________________
પરિશિષ્ટ
[ ૧૦૩ ડરીન વાદ્દશા જાયા” ને એ સંઘર્ષને લઈને રાજાએ માધવની પુત્રી હર્યાનું કારણ જણાવ્યું છે.
ભાટેની અનુશ્રુતિ પણ આવો જ વૃત્તાંત આપે છે, પરંતુ એમાં રાજાએ માધવની પત્ની હર્યાનું જણાવે છે
ઉપરનાં વિધાનો પરથી જણાય છે કે કર્ણદેવે મંત્રી માધવને અવગણી, એના નાના ભાઈ કેશવને મારી નાખી અને મંત્રીના કુટુંબની કોઈ સ્ત્રીનું (પ્રાચીનતમ વૃત્તાંત પ્રમાણે કેશવની પત્નીનું) હરણ કરી એ કુટુંબ ઉપર અક્ષમ્ય અત્યાચાર કર્યો અને એથી કુપિત થયેલા માધવે રાજા ઉપર વેર લેવા માટે, દિલ્હી જઈ ત્યાંના સુલતાનને મળી ગુજરાત પર એની ફોજનું આક્રમણ કરાવ્યું.
પરંતુ કેટલાક વિદ્વાને આ માટે માધવને જવાબદાર માનતા નથી. શ્રી નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી જણાવે છે કે “આ દંતકથા માનવા યોગ્ય નથી, કારણ કે જે સમકાલીન ગ્રંથમાં એ મળે છે તે જૈનોના લખેલા છે, અને જેને અને શો વચ્ચે હમેશાં વિરોધ હોવાથી બ્રાહ્મણને ઉતારી પાડવા માટે એ લખાયેલ હોવાનું સંભવિત છે. પણ પદ્મનાભ જન ન હતો, નાગર હતો, છતાં એણે પણ આ દંતકથા આપી છે.
માધવને લગતી અનુશ્રુતિને સમૂળી અશ્રદ્ધેય ગણી એ તો અલાઉદ્દીન ખલજીએ બીજા ઘણા પ્રદેશની જેમ આ પ્રદેશ ઉપર ધનના કે સત્તાના લેભે ચડાઈ મોકલી હશે એમ ધારવું રહ્યું, પરંતુ એ ચડાઈ પછી ત્રણેક દસકામાં જ લખાયેલા ગ્રંથમાં માધવ મુસ્લિમોની ચડાઈનોતરી લાવ્યાનો ઉલ્લેખ થયે હેવાથી એ ગમે તે કારણે આ ચડાઈનું નિમિત્ત બન્યા હોવાનું લગભગ નિશ્ચિત ગણાય. પરંતુ માધવ મંત્રીએ આવું શાથી કર્યું એ બાબતમાં વધુ મતભેદ રહે છે.
શ્રી રા. ચુ. મોદીને મત છે કે “કર્ણનું ચારિત્ર્ય ધારવામાં આવે છે તેટલું દુષ્ટ નથી. મુરલીધરની પ્રશસ્તિમાં “તે વેદ અને શાસ્ત્ર અનુસાર પ્રજાનું પાલન કરતો હતો” એમ લખ્યું છે. મુસલમાન લેખકે કર્ણના ચારિત્ર્ય વિરુદ્ધ એક અક્ષર પણ લખ્યો નથી, તેથી પરંપરાથી ચાલી આવતી વાતે બહુ વિશ્વાસ મૂક્યા જેવી હતી નથી.”૧૦ છે શ્રી ક. મા. મુનશી જણાવે છે કે “રાજા કર્ણદેવ દુષ્ટ ન હતો, પણ સંરકારી અને અમાત્યને ઊંચે હોદ્દો ધરાવનાર બ્રાહ્મણ માધવે ગુજરાતને દ્રોહ કર્યો છે.”૧૧
માધવના કુટુંબ પર રાજા કર્ણો અત્યાચાર કર્યો એવી વાત પહેલવહેલી ૧૪મી
. .
વાત ''