________________
૨૨ મું]
ભાષા અને સાહિત્ય વારાહીના યશોધવલ કી, જે રાજ-ખજાનચી હતા, તેમના પુત્ર બાલકવિ જગદેવની વિનંતીથી આ કૃતિ ૯૬૭૨ શ્લેપ્રમાણુ પાટણમાં રચી છે. વળી, ૨૩ સર્ગમાં ૬૮૦૬ કલેકપ્રમાણુ “અમમરવામિચરિત” તથા “અંબચરિત' રચ્યાં છે. અંબડચરિતમાં અંબડક્ષત્રિયની તેમજ એની ૩૨ પુત્રીઓની ઉત્પત્તિ વિશે વર્ણન છે, એ દ્વારા મુનિસુવ્રતસ્વામીના જીવન વિશે પ્રકાશ પાડ્યો છે.
ચંડસિંહ (ઈ. સ. ૧૨ મો સૈક) : કવિ ત્રિવિક્રમે રચેલા “દમયંતીચંપૂ” ઉપર પ્રાગ્વાટ કુલના ચંડસિહ અથવા ચંડાલે વૃત્તિ રચી છે. વૃત્તિનું પરિમાણ ૧૯૦૦ લેકનું છે. ચંડસિંહ ગુજરાતના વિદ્વાન હતા.
અમરચંદ્રસૂરિ અને આનંદસૂરિ (૧રમો સિકો) “સિદ્ધાંતાવ' ગ્રંથના રચવિતા આ. અમરચંદ્રસૂરિ નાદ્રગચ્છીય આ. શાંતિસૂરિના શિષ્ય હતા. એમણે નયા એમના ગુરુભાઈ આનંદસૂરિએ બાલ્યાવસ્થામાં સમર્થ વાદીઓને જીત્યા હતા, આથી સિદ્ધરાજ જયસિંહે આ. અમરચંદ્રને “સિંહશિશુક” અને આનંદસૂરિને “ વ્યાઘશિશુક એવાં બિરુદ અર્પણ કર્યા હતાં.૭૪ ગંગેશકૃત “તત્ત્વચિંતામણિમાં જે “સિંહવ્યાઘલક્ષણનો અધિકાર છે તે આ બે સૂરિઓના વ્યાપ્તિલક્ષણને લક્ષમાં રાખીને છે એમ ડો. સતીરાચંદ્ર વિદ્યાભૂષણે જણાવ્યું છે. “સિદ્ધાંતાઈવ” હજી સુધી પ્રાપ્ત થયો નથી.
બાલચંદ્રસુરિ (ઈ. સ. ને ૧૨ મો સકે) : આ. હેમચંદ્રના શિષ્ય બાલચંદ્રસૂરિએ “સ્નાતયા” નામક સ્તુતિની રચના કરેલી છે. એમણે આ. રામચંદ્રસૂરિ સાથે વિરોધી વલણ બતાવ્યું હતું.
શીલસિંહસૂરિ (ઈ. સ. ના ૧૨મો સિક) : આગમગચ્છીય આ. દેવરત્નસૂરિના શિષ્ય આ. શીલસિંહસૂરિએ પ્રાકૃતમાં ૧૫૦ પદ્યોમાં “કેકચિંતામણિ” નામક ગ્રંથ રચ્યો છે અને એના ઉપર એમણે જ સ સ્કૃતમાં પજ્ઞ વિસ્તૃત ટીકા રચી છે. આ ગ્રંથમાં. ૯, ૧૬, ૨૦ વગેરે કકકોમાં જે જે અંકે રાખવાનું વિધાન કરેલું છે તે અંકને ચારે તરફથી સરવાળે કરતાં એકસરખો આવે છે. આમાં પદરિયા, વીસા, ચોત્રીસા આદિ શતાધિક યંત્રના વિષયમાં વિચારણા કરી છે.
પ્રદ્યુમ્નસૂરિ (ઈ. સ. ને ૧૨ મે સિકે) : આ. વાદી દેવસૂરિના શિષ્ય મહેંદ્રસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ “વાદસ્થલ” નામનો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં આશાપલ્લીના ઉદયનવિહારમાં શ્વેતાંબર યતિઓએ પ્રતિષ્ઠિત કરેલી જિનપ્રતિમાઓ પૂજનીય નથી એવું વિધાન ખરતરગચ્છીય આ. જિનપતિસૂરિ અને એમના અનુયાયીઓ કરતા હતા તેનું ખંડન સંસ્કૃતમાં કરેલું છે.