________________
૨૭૪ ]
સોલંકી કાલ
ગુજરાતમાં આ કાલ દરમ્યાન બ્રાહ્મણ જૈન વગેરે સંપ્રદાયોના ૨૦૦ જેટલા વિદ્વાનોએ રચના કરી હોવાનું જાણવા મળે છે. કાલક્રમે એમનાં પ્રદાન નીચે પ્રમાણે છે:
શ્રીચંદ્ર: ચૌલુક્યરાજ મૂલરાજ ૧ લાના રાજ્યકાલમાં પાટણમાં શ્રીચંદ્ર નામના એક દિગંબર જૈનાચાર્યો “કહાંકે' નામક કથાગ્રંથ અપભ્રંશ ભાષામાં રચ્યું છે. આમાં અનેક કથાઓને સંગ્રહ છે. ગ્રંથના અંતે આપેલી ગ્રંથકારપ્રશસ્તિ પ્રમાણે કુંદકુંદાચાર્યની પરંપરામાં શ્રી કીર્તિ મુનિના શિષ્ય શ્રુતકીર્તિ થયા, એમના શિષ્ય ગુણાકારકીર્તિ, એમના શિષ્ય વીરચંદ્ર અને એમના શિષ્ય શ્રીચંદ્ર મુનિ થયા. આ શ્રીચંદ્ર મુનિએ ગૂલરાજ રાજાના ગેબ્દિક અને અણહિલપુરના વતની પ્રાગ્વાટ સજજનના પુત્ર કૃષ્ણના કુટુંબને ઉપદેશ આપવા નિમિત્તે ૫૩ સંધિબંધમાં સં. ૯૯૮ માં આ કયાગ્રંથ રચ્યો છે.
જબૂ મુનિ ઃ ચંદ્રગચ્છના જંબૂ (જંબૂનાગ) ગુરુએ સં. ૧૯૦૫ (ઈ.સ. ૮૪૯) માં સંસ્કૃતમાં “જિનશતક” સ્તોત્ર સ્ત્રગ્ધરા છંદમાં રચ્યું છે. આ શતક જિનેશ્વરનાં ચરણ, હસ્ત, મુખ અને વાણી એ ચાર વર્ષે વિષયના પચીસ પચીસ શ્લેકમાં વિભકત છે. એના ઉપર સાંબ મુનિએ ટીકા રચી છે.
વળી જંબૂ મુનિએ “ચંદ્રદૂત” નામે ૨૩ પદેનું કાવ્ય રચ્યું છે તેમજ મુનિ પતિચરિત” નામે ગ્રંથ રચ્યો છે. આને કેટલાક મણિપતિચરિત્ર' પણ કહે છે.
સાંબ મુનિ : નાગૅદ્રગચ્છના સાંબ મુનિએ જંબૂ મુનિના “જિનશતક સ્તોત્ર ઉપર સં. ૧૦૨૫(ઈ. સ. ૯૬૯)માં સંસ્કૃતમાં ટીકા રચી છે. ટીકાના અંતે જણાવ્યા મુજબ પાર્શ્વનાગ નામના શ્રાવના પુત્ર મહેનના પુત્ર દુર્ગકની પ્રેરણાથી સાંબ મુનિએ આ ટીકા ૧૫૫૦ શ્લોક-પ્રમાણમાં રચી છે.
કવિ ધનપાલ : કવિ ધનપાલ માલવપતિ મુંજ, સિંધુરાજ અને ભેજની વિદ્વત્સભાનો અગ્રણી પંડિત હતો. મૂળ એ બ્રાહ્મણ હતો અને એના ભાઈ જૈનાચાર્ય શોભન મુનિના ઉપદેશથી એણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો. એણે વિ. સં. ૧૦૨૯(ઈ. સ. ૯૭૩)માં રચેલી “પાઈયલચ્છી નામમાલા પ્રસિદ્ધ છે. પ્રાકૃત ભાષાને આ સર્વ પ્રથમ કોશિગ્રંથ મનાય છે. આ. હેમચંદ્ર પિતાના “અભિધાનચિંતામણિ” નામના કેશમાં વ્યુત્પત્તિર્ધનપાતઃ એ પં. ધનપાલ માટે માનભર્યો ઉલ્લેખ કર્યો છે. આથી એવી પણ સંભાવના થાય છે કે પં. ધનપાલે સંસ્કૃતિને કોઈ કેશગ્રંથ રચ્યો હશે. વળી, આ. હેમચંદ્ર “ શીશખસંગ્રહમાં ધનપાલના મતને કેટલાક ઉલ્લેખ કર્યા છે એથી એણે કોઈ કશી શબ્દને કેશગ્રંથ પણ