________________
૨ જુ].
ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધન
[૩૩
શ્રી દ. બા. ડિસાળકરે New Indian Antiguary ના ગ્રંથ ૧-૩ માં “Inscriptions of Kathiawad” કાલક્રમ અનુસાર ગોઠવીને પ્રસિદ્ધ કર્યા છે. | ગુજરાતના ઘણા પ્રતિમાલેખ બુદ્ધિસાગરસૂરિકૃત “જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ”, મુનિ જિનવિજયજીનો “પ્રાચીન જૈનલેખસંગ્રહ” ભાગ-૨, શ્રી પૂરણચંદ નાહરકૃત “જૈનસંઘ ” વં ૨, વિજયધર્મસૂરિકૃતિ પ્રાચીનલેખસંગ્રહ ભાગ-૧, જયંતવિજયજીને “અબુપ્રાચીન જૈનલેખસંદેહ” તથા “અબુદાચલ પ્રદક્ષિણાજેનલેખસંદેહ” આણંદજી કલ્યાણજીની પેઢીએ પ્રસિદ્ધ કરેલ “જૈનતીર્થ સંગ્રહ” ભાગ-૧, મુનિ વિશાલવિજયજીકૃત “રાધનપુરપ્રતિમાલેખસંદેહ” ઇત્યાદિ અભિલેખસંગ્રહોમાં પ્રકાશિત થયા છે.
૪૦. પુતસંૌર્તન ઈ.સ. ૧૨૨૨-૩૧ દરમ્યાન અને સુન્નતીર્નિવોન્ટિની પણ લગભગ એ અરસામાં રચાયેલ છે. આમાં આ વંશની સળંગ રૂપરેખા આલેખી છે. વનરાજ વગેરે રાજાઓના વિગતવાર વૃત્તાંત તથા તેઓના રાજ્યકાલની વિગતો મેરૂતુંગના પ્રજિત્તામળિમાં આપેલ છે. એ પ્રબંધગ્રંથ વિ. સ. ૧૩૬૧ (ઈ. સ. ૧૩૦૪-૫)માં અર્થાત સમસ્ત સેલંકી કાલના અંત પછી લખાયેલા છે.
એમાં તથા પછીના અન્ય ગ્રંથોમાં આપેલ અનુકૃતિક મિતિઓ પ્રમાણે વનરાજને જન્મ વિ. સં. ૭૫૨ (ઈ.સ. ૧૯૫-૯૬) માં અને રાજ્યાભિષેક વિ. સં. ૮૦૨ (ઈ. સ. ૭૪૫-૪૬)માં થયે ગણાય છે. ઉપર જણાવેલા ગ્રંથે વનરાજના આ સમય કરતાં પાંચછે સૈકા પછીના ગણાય.
અણહિલવાડના ચાવડા વંશ વિશેને પહેલવહેલો જ્ઞાત ઉલેખ કવિ શ્રીપાલે રચેલ વડનગર-પ્રશસ્તિ(ઈ.સ. ૧૧૫ર)માં અને એમાંય વનરાજ વિશેને વ્યક્તિગત ઉલ્લેખ
નેમિનાથરવ”ની પ્રશસ્તિ( ઈ.સ. ૧૧૬૦)માં મળે છે. આ ઉલ્લેખ પણ વનરાજના એ સમય કરતાં લગભગ ચાર સદી પછીના ગણાય.
૪૧. દુ. કે. શાસ્ત્રી, “ગુજરાતના મધ્યકાલીન હિન્દુ રાજપૂત-યુગના ઇતિહાસનાં પ્રબંધાત્મક સાધનો", પૃ. ૧૩
૪૨. એજન. પૃ. ૧૧. ભો. જ. સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળો', પ્ર. ૬ અને ૮
૪૩. શ્રી દુ. કે. શાસ્ત્રી એમાં “ઐતિહાસિક હકીકત અત્યક્ષ છે અને તે પણ બીજા પુરાવાઓની કસોટીથી જોતાં યથાસ્થિત નથી” એવું નેધે છે (એજન. પૃ. ૧૯), જ્યારે મુનિશ્રી જિનવિજયજી “એનું ઐતિહાસિક મૂલ્ય વધારે ઊંચા પ્રકારનું છે” એવો મત વ્યક્ત કરે છે (મુનિશ્રી જિનવિજયજી, “પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધનસામગ્રી, પૃ. ૨૨).
૪૪. મુનિશ્રી જિનવિજયજીએ એને પુરાતનકવાસંગ્રહના પ્રકાશનમાં સમાવેશ કર્યો છે.
૪૫. ભો. જ. સાંડેસરા, એજન, પૃ. ૧૯૯ ઈ-૨-૩