________________
૪ ]
સેલંકી કાલ
[ અ..
પાટણની સ્થાપનાની મિતિ વિશે વિવિધ આકૃતિક વૃત્તાંતમાં જુદા જુદા ઉલેખ મળે છે, જોકે એકાદ અપવાદને બાદ કરતાં સં. ૮૦૨ નું વર્ષ સર્વમાં સમાન છે. “રાસમાળા'માં એક કવિતને આધારે પાટણની સ્થાપનાની મિતિ સં. ૮૦૨ ના માઘ વદ ૭ ને શનિવાર આપવામાં આવી છે. પાટણમાં ગણપતિમંદિરના શિલાલેખ મુજબ સં. ૮૨ ના વૈશાખ સુદ ૨ ને સોમવાર, ધર્મારણ્ય” પ્રમાણે સં. ૮૦૨ ના આષાઢ સુદ ૩ ને શનિવાર, ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત પુસ્તક સંગ્રહમાંની એક રાજવંશાવલિ પ્રમાણે સં. ૮૦૨ ને શ્રાવણ સુદ ને સોમવાર, અને “વિચારશ્રેણિ પ્રમાણે સં. ૮૨૧ ના વૈશાખ સુદ ૨ ને સોમવાર–આટલી મિતિઓ શ્રી. રામલાલ મોદીને મળી છે, એમણે આ સર્વને. અભ્યાસ કર્યો છે અને જ્યોતિષ પ્રમાણે એનું ગણિત કરાવીને ચકાસણી કરી છે. આ મિતિઓ પૈકી સં. ૮૦૨ ના વૈશાખ સુદ ૨ ને સોમવાર તથા આષાઢ સુદ ૩ને શનિવાર એ બેનાં જ વારતિથિ મળે છે. એ ઉપરથી શ્રી. રામલાલ મોદીએ એવું અનુમાન કર્યું છે કે વૈશાખ સુદ ૨ ને સોમવારના દિવસે પાટણની સ્થાપનાની ધર્મક્રિયા થઈ હશે, એ વખતે શરૂ કરેલું યજ્ઞનું સત્ર બે માસ ચાલ્યું હશે. અને લેકે આષાઢ સુદ ૩ ને શનિવારથી ગામમાં રહેવા આવ્યા હશે. પરંતુ એ જ લેખમાં શ્રી. મોદી આગળ લખે છેઃ “શનિવાર અને આષાઢી ૩ ખરા વસવાટના આરંભને દિવસ હશે અને અખાત્રીજ ને સોમવાર મુહૂર્ત પ્રમાણે ધર્મ-- કિયાના આરંભનો દિવસ હશે. ૮ શ્રી. મોદી વૈશાખ સુદ બીજ ઉપરાંત ત્રીજ ધારતા હોય તો જ આ બે વિધાન એકબીજા સાથે બંધબેસતાં થાય. પાટણ અખાત્રીજના દિવસે વસ્યું એવો ઉલ્લેખ “મિરાતે સિકંદરી'માં૧૦ છે અને પાટણની લેક્મચલિત અનુશ્રુતિ પ્રમાણે એ શનિવારે વસ્યું મનાય છે, એ ઉપરથી શ્રી. મોદી આ અનુમાન કરવા પ્રેરાયા લાગે છે. શ્રૌત યજ્ઞોનાં સત્ર લાંબા સમય સુધી ચાલે છે અને ગુજરાતમાં શ્રૌત યજ્ઞો થતા હતા એ ઈતિહાસસિદ્ધ છે એ જોતાં શ્રી.. મોદીનું અનુમાન વિચારણાને પાત્ર છે. ગમે તેમ, પાટણની સ્થાપના અનુશ્રુતિ પ્રમાણે સં. ૮૦૨(ઈ.સ. ૭૫૬)માં ગણાઈ છે. નામ
એની સ્થાપના થયા પછી ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર રચાયેલા સંત સાહિત્યમાં એ નગર મળત્રિપટ, અળત્રિવાટ, અળપિત્તન, અળત્રિપુર, भणहिलपाटक पत्तन, अणहिलवाड पत्तन, पत्तन, पुटमेदन माहिनामामे तथा प्राकृत અને અપભ્રંશ સાહિત્યમાં અળત્રિવાર અથવા માહિત્રવાર, અત્રિપટ્ટી આદિ નામે એ અને આધુનિક ગુજરાતીમાં સામાન્યતઃ “પાટણ” નામથી ઓળખાય