________________
૨૫૮ ] સેલંકી કાલ
[પ્ર. કિંમતી ઝવેરાત, પિશાક, વાજિંત્ર, ખૂબસૂરત બાંદી, ગુલામ વગેરેની પર દેશથી અહીં આયાત થતી અને હિંદની મશહૂર ચીજે ભરૂચથી પરદેશ જતી.
ખા, ઘી, તેલ, ખાંડ, રૂ, મશરૂ, મલમલ, રેશમ, રંગીન વાસણે, કપૂર, ગંધક, ધૂપ, તજ, મરી વગેરે તેજાના, સોનું, કાપડ વગેરેની નિકાસ થતી.
બૌદ્ધ જાતક-કથાઓમાં સુવર્ણ ભૂમિ (હિંદી ચીન) અને સુવર્ણદ્વીપ (મલાયા દ્વીપસમૂહ)ના “ભરુકચ્છ” સાથેના વ્યવહારના ઉલ્લેખ મળે છે. “ભરજાતકમાં જણાવ્યા પ્રમાણે બોધિસત્વ હિમપ્રદેશમાંથી મીઠું અને સરકે ખરીદવા વેપારીઓના કાફલા સાથે ભરૂચ ગયા હતા. “સુપારક જાતકમાં બોધિસત્ત્વ ભરૂચના નાવિક હોવાનું અને સોપારા-ભરૂચ વચ્ચેનું અંતર વહાણુ એક રાત્રિમાં કાપી શકે તેટલું હોવાનો ઉલ્લેખ મળે છે. “સુસ્સેદી જાતક અનુસાર સુમાત્રા અને ભરકચ્છ વચ્ચે નિયમિત વેપાર ચાલતો હતો. ઈ. પૂ. ૫૦૦ થી ભરૂચ અને સોપારા ધીકતાં બંદર હતાં. જૈન સાહિત્યમાં તેમજ “કથાસરિત્સાગરમાં પણ ભરૂચ બંદરના અનેક ઉલ્લેખ મળે છે. પાલિ ભાષામાં લખાયેલા લંકાના પ્રાચીન ગ્રંથ “મહાવંસ અનુસાર લાટના સિંહપુર(શિહેર)ના સિંહબાહુ રાજાના પુત્ર રાજકુમાર વિજયે બંદરેથી નીકળી, લંકા પર વિજય પ્રાપ્ત કરી, એનું નામ સિંહલદીપ રાખ્યું હતું. આ રીતે ત્યાં ઈ. સ. પૂર્વેના ૬ ઠ્ઠા સૈકામાં સૌથી પહેલી ભારતીય વસાહત સ્થાપી હતી. “વિવિધતીર્થકલ્પ' નામે જૈન ગ્રંથ અનુસાર, લંકાની એક રાજકુમારીએ અનેક વહાણના રસાલા સાથે ભરૂચ આવીને ત્યાં શનિકાવિહાર' નામે જિનમંદિર બંધાવ્યું હતું. “લંકાની લાડી ને ઘોઘાને વર' એ કહેવત ગુજરાત-લંકાના સાંસ્કૃતિક સંબંધની દ્યોતક છે.
મહીની દક્ષિણને, ભરૂચની આસપાસના પ્રદેશ ઈસ્વી પૂર્વેથી લાટ પ્રદેશ તરીકે ઓળખાય છે. અરબી સમુદ્રને અરબો “લાટને સમુદ્ર’ કહેતા. દસમી સદીમાં અલ મસૂદી આફ્રિકા અને ભારતવર્ષ વચ્ચેના સમુદ્રને “લારવી સમુદ્ર” કહે છે કે – લાપ્રદેશનું પાટનગર અને પ્રસિદ્ધ તીર્થધામ ભરૂચ આર્થીકરણનું પ્રાચીન કેંદ્ર હતું એમ શ્રી. રસિકલાલ પરીખ નોંધે છે. “કંદપુરાણુ'ના પ્રભાસખંડની કથા મુજબ વલભીમાં રહેલા શર્યાતિએ પોતાની દીકરી સુકન્યા ભાર્ગને પરણાવેલી. આ ભાર્ગવે તે ભૃગુ ઋષિના વંશજો ગણાય છે. કેટલાક વિદ્વાનો ભગુઓને અસુર જાતિના ગણે છે. આર્યોના આગમન પહેલાં ઉત્તર ભારતમાં અસુર પ્રજા રહેતી હતી એ તે હકીકત છે. આ અસુરે આર્યો કરતાં પણ વધુ સુધરેલા હતા અને શહેર બાંધીને રહેતા હતા. વાણિજ્ય, સ્થાપત્ય, વહાણવટું અને વ્યાજવટું એ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. પાછળથી આર્યપ્રજા સાથેના સંઘર્ષને કારણે