________________
૨૪૪ ]
સાલકી કાલ
[ પ્ર.
માટે પણ કરે છે... ખરેખર, જગતમાં સર્વોત્તમ અને કલામય તેમજ સૌથી કિંમતી ચામડાના માલ આ રાજ્ય(ગુજરાત)માં તૈયાર થાય છે.’૧૩
સેાલજી કાલનાં નગરા, દુર્ગા, મહાલયા, દેવાલયા, જલાશયા, નિવાસગૃહા આદિના જે અવશેષ આજે છે તે ઉપરથી સ્પષ્ટ છે કે સ્થાપત્ય, શિલ્પ, કડિયાકામ, ઈંટવાડ, પથ્થરકામ, સુથારીકામ આદિ હુન્નરક્લાએ સારી રીતે વિકસેલી હતી. ૧૪ જૂના સમયમાં વિશિષ્ટ સ્થપતિ કે શિલ્પીને સામાન્ય કારીગર ગણવામાં આવતા નહાતા, ઉત્તમ કલાધર ઉપરાંત વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હાઈ એ વિશિષ્ટ સમાનને અધિકારી હતા. રુદ્રમહાલયના રચપતિ ગંગાધર અને એના પુત્ર પ્રાણધરનું તથા ડભાઈના કિલ્લાના શિલ્પી હીરાધરનુ ગુજરાતની અનુશ્રુતિમાં માનાસ્પદ સ્થાન છે. આબુ ઉપર વસ્તુપાલ-તેજપાલની લૂણવસતિનું નિર્માણુ કરનાર સ્વપતિ શાભનદેવની પ્રતિષ્ઠા તત્કાલીન સમાજમાં મહાન આચાય જેવી હતી.૧૫ તત્કાલીન મંદિશ આદિમાં જે ઝીણુ શિલ્પકામ છે તેને માટે જરૂરી હથિયારા. અને એજારા આ પ્રદેશમાં જ તૈયાર થતાં હશે, જેનાથી ધાતુકામનેા સુવિકસિત હુન્નર સૂચિત થાય છે. આરાસુર ઉપર કુંભારિયાનાં મ`દિશ પાસે, અગાઉની આરસની ખાણેાની નજીક, લાખંડના કીટાડા પડેલા છે તે, ખાણામાંથી પથ્થર કાઢવા તાડવા અને એને સુર્યેાગ્ય ધાટ આપવા માટે લેખનાં એજાર બનાવવા માટે લેાખંડ ગાળવાના ઉદ્યોગ સ્થળ ઉપર જ વિકસ્યા હતા એના અવશેષ છે એમ દિા માને છે. ઘર-વપરાશનાં તાંખું, પિત્તળ અને કાંસાનાં વાસણા અને રાચરચીલાં બનાવવાના ઉદ્યોગ સુવિકસિત હતા. અન્ય હુન્નરકલાએમાં સેાની, માળી, કુંભાર, વણકર અને દછના ધંધાના તથા વ્યવસાયામાં પુરેાહિત, જ્યાતિષી, વૈદ્ય, સૈનિક, ધેાબી, રંગાટી, વાળંદ, ધાંચી, તખેાળા, ભાઈ, કલાલ, રસાઇયા, ગાયક, ગણિકા, કદાઈ,૧૬ એડ વગેરેના ઉલ્લેખ છે. ૧૭ - વણૅ ક–સમુચ્ચય ’માં
આ ઉપરાંત છીપા, અંધારા, ગાંછા (વાંસફેાડા), સાગઉટી ( ઇમારતી લાકડાના વેપારી ), પારખી રત્નપરીક્ષક, મણિયાર, ગાંધી, ડબગર, નાથુંટી ( નાણાવટી ) આદિ વ્યાવસાયિકાના ઉલ્લેપ છે,૧૮ અને એ પૂવ પરંપરાનું સાતત્ય હશે એમ માનવુ ન્યાય્ય છે.
વિવિધ ધંધાદારીઓની શ્રેણી અથવા મહાજનનું અસ્તિત્વ ગુજરાતમાં ઘણા પ્રાચીન કાલથી છે. સેાપારામાં સ્થાનિક વેપારીઓનું સમૃદ્ધ મહાજન હતું ; ૧૯ કુમારગુપ્ત ૧ લાના સમયના દશપુર(મ દસેાર)ના લેખમાંથી જણાય છે કે લાટ પ્રદેશમાંથી સ્થળાંતર કરી ત્યાં જઈ વસેલા પટ્ટવાયા( પટવા-પટેાળાં વણનાર કારીગરા )ની શ્રેણીએ ત્યાં ઈ. સ. ૪૩૬ માં સૂર્યનું મંદિર બંધાવ્યું હતું. સાલકી કાલમાં આ શ્રેણીએ