________________
૰૧૮૮ ]
સાલડી કાલ
[ત્ર.
પરાજય આપ્યા હતા. ઈ. સ. ૧૧૭૭-૮૦ વચ્ચે જયસિહ પછી એને પુત્ર વિજયસિહ ગાદીએ આવ્યા. ચ'દેલ્લના ત્રૈલોકયવર્માએ ખાધેલખડ(મ. પ્ર.) અને કદાચ ચેદિને પ્રદેશ પણ કબજે કરી લીધો. વિજયસિંહને અજયસિંહ નામના પુત્ર હતા, પણ એના વિશે કે આ વંશ વિશે પુછી વિશેષ કશું જાણવામાં આવ્યું નથી.૨૦૧
યાદવ ૨૨૩૩
૨૪, દૈવિગિરના દક્ષિણમાં આવેલા દેવગિરિમાં એક યાદવવંશ સાલકીકાલની પૂર્વ માન્યખેટના રાષ્ટ્રકૂટા અને કલ્યાણના ચાલુકયોના સામત તરીકે સત્તા ઉપર હતા. આ વશતા ત્યાંના સ્થાપક દ્વારકાના સુબાહુ નામના યાદવ રાજાને પુત્ર દૃઢપ્રહાર કહેવામાં આવ્યા છે. દઢપ્રહારના સમય ઈ. સ.ની નવમી સદી કહેવાય છે. મુશ્કેલી એ છે કે સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારકામાં એ સદીની પછી તેા ઠીક, પણ પૂર્વે પણ દ્વારકાના વિનાશ પછીના લાંબા ગાળામાં, યાદવ રાજ્ય જાણવામાં આવ્યું નથી. સંભવ છે કે ત્યાં કાઈ સામાન્ય યાદવ રાજપૂત હોય અને એના પુત્ર દૃઢપ્રહાર દક્ષિણમાં પહોંચ્યા હોય. એની પહેલી રાજધાની ચંદ્રાદિત્યપુર( નાસિક જિલ્લાના ચંદાર )માં હતી. એના અનુગામી અને પુત્ર સે પેાતાના નામ ઉપરથી નગર તેમજ પોતાની સત્તાના પ્રદેશને પાતાનુ નામ આપી સેણુ અને સેઉદેશ પ્રસિદ્ધ કર્યાં હતાં. આ પ્રદેશ દંડકારણ્યની સીમાએ આવેલા હતા. એમાં પછીના દેવિગરે( અમાંચીન દોલતાબાદ)ને। સમાવેશ થતા હતા. આ સેણચંદ્રના વંશમાં થયેલા કણ્ તા પુત્ર ભિલ્લમ ૫ મે એ વંશના પહેલા સ્વતંત્ર રાજા હતા. એ ઈ. સ. ૧૧૮૫ માં સત્તા ઉપર આવ્યા. એ સમય દક્ષિણમાં ભારે ઉથલપાથલના હતા. એણે ઘણા પ્રદેશ દખાવેલા, ખુદ ચાલુકચવશને કલ્યાણમાંથી નાબૂદ કરી એ પ્રદેશને પેાતાની સત્તા નીચે લીધે. ઈ. સ. ૧૧૮૮-૮૯ માં આ ભિલ્લમનું માથું તાડે તેવા હાયસાળને બદામ ૨જો નીવડયો. એના પ્રતીકારને કારણે ભિન્નમને હાયસાળના પ્રદેશમાંથી દૂર થવું પડયું. આ પછી ભિલ્લમે પોતાના ઉત્તરના પડેશીએ તરફ નજર દોડાવી. માળવાના સમકાલીન પરમાર વિષ્યવમાં અને ગુજરાતના ભીમદેવ ર જાને પરાજય આપી એ જૂના સિરાહી રાજ્યમાં આવેલાં નફૂલના રાજ્ય સુધી પહોંચ્યા. અહીં નફૂલના કલ્હણે એને હાર આપી તેથી ભિલ્લમ પાછા પોતાના પ્રદેશમાં ચાલ્યા આવ્યો. એનાં પાછલાં વર્ષે મેટે ભાગે હાયસાળના રાજવી સાથે સધમાં પસાર થયાં હતાં. એ ઈ. સ. ૧૧૯૩ પછી અવસાન પામ્યા તે પહેલાં એણે દેવગિરિ ( દોલતાબાદ, જિ. ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) વસાવી ત્યાંના સલામત સ્થળે રાજધાની ખસેડી લીધી હતી.