________________
૯૦ ] સેલંકી કાલ
[ પ્રહેવું જોઈએ ને તો આ યુદ્ધમાં અર્જુનદેવને પુત્ર સારંગદેવ યુવરાજ તરીકે લડો હોવો જોઈએ. અને એથી એના આ પરાક્રમની નોંધ ત્રિપુરાંતકપ્રશસ્તિમાં લેવાઈ હશે.
સુકૃત્યો
અજુનદેવ પોતે શૈવધર્મ પાળતા ને અન્ય ધર્મો તરફ પણ ઉદાર હતે. એણે સં. ૧૩૨૦ માં સ્થાનિક પંચકુલની સંમતિથી નૌવાહ પીરજને સોમનાથમાં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી.૪૭
નાનાક વિસલદેવના સમયને માટે વિદ્વાન હતો. એની બે પ્રશસ્તિ રચાઈ છે એક રનના પુત્ર અને “કુવલયાચરિત'ના કર્તા અષ્ટાવધાની કૃષ્ણ૮ અને બીજી “ધારાવંસના કર્તા ગણપતિ વ્યાસે રચેલી છે (સં. ૧૩૨૮).૪૯
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અધિકારી સામંતસિંહે પિતાના મોટા ભાઈ સલક્ષના શ્રેય અર્થે સલક્ષનારાયણ વિષ્ણુનું મંદિર બંધાવ્યું, તથા ગિરનાર ઉપર નેમિનાથ મંદિર આગળ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું તેમજ દારકા રસ્તે આવેલ રેવતીકુંડનો જીર્ણોદ્ધાર કરી ત્યાં સં. ૧૩૨૦ માં શિવ, વિષ્ણુ, ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય વગેરે વિવિધ દેવની પ્રતિમાઓ સ્થાપી.પ૦ મહં. શ્રીઅરિસિંહે અને ઠ. શ્રી જયસિંહે ભદ્રાણક( ભરાણા)માં માતરાદેવીની વાવ બંધાવી.૫૧ અર્જુનદેવના પુત્રો
ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળેલ લેખ તથા મુરલીધર મંદિરની પ્રશસ્તિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અર્જુનદેવને “રામ” અને “સારંગ” નામે બે પુત્રો હતા અને એ રાજપવહીવટમાં પણ સક્રિય ભાગ લેતા હતા.પર
વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)માં લખાયેલી સિન્ટ્રા-પ્રશસ્તિમાં રામદેવનો ઉલ્લેખ નથી. એમાં અર્જુનદેવ પછી એને પુત્ર સારંગદેવ ગાદીએ આવ્યો એમ જણાવ્યું છે.પ૩ વિ. સં. ૧૭૫૨(ઈ. સ. ૧૨૯૫-૯૬)ના ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળી આવેલ લેખ પરથી રામદેવ સત્તા પર આવ્યું હશે કે કેમ, એ લેખ ખંડિત હોવાથી સ્પષ્ટ થતું નથી, પણ એ લેખના આધારે એ ક પુત્ર હતો એમ એસ કહી શકાય. લેખમાં જણાવ્યું છે કે અર્જુનદેવને રામ નામે એક પુત્ર હતો અને રામ (બલરામ) અને કૃષ્ણના જેવા રામદેવ તથા સારંગદેવ બંને પ્રજાની ધુરા ધારણ કરવા શક્તિમાન હતા.૫૪
કર્ણદેવ રજાના સમયના વિ. સં. ૧૩૫૪ ના લેખમાં પણ રામને અજુનદેવને પુત્ર અને સારંગદેવને રામને નાનો ભાઈ કહ્યો છે. વળી એમાં રામ માટે