________________
૮ મું ] સમકાલીન રાજ્યો
[ ૧૮૫ નામ ઉપરથી પિતાના શાસન-પ્રદેશને “જેજાભુક્તિ” એવું નામ મળ્યું. એના પછી એને નાનો ભાઈ વિજયશક્તિ કિંવા વિજય વિજ કે વીજો, એના પછી એને પુત્ર રાહિલ, એને પુત્ર હર્ષ અને એના પછી યશવમ કિંવા લક્ષવમાં સત્તા ઉપર હતા. યશોવર્મા પછી એનો પ્રતાપી પુત્ર ધંગ ઈ. સ.ની દસમી સદીના ઉત્તરાર્ધમાં સત્તા ઉપર રહ્યો. ખજુરાહોનાં કેટલાંક મહત્ત્વનાં મંદિર આ ધંગના શાસનકાલમાં અસ્તિત્વમાં આવ્યાં હતાં. ધંગના ૪૮ થી વધુ વર્ષો(ઈ. સ. ૯૪૪-૧૦૦૨)ના રાજ્યકાલમાં કોજના ગુજરપ્રતીહાર ઉત્તરમાં જે સત્તા ભોગવતા હતા તે ધંગે હસ્તગત કરી હતી, આમ છતાં એ કનેજની સત્તાથી સ્વતંત્ર નહોતે બન્યો. ધંગના અવસાને એને પુત્ર ગંડ, એના પછી એને પુત્ર વિદ્યાધર (ઈ. સ. ૧૯૧૯), પછી એને પુત્ર વિજયપાલ (ઈ. સ. ૧૦૨૨), એના પછી એને પુત્ર દેવવર્મા (ઈ. સ. ૧૦૫૧) અને એના પછી દેવવર્માને નાનો ભાઈ કીર્તિવમાં (ઈ. સ. ૧૦૯૮) સત્તા ઉપર આવેલે. કીર્તિવર્યા પછી એને પુત્ર સલક્ષણવર્મા, એના પછી એને પુત્ર જયવર્મા (ઈ. સ. ૧૧૧૭) આવ્યા પછી કીર્તિવર્માનો નાને પુત્ર પૃથ્વીવર્મા અને એના પછી એનો પુત્ર મદનવર્મા (ઈ.સ. ૧૧ર૯માં સત્તા લઈ ૧૧૬૩ સુધી હયાત) જેજાભુક્તિને શાસક બન્યો હતો. મહમૂદ ગઝનવીએ કનાજના ગુજર-પ્રતીહારોને ખોખરા કરી એક જ દિવસમાં એના સાત કિલ્લા કબજે કર્યા એ તકે ચંદેલ્લે સ્વતંત્ર થઈ ગયા, અને વિજયપાલે મિત્રીસંબંધ પણ ગઝનવી સાથે બાંધી લીધો, જે ઈ. સ. ૧૦૨૯ માં પરસ્પરના ઝઘડાથી પૂરો થઈ ગયો હતો. કીર્તિવર્માના સમયથી ચંદે નબળા પડ્યા હતા, છતાં પોતાના દેશનો કેટલોક ભાગ સાચવી રહ્યા હતા.
મદનવર્માના સમયમાં ચ દેલ્લેની સત્તા ઠીક ઠીક વૃદ્ધિ પામી હતી. એની સત્તા નીચે કાલિંજર, ખજુરાહો અને અલીગઢ અને મહોબાના કિટલા ઉપરાંત બંદા અને ઝાંસીના જિલ્લા આવી ગયા હતા, અને એનાં સન્ય માળવાની સરહદ સુધી જઈ પહોંચ્યાં હતાં. માલવેશને નબળો પાડ્યો ત્યારે ચૌલુક્ય રાજવી સિદ્ધરાજ સભાન બની ગયો અને “યાશ્રયકાવ્યમાં જણાવ્યા પ્રમાણે માળવા ઉપર આગળ વધી ઉજન કબજે કર્યું, અને “કીતિકૌમુદીમાં જણાવ્યા પ્રમાણે ધારા થઈને સિદ્ધરાજ છેક કાલંજર સુધી ધસી ગયો. “કુમારપાલચરિત(પ્રાકૃત થાશ્રય”માં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજ અને મદનવર્મા વચ્ચે સમાધાન થયું હતું. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી ચતુર્વિશતિ પ્રબંધમાંની હકીકતને અશ્રદ્ધેય માની બંને વચ્ચે ભેટસોગાદ થઈ હશે એવા અનુમાન પર આવ્યા છે. ૨૫ આ જ વાતને મદનવના કાલિંજરના લેખમાં સિદ્ધરાજ ઉપરની મદનવની પ્રભુતા