________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩૦૫ ૧૧ વષે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં અણહિલવાડમાં રચ્યો છે. આ ગ્રંથકાર કુમારપાલને સમકાલીન હોવાથી એમાં અપાયેલી રાજ કુમારપાલ અને આ. હેમચંદ્રની અનિહાસિક વિગતો વધુ પ્રામાણિક હોય એ સ્વાભાવિક છે. આ. હેમચંદ્ર કુમારપાલને જે જાતને ધર્મબોધ વારંવાર આપ્યો તેના શ્રવણથી પ્રતિબુદ્ધ થઈને કુમારપાલે જૈનધર્મને સ્વીકાર કર્યો એ વસ્તુ આમાં વર્ણવેલી છે. એમણે પ્રાકૃતમાં “સુમતિનાથચરિત ૮૫૦૦ શ્લેષ્મમાણ રહ્યું છે. વળી,
સૂક્તિમુક્તાવલી” અને “સિંદૂરપ્રકર' સંસ્કૃતમાં રચ્યાં છે. વસંતતિલકા હદમાં રચાયેલા “સોમશતક”માં એક પદ્યના એમણે જુદા જુદા ૧૦૦ અર્થ બતાવ્યા છે. એ અર્થોમાં જણાવેલ તત્કાલીન ગુજરાતની ૧૦ વ્યક્તિઓ પૈકી સિદ્ધરાજ, કુમારપાલ, અજયદેવ, મૂલરાજ એ ચાર વ્યક્તિ તો ગ્રંથકારના સમયની છે.
માણિકયચંદ્રસૂરિઃ આ. માણિચંદ્રસૂરિ રાજગચ્છની આ. સાગરચંદ્રના શિષ્ય હતા. એમણે મમ્મટ કવિના કાવ્યપ્રકાશ” ઉપર “સંકેત’ નામની ટીકા રચી છે. “કાવ્યપ્રકાશ ઉપર મળી આવતી અનેક ટીકાઓમાં આ “સંકેત” સેમેશ્વરના “સંકેત' પછીનો બીજો ટીકાગ્રંથ છે. ટીકાકારે પ્રાચીન આલંકારિકેના શાસ્ત્રીય મત ઉપર પિતાના અભિપ્રાય પણ દર્શાવ્યા છે. કેટલાંક ઉદાહરણપદ્ય સ્વરચિત છે. એ ઉપરથી તેઓ સારા કવિ હતા એમ જણાય છે. આ ટીકાગ્રંથ દ્વારા એમની સાહિત્યના કુશળ વિદ્વાન તરીકે ભારતીય સાહિત્યમાં પ્રસિદ્ધિ છે.
એમણે “શાંતિનાથ ચરિત રચ્યું છે અને તેઓ જ્યારે દીવબંદરમાં ચાતુર્માસ કરતા હતા ત્યારે સં. ૧૨૭૬(ઈ. સ. ૧૨૨૦)માં “પાર્શ્વનાચચરિત’ રચ્યું છે. આ “પાર્શ્વનાથ ચરિત”ની રચના સંબંધમાં પ્રશસ્તિમાંથી હકીકત મળે છે કે કુમારપાલની સભામાં ભિલ્લમાલવંશના મેહિલના પુત્ર વીર અને એમના પુત્ર વર્ધમાન સંમાન્ય છેઠી ગણાતા હતા. એમને માદુ નામની પત્નીથી ૧. ત્રિભુવનપાલ, ૨. મહ અને ૩. દેહડ એમ ત્રણ પુત્ર થયા. દેહડનો પુત્ર પાલ્હણ, જે કવિ હતો, તેની સાથે શ્રેણીએ માણિજ્યચંદ્રસૂરિને વિનંતી કરી કે પ્રદ્યુમ્નસૂરિ અને અભયદેવ સૂરિએ ઘણું ગ્રંથ રચ્યા છે તે આપ કોઈ રચના કરે. આવી વિનતીથી એમણે “પાર્થનાચચરિત'ની રચના કરી.
આસડ કવિઃ કટકરાજને પુત્ર પરમ જૈન આસડ કવિ “કવિસભાશૃંગાર” બિરુદથી પ્રસિદ્ધિ પામેલ હતું. એણે “વિવેકમંજરી પ્રકરણ” અને “ઉપદેશકંદલી પ્રકરણ” નામનાં બે પ્રકરણ પ્રાકૃતમાં સં. ૧૨૪૮(ઈ. સ. ૧૧૯૨)માં રચેલાં
સે. ૨૦