________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
| [ ૩૧૯ બો એ સંશોધનને વિષય છે. મદન કવિ પિતાને “કવિરાજ-રૂ૫ હાથીઓ માટે અંકુશ-સમાન” કહે છે. એણે હરિહર કવિને એક વેળા કહેલું કે હાર, परिहर गर्व कविराजगजाङ्कुशो मदनः ।
આ ઉપરાંત વસ્તુપાલના આશ્રિત કેટલાક બીજા કવિઓનાં નામ મળે છે. ૧-૨. વામનસ્થલીના કવિ યશોધર અને કવિ સમાદિત્ય, ૩. પ્રભાસપાટણવાસી કવિ વૈરિસિંહ, ૪–૯. કૃષ્ણનગરવાસી કમલાદિત્ય, દામોદર, જયદેવ, વિકલ, કૃષ્ણસિંહ, શંકરસ્વામી વગેરે અનેક કવિઓને વસ્તુપાલે દાન આપી સંતુષ્ટ કર્યા હતા.૧૯૧ ચાચરિયાક નામનો એક વિદ્વાન કોઈ બીજા પ્રદેશમાંથી આવેલે, જેની વાણી સાંભળવા સ્વયં ઉદયપ્રભસૂરિ આવતા, તેને વસ્તુપાલે ૨૦૦ કમ આપી જાહેર સત્કાર કર્યો હતો.
જાબાલિપુરનો યશવીર મંત્રી, જે શિલ્પશાસ્ત્ર હતો તે, વસ્તુપાલ મંત્રીનો મિત્ર હતો. એણે આબુના મંદિરમાંથી શિલ્પવિષયક ૯૬ ભૂલો બતાવી હતી.
નાનાક પંડિત : આનંદનગર (વડનગર) નજીકના ગુંજા ગામનો નિવાસી પંડિત નાનાક કાપિકલ ભારદ્વાજનેત્રીય નાગર બ્રાહ્મણ હતો. એણે સં. ૧૩૨૮ (ઈ. સ. ૧૨૭૨)માં પ્રભાસપાટણમાં સારસ્વત-સદન બાંધ્યું હતું. “બાલસરસ્વતી ” કૃષ્ણ અને “ધારાધ્વંસના કર્તા ગણપતિ વ્યાસ નામે કવિઓએ રચેલી એની પ્રશસ્તિઓ પરથી૧૨ એના કુટુંબ વિશે ઘણુ વિગતો જાણવા મળે છે. એના પિતાનું નામ ગોવિંદ હતું. એના કુટુંબમાં વિદ્વત્તા પરંપરાગત હતી. નાનાક વેદ, વેદાંગ, સાહિત્ય-અલંકાર, નાટ વગેરે વિષયને સમર્થ વિદ્વાન હતો. રાજા વીસલ. દેવના જીવનકાળ દરમ્યાન એ એને શાસ્ત્ર-પુરાણની કથા સંભળાવતો હતો. વસ્તુ પાલની વિસભાનો એ મહાપંડિત હતું. સારંગદેવ વાઘેલાના સમયનો એક શિલાલેખ વંથળીથી મળે છે તેમાં પ્રશસ્તિકારના કુટુંબ વિશેની હકીકત છે તે પરથી જણાય છે કે એર ચના નાનાકની હશે. સ્વયં નાનાક પણ ખૂબ દાન આપતો, “ઉપદેશ તરંગિણી” અને “ચતુર્વિશતિ પ્રબંધમાંથી પંડિત નાનાકે રચેલાં વસ્તુપાલનાં તુતિકાવ્ય મળી આવે છે. આ સિવાય એની કોઈ સ્વતંત્ર કૃતિ મળતી નથી.
પાપ્રભસૂરિ : આ. દેવાનંદસૂરિના શિષ્ય આ. પદ્મપ્રભસૂરિ સં. ૧૨૯૪ (ઈ. સ. ૧૨૩૮ માં વિદ્યમાન હતા. એમણે “મુનિસુવ્રતચરિત” નામને ગ્રંથ ર છે. તિલકાચાર્યને “આવશ્યકસૂવ'ની લવૃત્તિની રચનામાં એમણે સહાય કરી હતી.
પદ્ય મંત્રી : પવા મંત્રી અણહિલપુરનિવાસી વાયડવંશના શ્રેણી આસલ અને એની પત્ની અહિદેવીને પુત્ર હતો. એના વંશને વિસ્તૃત પરિચય પદ્માનંદ