________________
ર૭૮ ] સેલંકી કાલ
[ પ્રખંડન કરીને “ન્યાયાવતાર –માન્ય પરોક્ષના બે ભેદ વ્યવસ્થિત કર્યા છે. આ રચના મધ્યમપરિમાણ છે. “પ્રમાલિક્ષ્મ” ઉપર પિતે પણ વૃત્તિ પણ રચી છે.
એમણે સં. ૧૧૦૮(ઈ. સ. ૧૦૫૨)માં “કહાયકોસ' રચ્યો છે, જેમાં મૂળ ૩૦ ગાથા પ્રાકૃતમાં છે અને એના ઉપર પ્રાકૃતમાં જ ટીકા રચી છે, જેમાં ૩૬ મુખ્ય અને ૪-૫ અવાંતર કથા છે. આ કથાઓની રચના દ્વારા એમના અનેકવિધ પાંડિત્યનો પરિચય મળે છે.
એમણે “લીલાવઈકહા” પ્રાકૃત પદ્યમાં સં. ૧૦૮૨(ઈ. સ. ૧૦૨૬) અને સં. ૧૦૯૫(ઈ. સ. ૧૦૩૯)માં આશાપલ્લીમાં રહીને રચી છે. આ કથા પદલાલિત્ય, શ્લેષ અને વિવિધ અલંકારોથી વિભૂષિત છે, પણ આ કયા ઉપલબ્ધ થઈ નથી. આ ગ્રંથનું આ. જિનરત્નસરિએ સં. ૧૨૪૮(ઈ.સ. ૧૧૯૨)માં સંસ્કૃત શ્લેકબદ્ધ ભાષાંતર “નિર્વાણલીલાવતીસાર” નામથી કર્યું છે. આ સાર ૨૧ ઉત્સાહમાં ૬૦૦૦ કપ્રમાણ છે.
બુદ્ધિસાગરસૂરિઃ આ વર્ધમાનસૂરિના શિષ્ય બુદ્ધિસાગરસૂરિ પણ વિવિધ વિષયોમાં વિશારદ હતા. એમણે સં. ૧૦૮૦(ઈ. સ. ૧૦૨૪)માં “પંચગ્રંથી.” નામે વ્યાકરણ–ગ્રંથની ૭૦૦૦ પરિમાણ રચના જારમાં રહીને કરી હતી.૧૧ આ વ્યાકરણ ગદ્ય-પદ્યમાં છે. શ્વેતાંબર જનોનું આ સર્વપ્રથમ સંસ્કૃત વ્યાકરણ ગણાય છે. વળી એમણે “છંદશાસ્ત્ર” રચ્યું હોવાનો ઉલ્લેખ પણ મળે છે,૧૨ પણ એ ગ્રંથ હજ ઉપલબ્ધ થયો નથી. આ. વર્ધમાનસૂરિએ સં. ૧૧૪ (ઈ. સ. ૧૦૮૪)માં રચેલી “મને રમાકથા'ની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે આ બુદ્ધિસાગરે વ્યાકરણ, છંદ, નિઘંટુ, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ વગેરે રચાં, હતાં, પણ એ રચનાઓ હજી સુધી પ્રાપ્ત થઈ નથી.
ચંદનાચાર્ય શ્વેતાંબર જૈનાચાર્ય મહાકવિ ચંદનાચાર્ય ના શિષ્ય. હતા એ જાણવામાં આવ્યું નથી, પણ એમણે “અશોકવતીકથા' નામે સુંદર કવિત્વપૂર્ણ કથાની રચના કરેલી એ વિશે ઉલ્લેખ ઈ. સ.ની ૧૧મી સદીમાં થયેલે સેઢલ કવિ પિતાના મિત્ર તરીકે કરે છે. આ કથાગૂંચ હજી ઉપલબ્ધ થયો નથી. ૧૩
વિજ્યસિંહસૂરિ વિજયસિંહરિ નામના શ્વેતાંબર જૈનાચાર્યો અનેક ખગ-કાવ્ય રચ્યાં હતાં અને એમની શીધ્ર રચનાઓથી પ્રસન્ન થઈને નાગાર્જુન નામના કેઈ રાજાએ એમને “ખડ્રગાચાર્ય'ના બિરુદથી સંમાનિત કર્યા હતા. કવિ સેઢલે એમના પિતાના મિત્ર તરીકે ઉલ્લેખ કર્યો છે. ૧૪ એમનાં કાવ્યો પૈકી કોઈ કાવ્ય હજી સુધી ઉપલબ્ધ થયું નથી.