________________
ખંડ ૧ સોલંકી રાજ્ય
પ્રકરણ ૧ અણહિલપાટક પત્તન : ગુજરાતની પ્રસિદ્ધ રાજધાની
સ્થાપના
ગુજરાતની પ્રસિદ્ધ રાજધાની પાટણની સ્થાપના અનુશ્રુતિ અનુસાર સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં (પરંતુ અદ્યતન સંશોધન અનુસાર એના પછી એક વર્ષે) થઈ. એ ચાવડા, સોલંકીઓ અને વાઘેલા(સોલંકી)ઓનું પાટનગર હતું (ઈસ્વી સનના ચૌદમા શતકના આરંભ સુધી). મુસ્લિમ રાજ્યકાલમાં ય, ઈસ્વી સનના પંદરમા શતકના આરંભમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યાં સુધી, પાટણ ગુજરાતની રાજધાની રહ્યું. અર્થાત પાંચ-છ શતાબ્દી કરતાં વધારે સમય સુધી એ નગર ગુજરાતનું રાજકીય, વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું. એના વિશે વિપુલ સમકાલીન સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે. “સ્વાભાવિક છે કે ગુજરાતની ઐતિહાસિક રાજધાનીઓને વિચાર કરતાં અણહિલપુર પાટણ જ મનમાં પહેલું આવે, બીજી રાજધાનીઓ ઇતિહાસકારોની ને જેવી લાગે.
વનરાજ ચાવડાએ પિતાના સહાયક અણહિલ નામે ભરવાડના નામે આ નગર વસાવ્યું એવી સામાન્ય માન્યતા છે, પણ જિનપ્રભસૂરિ એમના પ્રાકૃત
વિવિધતીર્થકલ્પ”માંના “અણહિલપુરસ્થિત-અરિષ્ટનેમિકલ્પ માં જે માહિતી આપે છે તે પ્રમાણે, લફખારામ નામે પ્રાચીનતર ગામની જગાએ અણહિલપત્તન વસ્યું હતું. જિનપ્રભસૂરિએ નોંધેલી અનુકૃતિ બને ત્યાં સુધી એમના શબ્દોમાં જ જોઈએ ?
પૂર્વકાલમાં કન્યકુબ્સ નગરમાં યક્ષ નામે મહર્ધિસંપન્ન નગમ અથવા વેપારી રહેતું હતું. એ એક વાર વાણિજ્ય માટે, બળદના મોટા સાથે સાથે. કરિયાણાં એકત્ર કરી, કન્યકુજાધિપતિની પુત્રી મહણિગાને કંચુલિકા સંબંધ આપવામાં આવેલ, કન્યકુબ્ધપ્રતિબદ્ધ અથવા કનોજના તાબાના, ગુર્જરદેશ તરફ નીકળે અને એણે અનુક્રમે સરસ્વતીના તટ ઉપર લફખારામમાં પડાવ નાખ્યો. પૂ અણહિલવાડ પટ્ટણનું એ નિવેશસ્થાન હતું. સાર્થને ત્યાં પડાવ નાખીને એ વેપારી રહેતું હતું અને વર્ષાઋતુ આવી પહોંચી. ભાદ્રપદ માસમાં