________________
વાધેલા સોલંકી રાજ્ય
[ ૮૫ પરંતુ ખરી હકીકત એ લાગે છે કે વિસલદેવના પૂર્વજો “વ્યાઘપલી” (વાઘેલ) ગામના નિવાસી તરીકે જાણીતા થયા હોવાને લીધે તેઓ આ નામે ઓળખાયા.
આમ આ વંશના રાજાઓનું કુલ તે ચૌલુક્ય જ હતું અને તેઓ એ કુલની “વ્યાધ્રપલીય” (વાઘેલા) શાખાના હતા. આથી ખરી રીતે તેઓને “વ્યાઘપલીય ચૌલુક્યો” કે “વાઘેલા સેલંકી” તરીકે ઓળખવા જોઈએ.’ વિસલદેવના પૂર્વજો
વીસલદેવના પૂર્વ જેમાં વિશેષતઃ એના પ્રપિતામહ આનાકથી માહિતી મળે છે. આનાના પિતાનું નામ “ધવલ” હતું. વાઘેલા કાલના ઉલ્લેખોમાં ધવલ વિશે અન્ય કોઈ વિગત મળતી નથી. સ્થાનિક અનુશ્રુતિ જોળકા ધવલના નામ પરથી વસાવાયું હોવાનું માને છે, પરંતુ ધોળકા વિશે એ નામે એના કરતાં વધારે પ્રાચીન ઉલ્લેખ મળે છે. ૧૦
ધવલનો પુત્ર અર્ણોરાજ (આનાક) એ વ્યાપલ્લીના રાજવંશને મૂળ પુરુષ નહિ તો પ્રથમ મુખ્ય પુરૂષ હતો. એ કુમારપાલને મસિયાઈ ભાઈ થતો અને કુમારપાલની સેવામાં રહેતો હતો. એની સેવાથી ખુશ થઈને કુમારપાલે એને પિતાને સામંત બનાવી ભીમપલ્લીન સ્વામી બનાવ્યો. ૧૧ એણે “રાવણ સમાન રણસિંહને યુદ્ધમાં હણ્યો. ૧૨ આ રણસિંહ એ મેવાડના ગૃહિલવંશના રાજા રણસિંહ હોવા સંભવ છે. ૧૩ અર્ણોરાજ ભીમદેવ ૨ જાના સમયમાં પાટણના વફાદાર સામંત તરીકે ચાલુ રહ્યો હોય એમ જણાય છે. ભીમદેવ ૨ જાના માંડલિકે ભીમદેવનું રાજય પડાવી લેવા તૈયાર થયા ત્યારે અર્ણોરાજે ભીમદેવના પક્ષે રહીને એના રાજ્યને બચાવ્યું હતું.૧૪ એ એના પુત્ર લવણપ્રસાદને ગુર્જર રાજ્યનું રખવાળું સોંપી યુદ્ધમાં મૃત્યુ પામ્યો. ૧૫ ' અર્ણોરાજનો પુત્ર લવણુપ્રસાદ પણ ભીમદેવ ૨ જાને વફાદાર સામંત હતો. એણે ભીમદેવના રાજ્યને ટકાવી રાખવામાં પોતાનું સર્વ જીવન વ્યતીત કર્યું. એ ભીમદેવના રાજ્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવતો હતો અને ધોળકામાં રહી સર્વ કારભાર કરતો હતો. જ્યારે ભીમદેવ ૨ જાની ઉપર બહારથી દુશ્મન ધસી આવ્યા ત્યારે એણે પાટણને છિન્નભિન્ન થતું બચાવ્યું. ધીરે ધીરે લવણુપ્રસાદ ભીમદેવના રાજ્યનો “સર્વેશ્વર' બન્યો ને એનો યુવરાજ વિરધવલ ધોળકાને રાણક (રાણો) બને. લવણુપ્રસાદે પિતાના પુત્ર વિરધવલની મદદથી સૌરાષ્ટ્રના રાજવીઓને હરાવ્યા, યાદવો અને મારવાડી રાજાઓના ત્રાસમાંથી ગુજરપ્રદેશને મુકત કર્યો, પોતાના મંત્રી વસ્તુપાલની મદદ વડે લાટના શંખને હરાવ્યું અને મંત્રી તેજપાલની મદદથી ગોધરાના ઘૂઘુલને હ, માળવાના રાજવીને ગુર્જર