________________
પ્રકરણ ૧૧
આર્થિક સ્થિતિ
આર્થિક સ્થિતિ વિશેની માહિતી અલ્પસ્વલ્પ અને વિપ્રકીર્ણ સ્વરૂપની હેઈ ઐતિહાસિક સાધનોમાંથી એ વિશે મળતા ઉલ્લેખ અહીં બને તેટલા સંકલિત સ્વરૂપમાં રજૂ કર્યા છે.
જીવન ખેતીપ્રધાન હતું. જમીનની માપણી એક હળથી, બે હળથી..ખેડી શકાય, એ રીતે થતી. અભિલેખમાં એને માટે રુઝવા શબ્દનો પ્રયોગ છે. સિદ્ધરાજની જન્મકુંડળી કરનાર જ્યોતિષીને કણે સે હળથી ખેડી શકાય તેટલી જમીન દાનમાં આપી હતી. ગુજરાતમાં મગ, તુવેર, અડદ, ઘઉં, ડાંગર અને જુવાર એ ધાન્ય તથા નારંગી, લીંબુ, જાંબુ, કેળ, કઠાં, કરમદાં, ચારોળી, પીલુ, કેરી, સીતાફળ, બિજોરાં, ખજુર, દ્રાક્ષ, શેરડી, ફણસ એ ફળ થતાં એમ “નાભિનંદનજિનહારપ્રબંધ'માં જણાવ્યું છે. આ ઉપરાંત સોપારી, શ્રીફળ, દાડમ, આંબળાં અને બેર એ ફળ થતાં એમ પ્રાકૃત “ઠયાશ્રયમાં કહ્યું છે. અન્ય સાધનો ઉપરથી જણાય છે કે આ ઉપરાંત મસૂર, ચણા, વટાણા, તુવેર, જવ, જુવાર, તલ, બાજરી, કેદરા વગેરે પાક થત; શેરડી, ગળી, કપાસનું વાવેતર થતું. માંગરોળ (સોરઠ)–રવાડના પ્રદેશમાં નાગરવેલનાં પાન અને સમુદ્ર-કિનારાના પ્રદેશમાં નાળિયેરીનાં ઝાડ થતાં.
પ્રાચીન કાળથી ગુજરાત એના કાપડ-ઉદ્યોગ માટે વિખ્યાત હતું એ પેરિપ્લસ” આદિમાંના ઉલ્લેખો ઉપરથી ઇતિહાસસિદ્ધ છે. પ્રારંભમાં આ કાપડ જાડું તૈયાર થતું, પણ પછીની શતાબ્દીઓમાં એની જાત ઘણી સુધરી હતી અને તેરમી સદીમાં ઇટાલિયન મુસાફર માર્કેપલે ભારતમાં આવે ત્યાર સુધીમાં ગુજરાતને કાપડ-ઉદ્યોગ વિખ્યાત બની ગયું હતું. માર્કોપોલેની પ્રવાસ
ધ અનુસાર, ખંભાત અને ભરૂચમાં અનેક પ્રકારનું કાપડ તૈયાર થતું અને એ બંને બંદરોથી દેશ-વિદેશમાં એની નિકાસ થતી. અબુલ અબ્બાસ અલ-નુવાયરી નામે એક મિસરી ભૂગોળવેત્તાએ ( ઈ. સ. ૧૩૩૨ માં અવસાન ) લખ્યું છે કે ભરૂચમાં થતું કાપડ બજઅથવા “બરોજી” તરીકે અને ખંભાતનું કાપડ “કંબાયતી' તરીકે જાણીતું હતું, જેને બધા પ્રકારનાં કિંમતી વજ ગુજરાતમાં બનતાં હતાં અને બહારથી આયાત થતાં નહોતાં એમ આ ઉપરથી કહી શકાશે નહિ. પાટણનાં વિખ્યાત પટોળાં વણનાર સાળવીને સિહ,