________________
8 જુ]. પહેલું પાટનગરઃ ગિરિનગર
[૫૧ અને એવો વારસો સાચવવામાં પ્રજાની પ્રકૃતિ તેમજ વાણિજ્ય આદિ વ્યવસાય અને કુદરતી બળે પણ મદદ કરે છે. - ગુજરાતમાં અશોકના શાસનથી બૌદ્ધ ધર્મને પ્રભાવ વધતો ચાલે તેમ એના પૌત્ર સંપ્રતિના શાસનથી જૈન ધર્મને પ્રભાવ થતો દેખાય છે. એને સૈરાષ્ટ્રને ફરીથી સર કરવો પડ્યો એ નિશીથચૂર્ણિમાં આપેલી જૈન અનુશ્રુતિથી (તેના સુવિયો વધા મિત્ર વિચા) જણાય છે. સંપ્રતિ ઉજયિનીમાં યુવરાજ હતો ત્યારે આ પ્રદેશ ઉપર પોતાની સ્વતંત્ર સત્તા ફરી સ્થાપિત કરી હશે એ ઇતિહાસવિદ મુનિ શ્રી કલ્યાણવિજયજીને મત છે.*
બૃહકલ્પસૂત્ર ઉપરના શ્રીસંઘદાસગણિ ક્ષમાશ્રમણકૃત ભાષ્યમાં બે સ્થળે નિર્દેશ છે (ગાથા ૨૯૨-૨૯૮: પૃ. ૮૭: અને ગાથા ૩ર૭૫-૩૨૮૯: પૃ. ૯૧૭કર૧) તેમાં સંપ્રતિએ જૈન ધર્મને પ્રચાર કેવી રીતે કર્યો એનું વર્ણન છે (ગા. ૩૨૮૩, ૩૨૮૯, પૃ. ૯૨૮-૨૫). આ અનુકૃતિઓને વણને આચાર્ય હેમચંદ્ર પરિશિષ્ટ પર્વ(સર્ગ ૧૧)માં સંપ્રતિની કથા આપી છે તેમાં વિશેષમાં એમ કહ્યું છે કે સંપ્રતિએ ત્રિખંડ ભરતક્ષેત્રને જિનાયતનોથી (જિનમંદિરેથી) વૈતાઢય પર્વત સુધી મંડિત કર્યું (લે. ૬૫). સંપ્રતિએ શત્રુંજય પર તથા ભરુકચ્છમાં જૈન મંદિર બંધાવ્યાં એવું “વિવિધતીર્થકલ્પ” તથા “પ્રભાવચરિત” જણાવે છે.પ૦ ગિરનાર ઉપરનાં મંદિરો પણ સંપ્રતિએ પહેલાં બંધાવ્યાં એવી જેમાં કિંવદંતી છે.
૩. અનુમૌર્યકાલીન ગિરિનગર મોર્યો પછી પાટલિપુત્રમાં શુંગોનું આધિપત્ય જેવામાં આવે છે. આનર્ત કે સૌરાષ્ટ્ર ઉપર શુંગેનું આધિપત્ય હશે કે નહિ એના સીધા પુરાવા નથી, પરંતુ કાઉસેસ એમ માને છે કે સૌરાષ્ટ્ર ઉપર પણ એમનું આધિપત્ય હશે. ૫૧
પરંતુ એ પછી યવનોનું (બૅફટ્રિયાના ગ્રીકનું) આધિપત્ય સ્રરાષ્ટ્ર ઉપર ચેમ્બુ દેખાય છે.પર "
અહીં એટલું જ નોંધવું પ્રાપ્ત થાય છે કે જે બેકટ્રો-ગ્રીક સિક્કાઓ યવનનું સૈરાષ્ટ્ર આદિ પ્રદેશમાં આધિપત્ય હોવાનું સૂચવે છે તે ઠીક ઠીક સંખ્યામાં જૂનાગઢના અર્થાત પ્રાચીન ગિરિનગરના સાંનિધ્યમાં મળ્યા છે. આવા સિક્કાઓને એક મેટા રાશિ–અપલદતના ત્રાંબાના સિક્કાઓને–ઈસ. ૧૮૮૨માં એક ખેડૂતને માટીના ઘડામાંથી મળે હતો.૫૩