________________
૨૦૧] સેલંકી કાલ
[ પ્ર. આ આચાર્યો “શ્રેયાંસનાથ ચરિત” પણ પ્રાકૃતમાં રચ્યું હોય એમ જણાય છે. - વર્ધમાનસૂરિ: નવાંગીવૃત્તિકાર આ. અભયદેવસૂરિના શિષ્ય આ. વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪ (ઈ.સ. ૧૦૮૪)માં ૧૫૦૦૦ પ્રાકૃત ગાથામાં “મનોરમાચરિત' જયસિંહદેવના રાજ્યકાલમાં રચ્યું છે અને ૧૦૦૦ લેકપ્રમાણુ “આદિનાથચરિત” પણ પ્રાકૃતમાં રચ્યું છે. આ ચરિત પાંચ અવસરેમાં વિભક્ત છે. આદિનાથનું આવડું મોટું ચરિત બીજા કોઈ કવિનું મળ્યું નથી. ક્યાંક અપભ્રંશ ભાષાને પણ ઉપયોગ કર્યો છે.
દેવચંદ્રસૂરિઃ પૂર્ણતલગચ્છના આ. ગુણસેનસૂરિના શિષ્ય અને આ. હેમચંદસૂરિના ગુરુ આ. દેવચંદ્રસૂરિએ વિ. સં. ૧૧૬૦ (ઈ. સ. ૧૧૦૪)માં પ્રાકૃતમાં પધાત્મક ૧૨૧૦૦ શ્લેકપ્રમાણ “સંતિનાચરિય” નામનો ગ્રંથ રચ્યો છે. આવડું મોટું શાંતિનાથનું ચરિત બીજા કેઈ કવિએ રચેલું જણાતું નથી.
વળી, એમણે ૧૭ કડવકમાં “સુલસફખાણ' નામક ચરિતગ્રંથ અપભ્રંશમાં ર છે. એ સિવાય આ. પ્રદ્યુમ્નસૂરિના “મૂલસુદ્ધિપયરણ” ગ્રંથ ઉપર વિ. સં. ૧૧૪૬ ઈ. સ. ૧૦૮૯)માં ટીકા રચી છે. - જિનદત્તસૂરિ આ. જિનવલ્લભસૂરિની પાટે આ. જિનદત્તસૂરિ નામના આચાર્ય થયા. વિ. સં. ૧૧૩૨(ઈ. સ. ૧૦૭૬)માં એમને જન્મ ધોળકામાં થયેલ. એમને ધર્મદેવ ઉપાધ્યાયે વિ. સં. ૧૧૪૧(ઈ. સ. ૧૦૮૫)માં દીક્ષા આપી “સોમચંદ્ર” મુનિ નામ આપ્યું. આચાર્યપદવી મળતાં તેઓ “જિનદત્તસૂરિ' નામથી પ્રસિદ્ધ થયા. એમણે અનેક ગ્રંથ રચ્યા છે. અપભ્રંશના ત્રણ ગ્રંથે પૈકી ૧. “ચર્યરી' એમણે વાગડપ્રદેશમાં વિહાર કરતાં જિનવલ્લભસૂરિની સ્તુતિરૂપે ૪૭ કડીઓમાં કુંદછંદમાં રચી છે; ૨. “ધર્મોપદેશરસાયનરાસ’ ૭૦ ચોપાઈબંધમાં રચેલે પ્રાપ્ત થાય છે. આમાં ગુરુ અને શ્રાવકનાં લક્ષણો ઉપર ભાર મૂકતાં ઉપદેશ આપવામાં આવ્યો છે; અને ૩. “કાલસ્વરૂપકુલક” પણ ઉપદેશાત્મગ્રંથ છે. આ સિવાય એમણે ૪. ગણધર-સાર્ધશતક (પ્રા.), ૫. સંદેહદેલાવલી (પ્રા.), ૬. ચિત્યવંદનકુલક (પ્રા.), ૭. ગણધરસપ્તતિ (પ્રા.), ૮. સર્વાધિષ્ઠાવિસ્મરણસ્તોત્ર (પ્રા.), ૯. સુગુરુપરતંત્ર્ય, ૧૦. વિંશિકા, ૧૧. વિવિનાશિસસ્તોત્ર, ૧૨. ઉપદેશકુલક, ૧૩. વ્યવસ્થાકુલક, ૧૪. શ્રુતસ્તવ, ૧૫. અધ્યાત્મગીત, ૧૬. ઉસૂત્રપદઘાટનકુલક, ૧૭. દર્શનકુલક વગેરે ગ્રંથ રચ્યા છે.
એમણે “કાલસ્વરૂપકુલક” પાઈમાં એક એતિહાસિક માહિતી આપી છેઃ विकमसंवच्छरि सयबारह हुथइ पणहउ सहु घरबारह । એટલે વિ. સં. ૧૨૦૦(ઈ. સ. ૧૧૪૪)માં બધાં ઘરબાર નાશ પામ્યાં. મતલબ