________________
સમકાલીન રાજે
[ ૧૩૩ એણે સામે શરણ માગવા કહેતાં વીરધવલ ભદ્રેશ્વર ઉપર ચડી આવ્યો હતો. યુદ્ધમાં એ વિજયી તે નહતો બન્યો, પણ પાછળથી યુક્તિથી એણે ભીમસિંહ પાસેથી રાજ્ય કબજે કરી લીધું હતું. ૧૨ બીજાં નાનાં કોઈ રાજ્ય હોય તો એ વિશે માહિતી ઉપલબ્ધ નથી.
૪, ચૂડાસમા વંશ અનુમૈત્રક કાલનાં રાજ્યના વૃત્તાંતમાં આ પૂર્વે સૂચવવામાં આવ્યું છે કે સિંધના સમાવંશના ચંદ્રચૂડે કે ચૂડાચકે વામનસ્થલી–વંથળીમાં મોસાળમાં આવી પિતાના મામા વાળા રામની પછી એ પ્રદેશમાં સત્તાસૂત્ર હાથ કર્યા (ઈ. સ. ૮૭૫).૧૩ એને પુત્ર હમીર પિતાની હયાતીમાં જ મૃત્યુ પામેલે હાઈ ઈ. સ. ૯૦૭ આસપાસ ચંદ્રચૂડ મરણ પામતાં હમીરને પુત્ર મૂલરાજ દાદા પછી વંથળીને રાજા બન્યા. ૧૪ વિરોધ કરનારા આસપાસના રાજાઓને હરાવી એણે પિતાનાં મૂળ મજબૂત કર્યા. પછી ઈ. સ. ૯૧૫માં એ મૃત્યુ પામતાં એનો પુત્ર વિશ્વવરાહ સત્તા ઉપર આવ્યું. એણે પણ પ્રપિતામહ અને પિતાની જેમ સમકાલીન રાજવીઓ ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું. એના પછી ઘણું કરી એને પુત્ર પ્રહરિપુ કિવા ગ્રાહારિ સેરઠપ્રદેશમાં સત્તા ઉપર આવ્યો. ચૂડાસમા , રાજવંશન સંસ્થાપક ચંદ્રચૂડ જેમ મામાના વારસે સોરઠને સત્તાધીશ બન્યો, તેમ એ પછી લગભગ ૬૭ વર્ષે સોલંકી રાજવંશને સંસ્થાપક મૂળરાજ સોલંકી મામાના વારસે સારસ્વત-મંડલની સત્તા હાથ કરી અણહિલવાડ પાટણમાં શાસક બને (ઈ. સ. ૯૪૨).૧૫ આ. હેમચંદ્ર સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મુલરાજના જીવનના જે ત્રણચાર પ્રસંગ વર્ણવ્યા છે તેઓમાં પહેલા પ્રસંગ તરીકે સોરઠના આ ગ્રહરિપુ ઉપરની ચડાઈનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આ સમયે પ્રભાસ પાટણ ઉપર ચાવડાઓની સત્તા હતી. દેશદેશાવરમાંથી લેકે પ્રભાસની યાત્રાએ જતાં ગ્રાહરિપુની સત્તા નીચેના સોરઠ પ્રદેશમાંથી પસાર થતા હતા. ગ્રાહરિપુ આ યાત્રાળુઓને પજવતો હતો એની ફરિયાદ મૂલરાજ પાસે આવતાં ગ્રહરિપુને ચેતવવામાં આવ્યો, પરંતુ એણે ધ્યાન ન આપતાં મૂલરાજ પ્રબળ સૈન્ય સાથે ગ્રાહરિપુના પ્રદેશ ઉપર ચડી આવ્યો અને, આ. હેમચંદ્રના જણાવ્યા પ્રમાણે. જંબુમાલી નદીને કાંઠે થયેલા યુદ્ધમાં મૂળરાજે ગ્રાહરિપુ ઉપર વિજય મેળવી એને કેદ કર્યો અને ભવિષ્યમાં યાત્રાળુઓને ન પજવવાની શરતે એને મુક્ત કરવામાં આવ્યો. ૧૬
ચૂડાસમાઓની રાજધાની વામનસ્થલી-વંથળીમાં હતી, પરંતુ એમની પાસે સમગ્ર પશ્ચિમ ભારતમાં લશ્કરી દષ્ટિએ મહત્ત્વનો કિલો (ગિરનારની તળેટીમાં