________________
[પ્ર.
ર૯૪ 1
સોલંકી કાલ મુનિચંદ્રસૂરિ: વિ. સં. ૧૧૭૦(ઈ. સ. ૧૧૧૪)ની આસપાસ વિદ્યમાન વિદ્વાન આચાર્ય મુનિચંદ્રસૂરિએ “નૈષધીય મહાકાવ્ય' ઉપર ૧૨૦૦૦ શ્લોપ્રમાણ રીકે રચી છે. મતલબ કે આ ટીકાકાર નૈષધકાર શ્રીહર્ષના નજીકના સમયમાં જ વિદ્યમાન હતા.
ધનેશ્વરસૂરિ: ચંદ્રકુલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિએ જિનવલભસરિકૃત “ સૂક્ષ્માર્થવિચારસાર સાર્ધશતક' નામક ગ્રંચ પર વિ. સં. ૧૧૭૧ (ઈ. સ. ૧૧૧૫)માં ૧૪૦૦૦ શ્લેષ્મમાણ વૃત્તિ રચી છે, જેમાં એમના શિષ્ય ચંદ્રસૂરિએ સહાય કરી હતી.
હરિભદ્રસૂરિ: બૃહદ્ગછના આ. માનદેવસૂરિ અને એમના શિષ્ય જિન દેવ ઉપાધ્યાયના શિષ્ય હરિભદ્રસૂરિએ અણહિલવાડમાં જયસિંહદેવના રાજ્યકાલમાં આશાવર સોનીની વસતિમાં રહીને બંધસ્વામિત્વ–ડશીતિકર્મચંય ઉપર વિ. સં. ૧૧૭૨(ઈ. સ. ૧૧૧૬)માં વૃત્તિ રચી છે. એ જ વર્ષમાં આશાપુરવસતિમાં રહીને જિનવલ્લભસૂરિના “આગમિકવસ્તુવિચારસાર' ગ્રંથ પર ૮૫૦ કપ્રમાણ વૃત્તિ રચી છે. એ જ વર્ષમાં પાટણમાં એમણે પ્રાકૃતમાં ૬૫૮૪ ગાથા પ્રમાણ “શ્રેયસ નાથચરિત” રચ્યું છે. વિ. સં. ૧૧૮૫(ઈ. સ. ૧૨૯)માં પાટણમાં ભણશાલી ધવલના પુત્ર યશેનાગના ઉપાશ્રયમાં રહીને એમણે “પ્રશમરતિ પ્રકરણની વૃત્તિ રચી છે.
વાદી દેવસૂરિ: દેવનાગના પુત્ર પૂર્ણચંદ્રને આ. મુનિચંદ્રસૂરિએ ભરૂચમાં વિ. સં. ૧૧૫ર(ઈ.સ. ૧૦૯૬)માં દીક્ષા આપી મુનિ રામચંદ્ર નામ આપ્યું. લક્ષણ, દર્શન અને સાહિત્યનું અધ્યયન કરી તેઓ વિ. સં. ૧૭૪( ઈ. સ. ૧૧૧૮)માં આચાર્ય થયા અને એમણે દેવસૂરિ તરીકે પ્રસિદ્ધિ મેળવી. એમણે રાજા સિદ્ધરાજ સમક્ષ દેવધિ નામના ભાગવત વિદ્વાનને પિતાની વિદ્વત્તાથી પ્રસન્ન કર્યો હતો. દક્ષિણના ફર્ણાટક પ્રદેશના જૈન દિગંબર વાદી આ. કુમુદચંદ્ર સાથે દેવસૂરિને સિદ્ધરાજ જયસિહની અધ્યક્ષતામાં વિ. સં. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૫)માં વાદ થયે તેમાં દેવસૂરિને વિજય થયો ને તેઓ “વાદી દેવસૂરિ તરીકે પ્રસિદ્ધિ પાગ્યા. તેઓ આ વાદમાં કયા ન હોત તે ગુજરાતમાં શ્વેતાંબરનું નામનિશાન ન હોત. આ વાદવિષયક અતિહાસિક માહિતી “મુદ્રિતકુમુદચંદ્ર નાટકમાં કવિ યશશ્ચંદ્ર આપે છે. આ. વાદી દેવસૂરિએ ગુજરાતમાં પ્રમાણુવિદ્યાનો પાયો નાખતે પ્રમાણશાસ્ત્રને પ્રમાણુનયતનવાલેક” નામે સૂત્રાત્મક ગ્રંથ આઠ પહેદોમાં જ છે ને એના ઉપર “સ્યાદાદરનાકર' નામક મોટી ટીકા પણ એમણે જ ચી છે. આ રચનામાં એમના શિષ્ય આ. ભદ્રેશ્વરસૂરિ અને આ. રત્નપ્રભસૂરિ સહાયક હતા. એમણે આ