________________
સમકાલીન રાજે
[ ૧૪૯ જ એ પ્રદેશમાં રાજ શ્રી છાડાનું અસ્તિત્વ જાણવામાં આવ્યું પણ છે. અત્યારે વેરાવળના વિ. સં. ૧૩૨ (ઈ. સ. ૧૨૬૩)ના અભિલેખમાં મહારાજાધિરાજ
તરીકે અજુનદેવ (વાઘેલ), એના પ્રતિનિધિ તરીકે મહામાત્ય રાણક શ્રીમાલદેવ, : પાશુપતાચાર્ય ગંડશીપરવીરભદ્ર અને શ્રીઅભયસીહ પંચકુલના અધિકારી અને
બૃહપુસ્ષ તરીકે શ્રી રામદેવ, શ્રી ભીમસીહ, રાજ શ્રી છાડાને નિર્દેશ થયા પછી રાજ શ્રી નાનસીહના પુત્ર બૃહ. રાજા શ્રી છાડા વગેરેની પાસે એવું નોંધાયું છે; નીચે ત્રીજી વાર બૃહ, રાજ શ્રી છાડાને પીરજના “સખાય” તરીકે નિર્દેશ શકે છે. રામદેવ અને ભીમસીહ “બૃહપુરુષ” છે અને “ઠ” છે, જયારે નાનસીહ અને છાડા “રાજશ્રી” ઉપરાંત છાડા “બૃહપુરુષ” પણ છે.
રાજ શ્રી’ વિશેષણથી એને બીજાઓની સરખામણીએ થોડો અધિકાર વધું લાગે છે, એ સાર્વભૌમ સત્તા નહિ સૂચવે. તેથી અનુકૃતિ પ્રમાણે વીંજાજીએ
આ પ્રદેશમાં અધિકાર મેળવ્યું હોય તો એ કઈ સાર્વભૌમ પ્રકારને નહિ, પરંતુ રાજ્યના અધિકારી તરીકેને. નાનસીહ “રાજશ્રી' કહેવાય છે, પરંતુ વીંજાજીને લિપિસ્ય ઉલ્લેખ જેમ નથી તેમ નાનસીહ સાથે કયા પ્રકારનો સબંધ હતો એવું કહેનારું કોઈ પ્રમાણ પણ અદ્યાપિ મળ્યું નથી, એટલે વીંજાજીનું અસ્તિત્વ અનુ. કૃતિથી વિશેષ કાંઈ લાગતું નથી.
આ વંશનો પહેલે પુરુષ નાનસીહ હોવાનું વેરાવળના લેખથી સમજાય છે, અને એને પુત્ર તે છાઠા. એ વંશના આ પ્રદેશનો પહેલો પુરુષ આમ “નાનસીહ મળે છે. એ “રાઠોડ” હતો એવું સીધું સ્પષ્ટ પ્રમાણ આપણને હજી સુધી મળ્યું નથી, પરંતુ સોમનાથ પાટણના તૂટેલા એક લેખમાં વંશાવલીના આરંભે રાટો ચૂડામળિ મળતું હોઈ અને પછી વંશ ચાલ્યો આવતાં એમાં “છો” અને “દિશા” ક્રમે આવતા હોઈ આ વંશ રાઠોડ હેવાનું કહી શકાય.13
શ્રી શંભુપ્રસાદ દેશાઈ ઈ. સ. ૧૩૦૦ માં છાડા અવસાન પામ્યાનું અને એના પછી એને પુત્ર વીંજલદેવ બુદી ગાદીએ આવ્યાનું જણાવે છે. છાડા અલપખાન(?)ના સૈન્ય સાથે લડતાં મરાયો કહ્યો છે. જરૂર એક યુદ્ધ તુર્કો (મુસ્લિમ) સાથે વિ. સં. ૧૩૫૫ ઈ. સ. ૧૨૯૯)માં થયાનું સોમનાથ પાટણના જ એક પાળિયામાં નોંધાયું છે, જેમાં “સોમનાથને બારણે વાજા માલના પુત્ર..હ વાજા પદમલ ભાઈ દેપાલસહ” યુદ્ધ કરતાં બેઉ મરાયા છે. પ આ યુદ્ધ ઉલુઘખાનના સૈન્ય સાથેનું હવામાં કશો વાંધો નથી. શ્રી દ. બા. ડિસકળકર આ લેખથી ઉલુધખાનના સોમનાથ-આક્રમણના સમયની પુષ્ટિ સ્વીકારે છે. શ્રી શંભુપ્રસાદ દેસાઈ અલપખાન” કહે છે તે આ ઉલુઘખાન છે. તેઓ આ યુદ્ધમાં છાડાને ભરાયેલો