________________
સમકાલીન રાજ્ય
[ ૧૩૫ અકસ્માત લાત મારી, આનો રોષ રાખી રા’ કવાતે ઉગા વાળાના પ્રદેશ ઉપર ચડાઈ કરી, બાબરિયાવાડમાં ચિત્રાસર પાસે હરાવી યુદ્ધમાં એનો નાશ કર્યો. રા' કવાત ઈ. સ. ૧૦૦૩ માં મરણ પામ્યા. ૨૧ રા” દયાસ (ઈ. સ. ૧૦૦૩ થી ૧૦૧૦)
રા’ કવાત પછી એને પુત્ર દયાસ ગાદીએ આવ્યું. ગુજરાતનાં એતિહાસિક સાધનમાં જાણવામાં આવ્યું નથી, પરંતુ એક અનુશ્રુતિ ખૂબ જાણીતી છે કે અણહિલવાડ પાટણના સોલંકીરાજ દુર્લભરાજ(ઈ.સ. ૧૦૧૦-૧૦૨૨)ની રાણું ગિરનારની યાત્રાએ ગયેલી ત્યાં એને દામોદર કુંડમાં નાહવા કર આપવાનું કહેતાં રાણીના એ અપમાન બદલ દુર્લભરાજને સોરઠ ઉપર ચડાઈ કરવી પડી. દુર્લભરાજે વંથળી કબજે કર્યું. રા' કવાત ગિરનારની તળેટીમાં આવેલા ઉપરકેટમાં ભરાઈ ગયે. દુર્લભરાજે ઉપરકોટ ઉપર હલ્લો કર્યો, લાંબા યુદ્ધમાં રા” દયાસ અને એના સાથીદારો માર્યા ગયા અને સોરઠ પ્રદેશ સોલંકીઓની સત્તા નીચે આવ્યો. દુર્લભરાજે ત્યાં પિતાના પ્રતિનિધિને ગોઠ (ઈ. સ. ૧૦૧૦). રા’ દયાસના મૃત્યુ વખતે એનો પુત્ર નેઘણું બાળક હતો. ગુપ્ત રીતે ઊછરેલા નેઘણે પુખ્ત વયને થતાં સેરનું રાજ્ય હસ્તગત કર્યું અને પિતાની સત્તા સમગ્ર પ્રદેશ ઉપર જમાવી લીધી (સંભવતઃ ઈ. સ. ૧૦૨૬).૧૨ રોંઘણું ૧લો (ઈ. સ. ૧૦૨૬-૧૦૪૪)
આ એવે ટાંકણે બન્યું કે જે સમયે મહમૂદ ગઝનવીની સોમનાથ ઉપરની ચડાઈ પતી ગઈ હશે. એક વાત સ્પષ્ટ છે કે સોરઠમાં કઈ પણ કારણે ગુજરાતની સત્તા નબળી પડી ચૂકી હતી. રા' નોંધણની ઉંમર આ સમયે પંદર વર્ષની હોવાનું કહેવાય છે. ૨૩ એને માટે રા’ દયાસના મૃત્યુ પૂર્વે એને નજીકમાં જન્મ માનવો પડે. માતા ધાવણા બાળકને મૂકી સતી થવાની શક્યતા નથી, તેથી એ ત્યારે પાંચેક વર્ષને હોય તો એકવીસમે વર્ષે એણે સત્તા હાથ ધરી હાય. ગમે તે હોય, પરંતુ એ રાજ્ય ચલાવી શકે એટલી ઉંમરનો હતે.
એની સત્તા પ્રભાસપાટણ સહિત સમગ્ર સોરઠ પ્રદેશ ઉપર હતી કે પ્રભાસપાટણ કોઈ બીજી સત્તા નીચે હતું એનો નિશ્ચય સરળ નથી. કોડીનાર નજીકના બેડીદરમાં સેંઘણને આશ્રય મળે હતો. એટલું તે કહી શકાય કે એ પ્રદેશ ઉપર મૂળ સત્તા ચૂડાસમાઓની હતી, તે પ્રભાસપાટણ ઉપર પણ એમની સત્તા હોય, જે થડા સમય માટે ગુજરાતના સોલંકીઓ નીચે હતું. ઈ. સ. ૧૦૨૬ના જાન્યુઆરી માસની ૬ ઠ્ઠી તારીખે મહમૂદ, વચ્ચે અણહિલવાડ પાટણ ઉપર પકડ જમાવી આગળ વધતો, પ્રભાસપાટણ આવી પહોંચ્યો. ભીમદેવ ૧લે સૌરાષ્ટ્રસમુદ્રકાંઠાની પશ્ચિમે મિયાણી પાસે ગાંધીના કિલ્લામાં આશ્રય લેવા જઈ રહ્યો.૨૪