________________
સમકાલીન રાજ્ય
[ ૧૩૭
રા' નોંઘણ ૧ લાએ એના રાજ્યકાલના છેલ્લા વર્ષમાં વંથળીથી રાજધાની જૂનાગઢ ફેરવી હતી. રા' ખેંગાર ૧ લે (ઈ. સ. ૧૯૪૪-૧૦૬૭)
એનો પુત્ર રા' ખેંગાર ૧ લે પિતાના અવસાન પછી સત્તા ઉપર આવ્યા. એના ૨૩ વર્ષોના રાજ્યકાળ દરમ્યાન કોઈ પ્રસંગ જાણવામાં આવ્યું નથી. ભીમદેવ, ૧લાની રાણી ઉદયમતિ આ ખેંગાર ૧ લાની પુત્રી હતી. આ ખેંગારે કિલ્લાની સારી મરામત કરી સંભવે છે, જેને કારણે કિલ્લાનું એક નામ રહૃાાઢ નોંધાયું. રા' નેઘણ ૨ (ઈ. સ. ૧૦૬૭-૧૦૯૮)૨૯
| રા' ખેંગાર ૧ લાના અવસાન પછી એને પુત્ર રા'નોંધણ ગાદીએ આવ્યા. સિદ્ધરાજની ઉંમર જોતાં સિદ્ધરાજનો વિગ્રહ રાઘણ ૨ જા સાથે નહિ, પરંતુ એના પુત્ર રા' ખેંગાર ૨ જા સાથે થયો હતો. એ સમય ઈ. સ. ૧૧૧૪ આસપાસને શક્ય છે. રા'ખેંગાર ૨ (ઈ. સ. ૧૦૯૮-૧૧૨૫,૩૦
રા' ખેંગાર ૨ જા સાથે ઈ. સ. ૧૧૧૪ માં સિદ્ધરાજને પહેલી જીત મળી હોવાની શક્યતા છે. એક “સિંહ સંવત” માત્ર સેરઠમાંથી મળેલા ચાર લેખમાં જ મળતું હોઈ અને વિ. સં. ૧૧૭૦(ઈ.સ. ૧૧૧૪)માં શરૂ થતો હોઈ અહીં સેરઠમાં એ સંવત એ વર્ષમાં શરૂ થયો એ શક્ય છે.૩૧
રાસમાલાનો હવાલો આપી શ્રી દુ. કે. શાસ્ત્રી નોંધે છે કે જૂનાગઢનારા' ખેંગારના પિતા રા' નઘણને સિદ્ધરાજ સોલંકીએ નળકાંઠાની બાજુએ પંચાળમાં ભિડાવ્યો અને એની તલવાર આંચકી લઈ, એણે મોઢામાં તરણું લીધું ત્યારે એને જવા દીધે. આ અપમાનને બદલે પાટણનો દરવાજો તોડીને લેવાની એણે પ્રતિજ્ઞા લીધી, પણ એ પ્રતિજ્ઞા મરવા ટાણા સુધી પાળી શક્યો નહિ એટલે ભરતી વખતે પિતાના ચારે પુત્રોને પોતાની પાસે બેલાવી જે પિતાની પ્રતિજ્ઞાઓ પૂરી કરી શકે તેને જ પોતાની ગાદી આપવાને પોતાનો નિશ્ચય જણાવ્યો, અને સૌથી નાના ખેંગારે ચારેય પ્રતિજ્ઞા પૂરી કરવાનું માથે લીધું એટલે જુનાગઢની ગાદી એને મળી. પછી એક વખત સિદ્ધરાજ માળવા ગયો હતો ત્યારે ખેંગારે પાટણને પૂર્વ ભણીને દરવાજો તોડી પાડ્યો, વળી રાણકદેવી નામની એક સુંદર કન્યા, જેનું જયસિંહ સાથે વેવિશાળ થયું હતું, તેને એ પરણુ ગયે. આ બે કારણોથી જયસિંહને ઘણો કોધ ચડ્યો અને એણે જૂનાગઢ ઉપર ચડાઈ કરી.૩૨
વિ. સં. ૧૧૯૬(ઈ. સ. ૧૧૪૦)ને દાહોદના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે “સિદ્ધરાજે સોરઠના રાજાને કારાગૃહમાં નાખ્યો અને એ સમય તે ઈ. સ. ૧૧૧૧૪ નો-સિંહ સંવત ૧નો કહી શકાય. પ્રબંધમાં આપેલી રા'ખેંગારની