________________
પ્રકરણ ૯
રાજ્યતંત્ર
સોલંકી રાજ્ય નાના રાજ્યમાંથી ધીમે ધીમે વિશાળ પ્રબળ રાજ્યમાં તથા કેટલેક અંશે સામ્રાજ્યમાં વિકસ્યું સાથે સાથે એના રાજ્યતંત્રને પણ વિકાસ થતે ગયે. રાજા
રાજ્યતંત્રમાં સર્વોપરિ સ્થાન રાજાનું હતું. સોલંકી રાજ્યની આરંભિક અવસ્થામાં રાજા “મહારાજાધિરાજ” બિરુદ ધરાવતો. આગળ જતાં એ “પરમભટ્ટારક “મહારાજાધિરાજ' અને “પરમેશ્વર”—એ ત્રણેય મહાબિરૂદ ધારણ કરતે. આ ઉપરાંત અમુક રાજાઓ “àલેક્યમલ્લ “કૈલોક્યગંડ,” “સિદ્ધ-ચક્રવર્તી, “અવંતીનાથ,” “બર્બરકજિષ્ણુ,” “અભિનવસિદ્ધરાજ' “બાલનારાયણાવતાર” “એકાંગવીર,' “સમસ્ત ચક્રવતી' “અપરાર્જુન, “રાજનારાયણ,” “લક્ષ્મીસ્વયંવર,' “માલવપરાધૂમકેતુ,” “ભુજબલમલ” જેવાં વિશિષ્ટ બિરુદ ધરાવતા.૩ એમાં અવંતીનાથ, બર્બરકજિષ્ણુ અને માલવપરાધૂમકેતુ જેવાં બિરુદ વિશિષ્ટ પરાક્રમનાં દ્યોતક છે. વળી તેઓ ઘણી વાર “ઉમાપતિવરલબ્ધપ્રૌઢપ્રતાપ, ઉમાપતિવરલબ્ધપ્રસાદ” કે “પરમ માહેશ્વર” જેવાં ધાર્મિક બિરુદ પણ ધરાવતા
સામત રાજાઓ “મલેશ્વર” કે “મહામંડલેશ્વર' તરીકે ઓળખાતા. કવચિત્ “માંડલિક” કે “મહામાંડલિક” કહેવાતા. ઠકરાતના માલિકો “રાણક” (રાણો) બિરુદ ધરાવતા. મોટા સામંત “મહારાજ’ કહેવાતા. રાણીઓ માટે મહારાણી” બિરુદ મળે છે. મૂલરાજ ૧ લાના રાજ્યકાલ દરમ્યાન ચામુંડરાજે ભૂમિદાન દીધેલું તે યુવરાજ તરીકે દીધું લાગે છે, પરંતુ એમાં એને માટે યુવરાજ' બિરુદ પ્રયોજાયું નથી. આબુના રાજા ધારાવર્ષના સમયમાં એને નાને ભાઈ પ્રહલાદન યુવરાજ તરીકે અધિકાર ધરાવતો. કવચિત્ “મહારાજપુત્ર” બિરુદ જોવામાં આવે છે."
રાજાનો ઉત્તરાધિકાર સામાન્ય રીતે એના જયેષ્ઠ પુત્રને મળત. જો રાજા અપુત્ર હોય તે એના નાના ભાઈને કે એ નાના ભાઈના પુત્રને રાજવારસો મળતો. સગો નાનો ભાઈ કે ભત્રીજો ન હોય તે નજીકના પિતરાઈને મળતો. કેટલીક વાર રાજાઓ પોતાના ઉત્તરાધિકારીને રાજ્યાભિષેક કરી રાજપદથી નિવૃત્તિ લેતા.