________________
૯૮ ] સેલંકી કાલ
[ પ્ર. ત્યાં પરિસ્થિતિ જુદી હતી. મલેક કાફૂરે દેવગિરિ કબજો મેળવ્યો હતો, આથી યાદવ રાજવી રામચંદ્ર આશ્રય આપી શકે એવી સ્થિતિમાં ન હતા. ત્યાંથી નિરાશ થઈ એ તેલંગણુ તરફ આશ્રય મેળવવા ગય.પછી એનું શું થયું એ જાણવા મળતું નથી, પણ વિ. સં. ૧૩૯૩ (ઈ. સ. ૧૩૩૭)માં રચાયેલા નાભિનંદને દ્ધારપ્રબંધમાં જણાવ્યું છે કે અલાઉદ્દીનના પ્રતાપથી કયું રાજા હારીને પરદેશમાં ગયે અને ત્યાં રખડી રઝળીને રાંક માણસ પેઠે મૃત્યુ પામે.”
આમ ગુજરાતને વાઘેલા સેલંકી રાજવી કર્ણ માળવા, મેવાડ અને માર વાડના રાજાઓની માફક અલાઉદ્દીન ખલજી સામે પિતાનું રાજ્ય સાચવી શક્યો નહિ. એમાં કર્ણદેવની નિર્બળતા કે માધવની ફૂટ ઉપરાંત હિંદુ રાજાઓને અંદર અંદરને કુસંપ, વંશપરંપરાથી વારસામાં ઊતરી આવેલી વરવૃત્તિ, ઊતરતી કક્ષાની લશ્કરી વ્યવસ્થા વગેરે પણ કારણભૂત ગણાય. કેટલાયે રાજપૂત રાજવીઓ મુસલમાને સામે પોતાની પૂરી તાકાતથી લડવા છતાં સંપ, દૂરંદેશી અને મુત્સદ્દીગીરીના અભાવે મુસલમાન સામે નિષ્ફળ નીવડ્યા. ગુજરાતના ઇતિહાસમાં એ નિષ્ફળતાનો અપયશ વાઘેલા કર્ણદેવને મળે.
ટૂંકમાં, ભીમદેવ ૧ લે, કર્ણદેવ ૧ લે, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ અને વિસલદેવ જેવા પરાક્રમી રાજવીઓના સમયમાં સોલંકી રાજે ઘણે વિકાસ સાથે હતો, જ્યારે વાઘેલા રાજવી કર્ણદેવ ૨ જાના સમયમાં એને સંપૂર્ણપણે નાશ થયો ને ગુજરાતમાં દિલ્હીના સુલતાનના નાઝિમ(સૂબેદાર)નું શાસન પ્રવત્યું.
પાદટીપે
૧. પ્ર. નિ. (સંપાદક, જિનવિજય મુનિ), પૃ. ૧૮ ૨. હ. ગ. શાસ્ત્રી, “માણસાની વાવ અને એને શિલાલેખ”, “જનસત્તા, દીપેસવી
અંક, વર્ષ ૨૦૧૭", પૃ. ૪૯ ૩. દલપતરામ ડા. કવિ, “ગુજરાતના કેટલાક અતિહાસિક પ્રસંગે,” પૃ. ૨૭૧;
કૃષ્ણરામ ગ. ભટ્ટ, “વાઘેલા વૃત્તાંત,” પૃ. ૧ થી ૧૨ ૪. એ. , સં. ૨, ૪ો. ૬૨
૫. પ્ર. નિ., પૃ. ૨૪ ૬. કુ. ગ. ભટ્ટ, “વાઘેલા વૃત્તાંત”, પૃ. ૧ થી ૧૨ ૭. દલપતરામ ડા. કવિ, “ગુજરાતના કેટલાક એતિહાસિક પ્રસંગો ” પૃ. ૨૭૧ ૮. પ્ર. વિ., પૃ. ૨૪
૯. હ. ગં. શાસ્ત્રી, ગુ. પ્રા. ઇ, પૃ. ૨૩ ૧૦. નટવરલાલ ગાંધી, “ધવલકનું ઘોળકા', “પથદીપ”, ૧૫૭, પૃ. ૧ ૧૧. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૨૩-૪૨૩
૧૨. ગુ. ઐ. લે, ભા. ૩, લેખ ૨૧૫ ૧૩. ન. આ. આચાર્ય, “વાઘેલાકાલીન ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ", પૃ. ૫૦