________________
સમકાલીન રાજ્યો
[ ૧૯૧ થોડા સમય પછી દિલ્હીમાં ધાંધલ થઈ સાંભળી રામચંદ્રના જમાઈ હરપાલદેવે બળ કરી મુસ્લિમોને હાંકી કાઢ્યા અને દેવગિરિ હસ્તગત કરી સત્તા હાથ ધરી, પરંતુ ઈ. સ. ૧૩૧૭ માં અલાઉદ્દીનના અનુગામી મુબારકે દેવગિરિને ફરી કબજો મેળવ્યો અને માટે સંહાર આપી સેઉણની રહીસહી સત્તાને પણ અંત આ.
૨૫. કંકણને શિલાહારવંશ દક્ષિણમાં જ્યારે રાષ્ટ્રકૂટની સત્તા હતી ત્યારે એમના સામંત દરજે શિલાહાર વંશની ત્રણ શાખા કોંકણમાં અસ્તિત્વમાં આવી હતી. આમાંની બે શાખા ઈ.સ.ની નવમી સદીમાં અને ત્રીજી શાખા દસમી સદીમાં સ્થાપિત થઈ હતી. રાષ્ટ્રકૂટોના અંત પછી આ ત્રણે વંશ સ્વતંત્ર કે અર્ધસ્વતંત્ર સત્તા ભોગવતા હતા. કોંકણને દક્ષિણ વિભાગ ઈ. સ. ૧૦૫૮ આસપાસ આ લેકેની સત્તા નીચે આવ્યો હતો.
આમાંની કેલ્હાપુરમાં આવેલી શાખાના છેલ્લા રાજા ભેજ ૨ જાનો વિનાશ કરી દેવગિરિના સિંઘણે અંત આણ્યો હતો. ૨૩૫
બીજી શાખા ઉત્તર કોંકણમાં હતી અને ત્રીજી દક્ષિણ કંકણમાં હતી.૩૬ આમાંની ઉત્તર કેકણની શાખામાં થયેલા એ વંશના ૧૭મા રાજવી મલ્લિકાર્જુનને કુમારપાલ સાથે સંઘર્ષ થયો હતો. પ્રબંધે પ્રમાણે મલ્લિકાર્જુનના મદને તેડવાને કમારપાલે ઉદા મહેતાના પુત્ર આંબડને સૈન્ય સાથે મોકલ્યો હતો, પરંતુ એ ચીખલી અને વલસાડ પાસે વહેતી નદી ઊતરી સામે કાંઠે પડાવ નાખી રહો હતો ત્યાં અચાનક મલ્લિકાર્જુન આવી પહોંચ્યો અને ગુજરાતના સિન્યને ભારે પરાજય કરી એ પાછું વળી ગયે. કુમારપાલે પાછા આવેલ આંબડને વધુ પ્રબળ સૈન્ય સાથે પાછો મોકલ્યો. એ જ નદીના સામે કાંઠે ફરી સંઘર્ષ થશે અને એમાં મલ્લિકાર્જુન માર્યો ગયે (ઈ. સ. ૧૨૧૬-૧૨૧૮ વચ્ચે).૨૩૭ આ યુદ્ધમાં ચંદ્રાવતીને પરમાર ધારાવર્ષ અને અજમેરને ચૌહાણસેમેશ્વર(ઈ. સ. ૧૨૨૬માં ગાદીએ બેઠા પહેલાં પાટણમાં રહેતો હતો તે) આંબડની સહાયમાં ગયા હતા એવી શક્યતા છે.૨૩૮
૨૬. ચાલુકWવશ૩૯ દખણમાં આઠમી સદીમાં વાતાપી(બાદામી)ના ચાલુક્યવંશની સત્તાનો અંત આણી રાષ્ટ્રકૂટોએ પિતાની સત્તા સ્થાપી હતી. સોલંકી રાજા મૂલરાજ ૧ લાના સમયમાં મોડાસાના પ્રદેશમાં પરમાર રાજ્ય પર રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણરાજ અકાલવર્ષ ૨ જાનું આધિપત્ય પ્રવર્તતું હતું. પરમાર રાજા સીયક ૨ જાએ