________________
૧૧ મું ] પરિશિષ્ટ
[ ર૬૩ મુરલી થતાં, ભરૂચ બંદરે માલવ્યવહારનું કામ ઝડપી બનેલું. ગુજરાત, પંચમહાલ, મુંબઈ, મધ્ય ભારત, રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશ તરફથી અનાજ, કેરોસીન, રૂની ગાંસડીઓ વગેરેની હેરફેર મલબાર, કેરાલા, ત્રાવણકોર, રત્નાગિરિ, મુંબઈ, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ભરૂચ મારફતે થવા લાગી હતી.
આવું ધીકતું બંદર પડી ભાંગ્યું એનાં મુખ્ય બે કારણ છેઃ પરદેશમાં નિકાસ થતા રૂની માંગ ઘટી જતાં એના ઉત્પાદકે અને વેપારીઓ દેવામાં ડૂબી ગયા. એથી બંદરના વેપારને મોટો ફટકો પડ્યો. ઈ. સ. ૧૯૩૭ માં નર્મદા નદી પર રેલવેને નવો પુલ બંધાયો ત્યારે પુલના થાંભલા જમીનમાં ઉતારવા ખોદી કાઢવામાં આવેલી લાખો ટન માટી નદીના વહેણમાં જ નાંખવામાં આવી, આથી, ફુરજાથી માંડીને દરિયાના મુખ સુધી ધીરે ધીરે પુરાણું થતું ગયું અને ઠેર ઠેર રેતીના પટ (sand-bars) પથરાઈ ગયા. પાણું છીછરું થતાં મોટાં વહાણ આવતાં બંધ થયાં. ભરૂચની જાહેરજલાલી ધીરે ધીરે અસ્ત થતી ગઈ અને એ માત્ર નામશેષ બંદર બની રહ્યું.
અત્યારે ભરૂચ બંદરે વધુમાં વધુ ૬૦ ટનની શકિત ધરાવતાં વહાણ જ આવી શકે છે. એવાં નાનાં વહાણોને પણ, છીછરા પાણીને કારણે, જુવાળ(ભરતી)ની રાહ જોવી પડે છે અને દરિયાના મુખથી બંદર લગી ધીમે ધીમે આવતાં ચારપાંચ દિવસ લાગે છે. રેતીના જોખમ ભર્યા જળમાર્ગને કારણે વહાણુનું નૂર વધુ લેવાય છે. બહારથી આવતાં વહાણ ભરૂચને મુકાબલે વધુ લાંબું અંતર ધરાવતા ભાવનગર જાય તો એના નૂરનો દર ઓછો લેવાય છે, કારણ કે એ તરફને માર્ગ સલામત છે. આજે ભરૂચમાં ખજૂરની આયાત ત્રણ કરોડ કિ. ગ્રા. માંથી ધટીને ત્રણ લાખ કિ.ગ્રા. થઈ છે. એકથી સવા લાખ નાળિયેર ભરીને આવતાં વહાણેને બદલે ૬૦ હજાર નાળિયેર ભરાઈ શકે એવડાં વહાણ જ આવી શકે છે. કપાસિયાની નિકાસ ઘટીને દર વર્ષે ૩,૩૯ ટનની થઈ ગઈ છે. પહેલાં વર્ષે ૪,૦૦૦ જેટલાં વહાણ આવતાં, એને બદલે હાલ ૫૦૦ જેટલાં વહાણ આવે છે. પરદેશો સાથે વ્યવહાર લગભગ બંધ થઈ ગયો છે અને મુખ્યત્વે સૌરાષ્ટ્રનાં બંદરો સાથે વ્યવહાર જળવાઈ રહ્યો છે.
ભરૂચની બંદર તરીકેની પ્રતિષ્ઠા ઘટતાં બીજી પણ કેટલીક માઠી અસરો થવા પામી છે. વહાણો પર માલનો ચડાવઉતાર કરનાર સેંન્ડો મજુરો, ખલાસીઓ, વહાણ બનાવનારા મિસ્ત્રીઓ તેમજ દોરડાં અને સઢ બનાવનારા કારીગર બેકાર બની ગયા અને વેરવિખેર થઈ ગયા. પહેલાં ભરૂચના બંદરે છોડાવાળાં નાળિયેરનાં છોડાં ઉતારવા સેંકડો છલણિયા રોકાતા, આજે એમની પણ સંખ્યા