________________
[ પ્ર
રર૪ ]
સેલંકી કાલ સૂચનાઓ આપવામાં આવતી. જ્યારે કઈ પિઠને દાણના દરમાં રાહત આપવામાં આવતી ત્યારે એના “ગુણાક્ષર” લખી આપવામાં આવતા.૧૬૩ ન્યાયના ચુકાદાના લખાણને “ન્યાયવાદ” કે “ન્યાયપત્ર” કહેતા.૧૪૪ આરોપીના લેખી નિવેદનને “ધર્મચારિકા' કહેતા.૧૫ “ગુણપત્ર” એટલે ગણેતનામું ૧૬૬ ગીરને “આધિ” કહેતા. એને લગતું કરારનામું થતું તેને “આધિપત્ર” કહેતા. ગીરે પેટે જમા કરાવાતા દ્રવ્યની લેખી નેંધ થતી. ૧૭ ગરાસ જપ્ત કરવાના ખતને
ગ્રાસલપન” કહેતા.૧૫૮ ઋણને લગતા તને “વ્યવહારપત્ર' કહેતા.૧૬૯ વળતદાણુ ખતને “વલિતપત્ર” કહેતા.૧૭° ઘર, ખેતર, ઘોડો વગેરે ગીરે મૂકવાના ખતને “અડ્ડાણપત્ર’ કહેતા.૧૭૧ ગીરખતમાં કરેલી શરતનું પાલન ન થતાં મિલકત ડૂલ થાય, એને લગતા તને કૂલિપત્ર” કહેતા.૧૭૨ કઈ વ્યકિત કોઈ અન્યને ધમદા તરીકે ભૂમિનું દાન કરે તે એને લગતું “ભૂમિપત્ર લખી આપવામાં આવતું. ૧૭૩ જમીન, ઘર, ઘોડા, દાસી વગેરેના વેચાણને લગતાં ખત લખાતાં ૧૭૪ બાપીકી મિલક્તની વહેંચણીને લગતા ખતને “વિલંગપત્ર” કહેતા.૧૭પ જ્યારે કોઈ સજજન વિરુદ્ધ રાજકુલમાં આપ મૂકવામાં આવે ત્યારે એણે ધર્માધિકરણીય ન્યાયાધીશે)ને “ગર્દભપત્ર” લખી આપવું પડતું કે હું એ ન્યાયાધીશોને કે રાજકુલને ન્યાય કરતાં કંઈ હરકત કરું તો ગર્દભ કે ચાંડાલના મોતે મરું.૧૭૬ જ્યારે કેઈ બે તકરારી પક્ષો વચ્ચે સમાધાન કરી આપવામાં આવતું ત્યારે એને લગતું “શીલપત્ર’ નામે ખત લખાતું.૧૭૭ સમૂહગત કરારનામાને
સમયપત્ર” કહેતા. ૧૮ બે રાજાઓ વચ્ચેના સંધિના કરારને “યમલપત્ર” કહેતા.૧૭૮ લગ્નની ફારગતીને લગતા લખાણને “ઢૌકનપત્ર” કહેતા.૧૮• જ્યારે કુટુંબના કોઈ દુરાચારી સભ્યને સામાજિક બહિષ્કાર કરવામાં આવતા ત્યારે એ અંગે “કૃષ્ણાક્ષર ” ખતની વિધિ થતી ને જ્યારે એ સુધરતાં બહિષ્કાર પાછા ખેંચી લેવામાં આવતો ત્યારે એને લગતા “ઉજવલાક્ષર” ખતની વિધિ થતી. ૧૮૧
આમ સોલંકી કાળ દરમ્યાન રાજ્યતંત્રને અનેકવિધ વિકાસ થયો હોવાનું માલુમ પડે છે.
પાદટીપ ૧. દા.ત. મૂલરાજ ૧ લો
૨. કર્ણદેવ ૧ લાના સમયથી ૩-૪. જુઓ અગાઉ પ્રકરણ ૨-૫.
૫. ગુઅલ, ભા. ૩, લેખ ૧૫૭ ક ૬. જુઓ અગાઉ પ્રકરણ ૨-૪.
- અ. C. G, pp. 253 ft. ૭. દા.ત. ભીમદેવ ૧ લાએ અને મૂલરાજ ૨ જાએ