________________
ર૩ર ] સોલંકી કાલ
[ . વૃત્તાંતથી શરમાઈ એ ઘર છઠી, પિતા પાસે આવી રહ્યો હતો, એમ “પ્રબંધચિંતામણિ નો કર્તા મેરૂતુંગ નેધે છે.
રાજકુટુંબની વ્યકિતઓનાં નિતિક ધારણ અંગે બીજી કેટલીક વિગતો પણ મળે છે. મેરૂતુંગની નેંધ મુજબ, ભીમદેવ ૧ લાએ બઉલા (બકુલા) અથવા ચઉલા નામની ગણિકાને, અથવા ચારિત્રસુંદરગણિ અનુસાર કામલતા નામે ગણિકાને, પોતાના અંતઃપુરમાં રાખી હતી.૧૩ કર્ણ સોલંકીને એક હલકી સ્ત્રી પ્રત્યે આકર્ષણ હતું ૧૪ અને ભોજરાજાએ વિજયા પંડિતાને એની વિદ્વત્તા અને કાવ્યચાતુરીથી મુગ્ધ થઈ પિતાની ભગિની બનાવી હતી૫૧ તથા વિઠકુટુંબની પુત્રીને શૃંગારિક કાવ્યો વિશેના એના ચાતુર્યથી મુગ્ધ થઈ પિતાની રાણું બનાવી હતી. રાજાઓને અનેક રાણીઓ ઉપરાંત ઉપપત્નીઓ હતી. આ ઉપપત્નીઓનાં સંતાનની સમાજમાં કંઈ હલકાઈ ગણાતી હોય એવું પ્રાપ્ત ઉલ્લેખ ઉપરથી જણાતું નથી. મેરૂતુંગે મૃણાલવતીને તિલંગ દેશના રાજા તૈલપની બહેન કહી છે, પણ, શુભશીલગણિના કથન મુજબ, એ તૈલપના કાકા દેવલની સુંદરી નામે રખાતની પુત્રી હતી. મૃણાલવતીનું તૈલપની પ્રજામાં બહુમાન હતું, અને તૈલપ ઉપર પણ એને પ્રભાવ પડતો હતો. મેરૂતુંગ નોંધે છે કે ભીમદેવ ૧ લા ની ઉપપત્ની ચીલાને પુત્ર હરિપાલ, એને ત્રિભુવનપાલ અને એને પુત્ર કુમારપાલ હતું. ચારિત્રસુંદરગણિ પ્રમાણે, ભીમદેવની કામલતા નામે ઉપપત્નીના પુત્રો ક્ષેમરાજ અને કર્ણ હતા; કર્ણ બધા વર્ગોથી પૂજિત હેવાથી તથા ભીમદેવે વચન આપ્યું હોવાથી, પિતાના આગમન પછી ક્ષેમરાજે કર્ણને રાજગાદી સોંપી.૧૮ આમાંના વ્યક્તિગત ઉલ્લેખ પરત્વે કદાચિત મતભેદ થવા સંભવ છે, પણ ઉપપત્નીઓના પુત્ર પ્રત્યે સમાજ કેવી દષ્ટિથી જેતે એ ઉપર તે એનાથી પ્રકાશ પડે જ છે. મેરતુંગ અને ચારિત્રસુંદરગણિ જેવા જનત્વના અભિમાનીઓએ પરમાર્કત ગણાયેલા રાજા કુમારપાલની વડદાદી ગણિકા હોવાનું લખ્યું છે એ સૂચક છે.
ગણિકા એ એક નિશ્ચિત સામાજિક સંસ્થા હતી. ગણિકાગ્રહને વિદગ્ધતાનું ધામ કેઈ ઉકિતમાં કહ્યું છે. ભીમદેવ ૧ લાએ ગુજરાતીઓનું ચાતુર્ય બતાવવા માટે ભેજરાજાના દરબારમાં પોતાના તરફથી એક પંડિતને તથા એક ગણિકાને મેકલ્યાં હતાં, જ્યાં તેઓએ પિતાની વિદગ્ધતાથી ભેજને મુગ્ધ કર્યો હતો. ૧૯ વારાંગનાઓ દાનમાં અપાતી. એક રાજાએ વિજેતાને સે વારાંગના દંડ તરીકે આપી હતી. ૨૦ ભોજરાજાએ પિતાને સેનાપતિ કુલચંદ્ર, જે પૂર્વકાલમાં દિગંબર સાધુ હતો, તેને એક સુંદર વારાંગના ભેટ આપી હતી.૨૧ શ્વેતાંબરમાં સુવિ