________________
રાજ્યતંત્ર
[ ૨૧૧ સંક્ષિપ્ત રૂપ છે, “પૂજામાત્ય૩૩ એ દેવકરણને અધિકારી છે. રાજાએ દેવા (જોશી) અને મહામૌદૂર્તિકની પણ નિમણૂક કરતા.૩૪ અંગનિગૃહક રાજાનો અંગરક્ષક હતા. પ્રાદેશિક અધિકારીઓ
રાજ્યના મુખ્ય વહીવટી વિભાગને “મંડલ” કહેતા ને એના વડા અધિકારી “મંડલેશ્વર” કે “મહામંડલેશ્વર' કહેતા. કેટલીક વાર એ અધિકાર દંડનાયકને પણ સોંપવામાં આવતો. સામાન્ય રીતે દંડનાયકને હોદ્દો મહામંડલેશ્વરના હોદ્દાથી ઊતરતો હતો. કેટલીક વાર દંડનાયકને આગળ જતાં મહામંડલેશ્વરનો હોદ્દો મળત; દા. ત. વયજલ્લદેવને. કેટલીક વાર મંડલેશ્વરની એક મંડલમાંથી બીજા મંડલમાં બદલી થતી; દા. ત. વીસલદેવે સૌરાષ્ટ્રના મંડલેશ્વર સલક્ષને છેવટે લાટમંડલમાં મૂક્યો હતે. કોઈ વાર મંડલેશ્વર કે દંડનાયક કેઈ નાના વહીવટી વિભાગ પર કે કઈ અમુક ગામ પર અધિકાર ધરાવતો.૩૬
નવા જિતાયેલા મંડલમાં ઘણું વાર દંડનાયક કે સેનાપતિને નીમવાની જરૂર રહેતી; દા. ત. ચંદ્રાવતીમાં ભીમદેવ ૧ લાએ દંડનાયક વિમલને અને સિદ્ધરાજે સૌરાષ્ટ્રમાં દંડનાયક સજ્જનને તથા દધિપદ્રાદિ મંડલમાં સેનાપતિ કેશવને નીમેલે. મંડલેશ્વર દંડનાયક વગેરેને પોતાના હાથ નીચેના અધિકારી નીમવાને અધિકાર રહે.૩૭ મંડલના સર્વ અધિકારીઓ પર દંડનાયકને અધિકાર રહેત; એ પિતાના મંડલને લગતી માહિતી હંમેશાં રાજાને મોકલતો રહેતા.૩૮
કેટલાક અભિલેખોમાં “મહાસાધનિક' નામે અધિકારીને ઉલેખ આવે છે.૩૯ એ સાધનિકે અર્થાત નગરના પિોલીસને વડો લાગે છે.૪૦ “દેશાધિકારી” નામે અધિકારીને પણ અનેક અભિલેબમાં ઉલ્લેખ આવે છે. એ દે. આ મંડલનો મુખ્ય મહેસૂલ-અધિકારી લાગે છે.૪૧ “નાયક ૪૨ “દંડનાયક'ના અર્થમાં વપરાય લાગે છે. ૪૩
પ્રાદેશિક રાજ્યતંત્રમાં પણ શ્રીરણ આદિ કરણ હતાં.૪૪ નગરને વહીવટ
નગરનો વહીવટ પંચકુલને સોંપવામાં આવતો. આ પંચકુલ નગરપંચાયત જેવું હતું. એને ઉલ્લેખ હંમેશાં એના વડા સભ્યના નામ સાથે થયે; જેમકે સેમિનાથ દેવપત્તનમાં અર્જુનદેવના સમયમાં અભયસિંહ-પ્રકૃતિ પંચકુલ હતું, જેની મંજુરીથી નાખુદા પીરેજે એ નગરની બહારના ભાગમાં મજિદ બંધાવેલી.૪૫ અથવા પાલ્ડણપુરમાં પેથડ–પ્રકૃતિ પંચકુલની મંજૂરીથી શ્રીકૃષ્ણની પૂજા માટે