________________
૧૪૪] સેલંકી કાલ
" [પ્ર. મુશ્કેલ છે. બાક્કલ ગેટુ દેશનો રાજા છે, પણ પોતે કયા વંશનો છે એ વિશે કશું જણાવતો નથી. ઘૂમલી-પોરબંદરના જેઠવારાણુઓની જે વંશાવળી જાણવામાં આવી છે તેમાં “હિરણ્યમુખ” કે “શર” જેવાં કોઈ નામ જોવામાં આવતાં નથી. ૧૩૭ રાણે હરિયાદ, ૧૩૮ રાણો બખુજી અને ૧૩૯ રાણે સરતાનજી મળે છે,
બખુજી” અને “બાષ્કલ” એકાત્મક હોઈ શકે. બખુજીના અનુગામી તરીકે ૧૩૯ રાણે સરતાનજી કહ્યો છે, પરંતુ એ સમયે “સરતાનજી-સુલતાન' નામની શક્યતા નથી, એ “શર” હોય, અને પિતા-પુત્ર ઊલટપાલટ થયા હોય તો “હરિયાદ” “ઘર” “બખુ” એવો ક્રમ મેળવી શકાય; તો “હિરણ્યમુખ” (=હમુક) અને “હરિયાદ” એકાત્મક હોય. જેઠવાઓની વંશાવળીમાં આ રાજાઓને સમય અપાયો નથી. વર્ષ મળે છે તે ૧૪૭ મા રાણા સંધજીનું, જે વિ. સં. ૧૧૭૬૧૨૦૬ (ઈ. સ. ૧૧૨૦-૧૧૫૦)માં સત્તા ઉપર હતા.૪૫ ૧૪૦ ભાણજી (૧), ૧૪૧ વિકુછ (૧), ૧૪૨ કાનજી, ૧૪૩ વનવીરજી, ૧૪૪ નાગાર્જુન (૧), ૧૪૫ ભાણજી, (૨), ૧૪૬ હરિયાદજી (૨) અને ૧૪૭ સંઘજી (૧) ઈ. સ. ૧૧૨૦; વચ્ચેના ૬ રાજાઓનાં સરેરાશ વીસ વર્ષ ગણીએ તો રાણક બાષ્પલદેવ ઈ. સ. ૧૦૦૦ સુધીમાં થવાની શક્યતા છે, જે એના દાનશાસનમાં વિ. સં. ૧૦૪૫-ઈ. સ. ૯૮૯ના વર્ષથી નજીકમાં છે.
અણહિલપુર પાટણના સોલંકી રાજા ભીમદેવ ૧ લાએ (ઈ. સ. ૧૦૨૨૧૦૬૪) સિંધુદેશના રાજા હમ્મુકને હરાવી કેદ પકડ્યાનું આ. હેમચંદ્ર નોંધ્યું છે, પરંતુ આવા નામનો કોઈ હિંદુ યા મુસ્લિમ રાજા સિંધમાં એ સમયે હેવાનું જાણવામાં આવ્યું નથી. એ સિંધુ દેશનો નહિ, પરંતુ “સંધવ” વંશને હોય, તે ઘૂમલીન સંધમાં કોઈ હેય. સૈધોમાં “અગ્રુક” “રાણુક’
જાઈ’ એવાં નામોને “હમ્મક” મળતું આવે છે, પરંતુ જેઠવાઓની વંશાવળીમાં બાષ્ઠલદેવ-બખુજી પછી સંઘજી (૧) સુધીમાં આવું કોઈ નામ નથી. ૧૪૧ વિકુછ (૧) અને ૧૪૨ કાનજી એ બે જેઠવા રાણું ભીમદેવ ૧ લાના સમકાલીન હેય અને વંશાવળીનાં નામોની ગરબડમાં એ બેમાંથી કેઈ એકનું ખરું નામ “હમુક” હોય તે જ મેળ બેસે. પરંતુ આપણી પાસે અત્યાર સુધીમાં કઈ એવું સાધન ઉપલબ્ધ નથી કે નિશ્ચયાત્મક રીતે કાંઈ કહી શકાય. જેઠવાઓની વંશાવળીમાં સંઘજી (૧) પછીનો ક્રમ આ પ્રમાણે છે:
૧૪૮ રાણજી (૧) ૧૧૫૦ (થોડા મહિના) ૧૪૮ નાગજી (૨) ૧૧૫૦ ૧૫૦ ભારમલજી (૧) ૧૧૫૫