________________
સેલંકી કાલ
[ પ્ર. રાજ્યના માલિક થઈ પડેલા ગંગદેવને સારંગદેવે હરાવ્યો હતો એવો ઉલ્લેખ ફારસી તવારીખોમાં મળે છે.
આ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે માળવાનું રાજય સારંગદેવના સમયમાં ઘણું નિર્બળ થયું હશે અને તેથી આ માળવાના અડધા રાજયના માલિક થઈ પડેલા ગગને સારંગદેવે હરાવ્યો હશે. મુસલમાનેનું આક્રમણ
સારંગદેવના ઉપલબ્ધ લેખ પરથી એના સમયમાં મુસલમાનોએ ગુજરાત પર આક્રમણ કર્યું હોય એમ સ્પષ્ટ થતું નથી, છતાં મેવાડના ગૃહિલ રાજવી સમરસિંહે ગુર્જરભૂમિને તુરષ્કના ધસારામાંથી બચાવી હોવાને આબુ ઉપરના વિ. સં. ૧૩૪૨(ઈ. સ. ૧૨૮૬)ના લેખમાં ઉલ્લેખ છે. વિવિધતીર્થ કલ્પમાં “મુસલમાનોનું લશ્કર સાચેરની સીમા સુધી આવી ગયું હતું, પણ સારંગદેવ સામે આવે છે જાણી એ પાછું વળી ગયું' એમ જણાવ્યું છે.'
આ સર્વ ઉપરથી જણાય છે કે મુસલમાને સારંગદેવના સમયમાં આબુ સુધી ધસી આવ્યા હશે. આબુમાં આ સમયે પરમાર રાજવી પ્રતાપસિંહ સત્તા પર હતો. એના પર સારંગદેવના મંડલેશ્વર વિસલદેવની અધિસત્તા હતી. ૫ આ સર્વેએ બહાદુરીથી સામનો કરી મુસલમાનોના આક્રમણને પાછું હઠાવ્યું હશે.
આ ઉપરાંત સારંગદેવના સમયના વિ. સં. ૧૩૪૬( ઈ. સ. ૧૨૯૦)ના વંથળી લેખ પરથી જણાય છે કે સારંગદેવના મહામંડલેશ્વર વિજયાનંદ ભૂભુત્પલ્લી (ઘૂમલી) પર ચડાઈ કરી હતી. આ ચડાઈ વખતે ભૂભૂપલ્લીમાં ભાનુ નામે રાજવી સત્તા પર હતા. આ ભાનુ તે ઘૂમલીને પ્રસિદ્ધ વીર ભાણ જેઠવો હોવાનું જણાય છે બિરુદે
સારંગદેવના સમયના ઉપલબ્ધ લેખમાંથી સારંગદેવે જુદાં જુદાં જેવાં કે “નારાયણવતાર,' “લક્ષ્મીસ્વયંવર, “માલવપરાધૂમકેતુ,” “અભિનવસિદ્ધરાજ,' “ભુજબલમલ,” “સપ્તમચક્રવતી વગેરે બિરુદ ધારણ કર્યા હોવાનું જાણવા મળે છે. આ સર્વ બિરુદ એનાં પરાક્રમોને અનુલક્ષીને પ્રયોજવામાં આવેલ હોવાનો સંભવ છે. ૬૭ સુકૃત્ય
સારંગદેવે સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એના સમયમાં સોમનાથમાં ગંડ બૃહસ્પતિએ નીમેલા છઠ્ઠા મહંત ત્રિપુરાંતકે શંકરનાં પાંચ મંદિર બંધાવ્યાં.૫૮
પામ્હણ પુર(પાલનપુર)ના અધિકારી પેથડે કૃષ્ણનાં પૂજા અને નૈવેદ્ય માટે