________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૨૯૧ , જ્યારે બધા શિષ્યોની પરીક્ષા લેવાતી હતી ત્યારે મુનિચંદ્રસૂરિએ આપેલા જવાબથી ( શાંતિસૂરિ ખૂબ સંતુષ્ટ થયા. મુનિચંદ્રનો બૌદ્ધિક ચમત્કાર જોઈ શાંતિસૂરિએ એમને પોતાની પાસે રાખી પ્રમાણુશાસ્ત્ર વિશેષ અભ્યાસ કરાવ્યું હતું.
આ. મુનિચંદ્રસૂરિએ નાના-મોટા ૩૦ ગ્રંથ રચ્યા છે. કેટલાક ગ્રંથ તે આ. હરિભદ્રસરિએ રચેલા ગ્રંથના વ્યાખ્યાનરૂપે છે. કેટલાક ગ્રંથ પાટણમાં રહીને રચ્યા છે. કેટલાક ગ્રંથ આ પ્રકારે છે : ૧. અનેકાંત જયપતાકા-ટિપણ, ૨. લલિતવિસ્તરા-પંજિકા, ૩. ઉપદેશપદ-સુખધા-વૃત્તિ, ૪. ધર્મબિંદુ-ત્તિ, પ. યોગબિંદુવૃત્તિ, ૬. કમ પ્રકૃતિ-વિશેષવૃત્તિ, ૭. આવશ્યક(પાક્ષિક)-સપ્તતિકા, ૮. રસાલે (પ્રાકૃતમય) પ્રશ્નોત્તર, ૯. સાર્ધશતક-ચૂર્ણિ, ૧૦. ગાયાકોશ વગેરે ગ્રંથો ઉપલબ્ધ છે. - નેમિચંદ્રસૂરિ (ઈ. સ. ૧૧ મો સિક) : આ. જિનચંદ્રસૂરિના શિષ્ય આ. - નેમિચંદ્રસૂરિએ પ્રવચનસારોદ્વાર' નામક ગ્રંથની રચના કરી છે. આમાં ૨૭૬ હારેમાં ૧૫૯૯ ગાથાઓથી જૈનધર્મ સંબંધી અનેક વિષયો ઉપર વર્ણન કર્યું છે. બીજી રીતે કહીએ તે આ ગ્રંથને જૈન વિશ્વકોશ ગણી શકાય.
આ “પ્રવચનસાધાર' પર આ. સિદ્ધસેનસૂરિએ ટીકા રચી છે.
મલયગિરિસૂરિ : આગમ સાહિત્યના સૌથી મોટા ટીકાકારોમાં આ. મલયગિરિનું સ્થાન મહત્વનું છે. એમણે પોતાની અનેક કૃતિઓ પૈકી કઈમાંયે રચના વર્ષ આપ્યું નથી તેમ પોતાના વિશે પણ કશી માહિતી આપી નથી.
એમણે પતે રચેલું “શબ્દાનુશાસન' જે “મુષ્ટિવ્યાકરણ” પણ કહેવાય છે, તેમાં -એમણે માત કુમારપાત્ર સંતાન એવું ઉદાહરણ આપ્યું છે.૪૪ અને એમાં ક્રિયાપદ હ્યસ્તન ભૂતકાળમાં હેઈ કર્તા થડા સમય ઉપર બનેલા બનાવની વાત કરે છે એવું અનુમાન સ્વાભાવિક રીતે થઈ શકે. આ. મલયાગરિ ગુજરાતમાં થઈ ગયા એ તે નિશ્ચિત છે, પણ ઉપર્યુક્ત પ્રમાણના આધારે તેઓ ઈ. સ.ના ( ૧૨મા સૈકામાં થયેલા રાજા કુમારપાલ (ઈ.સ. ૧૧૪૩-૧૧૭૩) ના અને આ. 'હેમચંદ્રસૂરિના સમકાલીન હેય. આમ છતાં તેઓ આ. હેમચંદ્રસૂરિને ગુરુ જેવું માન આપતાં આવશ્યક સૂત્ર ઉપરની એમની ટીકામાં કુલ રસુતિપુ જુદ: એવી નેધ કરે છે. આ. મલયગિરિએ ચેલા ગ્રંથ આ પ્રકારે જાણવા મળે છે? 1. આવશ્યકસૂત્ર-વૃત્તિ ૪૫ ૨. ઓઘનિક્તિ -વૃત્તિ, ૩. જીવાજીવભિગમસૂત્રવૃત્તિ, ૪. તિબ્બરંડક-વૃત્તિ, ૫. નંદિસવ-વૃત્તિ, ૬. પિંડનિર્યુક્તિ-વૃત્તિ, ૭. પ્રજ્ઞાપનાવૃત્તિ, ૮. ભગવતીસૂત્ર તીયા ક-કૃતિ, ૯. રાજકીય-વૃત્તિ, ૧૦. વ્યવહારસ્વવૃત્તિ, ૧૧. સૂર્યપ્રાપ્તિ-વૃત્તિ, ૧૨. વિશેષાવશ્યક-વૃત્તિ, ૧૩. બૃહત્કલ્પસૂત્રની પીઠિકા ઉપરની વૃત્તિ-એ પછીની વૃત્તિ સેમરીએ પૂર્ણ કરી છે.