________________
૨૦૦ ] સોલંકી કાલ
[ પ્ર. લતાપલ્લવ” અને “કલ્પલતાપલ્લવશેષ” એમ ત્રણે કૃતિઓના કર્તા મંત્રિપ્રવર અંબાપ્રસાદ હતા. આ. વાદી દેવસૂરિ જેવા પ્રૌઢ દાર્શનિક વિદ્વાને મહામાત્ય અંબાપ્રસાદના ગ્રંથેનો ઉલ્લેખ કર્યો છે તેથી જણાય છે કે એમણે અંબાપ્રસાદના ગ્રંથોનું અવકન કર્યું હતું અને એમની વિદ્વત્તા માટે સૂરિજીને આદરભાવ હતો. એ જ રીતે અંબાપ્રસાદ મંત્રીશ્વરને પણ આ. વાદી દેવસૂરિ પ્રતિ ખૂબ આદરભાવ હતો એને સંકેત “પ્રભાવચરિત'માંથી પ્રાપ્ત થાય છે. દેવબેધિ નામને ભાગવત વિદ્વાન પાટણ આવ્યો ત્યારે એણે એક બ્લેક રચી પાટણના વિદ્વાનને એને અર્થ કરવા આહવાન કર્યું. લગભગ છ મહિના સુધી કોઈ વિદ્વાન એનો અર્થ બતાવી ન શક્યો ત્યારે મંત્રી અંબાપ્રસાદે સિદ્ધરાજ જયસિંહને એનો અર્થ બતાવવા વાદી દેવસૂરિને નિમંત્રણ મોકલવા સૂચન કર્યું. સિદ્ધરાજે સૂરિજીને સાદર નિમંત્રણ આપી બોલાવ્યા અને સૂરિજીએ એ શ્લોકનો સંતોષકારક અર્થ બતાવ્યો ત્યારે રાજા અને દેવબોધિ એમની વિદ્વત્તાથી ખુશ થયા. પ રાજા સાથે સૂરિજીના આ મેળાપને પ્રથમ પ્રસંગ હતે. અંબાપ્રસાદ મંત્રી જન હતા. એ સિવાય એના જીવન વિશેની માહિતી મળતી નથી.
કુમારપાલ નરેશઃ ગુર્જરનરેશ કુમારપાલ મહારાજે (ઈ. સ. ૧૫૪૦૧૧૭૦ ) વ્યાકરણ સંબંધી “ગણદર્પણ” નામક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંય દંડનાયક સરિ અને પ્રતીહાર ભોજદેવ માટે રો એમ એની પુપિકામાં ઉલ્લેખ છે આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં ચાર-ચાર પદના ત્રણ અધ્યાયમાં વિભક્ત છે. એનું પરિમાણ ૯૦૦ લેક છે. વળી, એમણે નત્રાહિર થી શરૂ થતું સાધારણજિનસ્તોત્ર' સંસ્કૃતમાં રચ્યું છે.
રસિંહસૂરિ : વડગચ્છીય આ. મુનિચંદ્રસૂરિના શિષ્ય આ. રત્નસિંહસૂરિએ વિ. સં. ૧૨૦૦(ઈ. સ. ૧૫૪૪) લગભગમાં પુસૂઝswા , નિntિિા વગેરે ગ્રંથ રચ્યા છે.
દેવચંદ્રસૂરિ: આ. હેમચંદ્રસૂરિના શિષ્ય આ. દેવચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૦૭(ઈ.સ ૧૧૫૧) લગભગમાં “ચંદ્રલેખાવિજય પ્રકરણ” નામક નાટકની રચના શેષ ભટ્ટારકની મદદથી કરી છે. આ પંચાંકી નાટક કુમાર-વિહારમાં મૂલનાયક પાર્શ્વનાથની ડાબી બાજુએ રહેલા અજિતનાથના જિનાલયમાં વસંતોત્સવના પ્રસંગે કુમારપાલની સભાના મનોરંજન માટે ભજવાયું હતું. આમાં અર્ણરાજને પરાજય કરવામાં કુમારપાલે જે વીરતા દર્શાવી તેનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. આમાં ચંદ્રલેખા વિદ્યાધરી નાયિકા છે. આ સૂરિએ “માનમુદ્રાભંજન નાટક પણ રચ્યું છે. સનકુમાર ચક્રવર્તી અને વિલાસવતીના સંબંધ અંગે આ નાટક રચાયું