સૂરિપદ આપી એમનું ધમષસૂરિ' નામ રાખવામાં આવ્યું. આ આચાર્ય સંઘાચાર', “કાલસિત્તરી” અને કેટલાંક પ્રકરણે તથા તે રહ્યાં છે. ૧૦૭
અજિતપ્રભસૂરિ : પૌર્ણમિકગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય આ. અજિતપ્રભસૂરિએ સંસ્કૃતમાં છ સર્ગાત્મક “શાંતિનાથચરિત” સં. ૧૭૦૭(ઈ. સ. ૧૨૫૧) માં ૫૦૦૦ શ્લેકાત્મક રચ્યું છે. સે. ૨૧