________________
૧૧ સુ' ]
આર્થિક સ્થિતિ
[ ૨૫૧.
એ ઉપરાંત સારઠના ચૂડાસમા અને આહીરા હિંદી મહાસાગરમાં ઘૂમતા અને ચાંચિયાગીરી પણ કરતા.૪૬ માાલા લખે છે કે ગુજરાતના ચાંચિયા દુનિયામાં સૌથી ખરાબ છે.૪૭ આ ફરિયાદ માર્કાપાલાએ વખતે કઈ કડવા અંગત અનુભવને પરિણામે કરી હોય, પણ ગુજરાતમાં સાહસિક નાવિકાની તંગી નહોતી એટલું. તે નિશ્ચિત છે અને તેએ વેપાર અને ચાંચિયાગીરી તેમાં પ્રવીણ હશે એમ. લાગે છે.૪૮
'
ગુજરાતના કિનારે વસેલા પરદેશી વહાણુવટીએ અને વેપારીઓમાંના કેટલાક અનુકૂળ તકના લાભ લઈ યેનકેન પ્રકારેણ ધન ભેગું કરી, સત્તાધારી બની એસતા હશે એમ લાગે છે. ભેાળા ભીમદેવના શિથિલ રાજ્યકાલ દરમ્યાન ખંભાતમાં પ્રવતા માહ્ય ન્યાય દૂર કરવા માટે ત્યાં સૂબા તરીકે નિમાયેલા વસ્તુપાલના વૃત્તાંતમાં ખંભાતના સત્તાધીશ થઈ બેઠેલા સઈદ નામે એક મુસ્લિમ નૌવિત્તિકના પ્રસંગ પ્રબધામાં આવે છે તે તત્કાલીન ગુજરાતના આર્થિક જીવનની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. ખંભાતમાં સઈદની સત્તા એટલી જામી ગયેલી હતી કે પચાસ સવાર અને ખસેા પદાતિ સાથે વસ્તુપાલ પેાતાની નવી કામગીરી સંભાળવા ખંભાત ગયા ત્યારે નિયાગીઓ-અધિકારીએએ એને કહ્યું: પહેલાં સઈદને ધેર જઈ એ. પછી ઉતારે જજો.' પણ મંત્રી એને મળવા નહિ જતાં પેાતાને ઉતારે ગયા. બીજે દિવસે મંત્રીએ સદને ખેલાવીને કહ્યુ કે ‘ જલમંડપિકા-જળમાર્ગે આવતા માલની માંડવી અર્થાત્ જકાતમથક( ના ઈજારા )ની ત્રણ લાખ દ્રમ્મથી યાચના કરાય છે.' સઈદે કહ્યું : ' તા બીજાને આપા, હું છેાડી દઉં છું.' વળી ખીજે દિવસે કહ્યું : ચલમંડપિકા-સ્થળમાર્ગે આવતાજતા માલની માંડવીની પાંચ લાખ દ્રથી યાચના કરાય છે.' સઈદે કહ્યું : એ પણ આપી દે, એ હુ છેોડી દઉં છું.' પછી વસ્તુપાલે એ તથા ખીજા કામેા ઉપર પોતાના માણસને મૂકા, એટલે સઈ દે ભરૂચના રાજા, પોતાના મિત્ર, શાંખને મદદે ખેલાવ્યા, પણ એમાં શંખનેા પરાજય થયા, એટલે સઈદ નાસીને ( પેાતાના વહાણુમાં) સમુદ્રમાં જતા રહ્યો. મંત્રીએ એને કહેવડાવ્યું : ‘તને કોઈ નહિ મારે. તું વેપારી (અવઢારી) શા માટે નાસી ગયા ? ' સઈ દે ઉત્તર આપ્યા ઃ · મને અભય આપે તે આવું.’ મંત્રીએ કબૂલ રાખીને એને મેલાવ્યા અને ભાજન માટે નિમંત્ર્યા, ત્યાં અંગ-માએ એનાં અંગ મસળી હાડકાં ઉતારી દીધાં. પછી એને ધેર માણસા (જાપ્તા માટે ) મૂકવા. ધેાળકે રાણા વીરધવલને મંત્રીએ કહાવ્યુ` કે સઈદને પરાજિત કર્યાં છે અને એનું સર્વસ્વ રાજકુલમાં આણ્યું છે. પણ એ મેટા. વેપારી છે, એના ધરની ધૂળ મારી પાસે રહેવા દો.' એ ધૂળ સાનાની હતી..
"
*