________________
* શું] આકૃતિક વૃત્તાંત
[૪૯૧ લિપ્તસૂરિની પ્રતિમાઓ સ્થાપિત કરી. આચાર્યશ્રીએ આ મહાવીર પ્રતિમા આગળ “ નુર ” પદથી શરૂ થતું સ્તોત્ર રચી સ્તુતિ કરી, જેમાં એમણે સુવર્ણ સિદ્ધિને આમ્નાય ગોપવ્યો છે, જે આજે પણ સમજાતો નથી.૨૧
૧૦ નાગાર્જુનસૂર વલભીપુરમાં નાગાર્જુનસૂરિએ કરેલી આગમવાચના વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે?
ઉપા. વિનયવિજયજી જેવા કેટલાક વિદ્વાનો એવી માન્યતા રજૂ કરે છે કે સ્થવિર દેવર્ધિગણિએ વલભીપુરમાં સિદ્ધાંતો પુસ્તકમાં લખાવ્યા તે ઘટનાનું નામ “વાલભી વાચના' કહે છે અને એ કારણે કંદિલાચાર્ય અને દેવર્ધિગણિ (જેમના સમયમાં ૧૫૦ કરતાં વધુ વર્ષોનો ગાળો છે, તેમને સમકાલીન માની લીધા છે. એઓ “લે પ્રકાશમાં આ પ્રકારે જણાવે છે :
वलभ्यां मथुरायां च सूत्रार्थ घटनाकृते । वलभ्यां संगते संघे देवर्धिरग्रणीरभूत् ।
मथुराया संगते च स्कन्दिलार्योऽग्रणीरभूत् ॥ - વલભી અને મથુરામાં સૂત્ર અને અર્થનું સંઘન-આગમ વાચનનું સંમેલન થયું. વલભીમાં જે શ્રમણ સંઘ એકત્રિત થયો તેમાં દેવર્ધિગણિ પ્રમુખ હતા૨૭ અને મથુરામાં શ્રમણ સંઘ એકઠો થયે તેમાં કંદિલ આર્ય પ્રમુખ હતા.
ઉપા. વિનયવિજયજીની આ માન્યતા તદ્દન નિરાધાર છે, કેમકે “કહાવલીમાં ભદ્રેશ્વરસૂરિ આ વિષયનો હોટ આ રીતે કરે છે :
મથુરામાં સ્કંદિલ નાખે શ્રુતસમૃદ્ધ આચાર્ય હતા અને વલભીપુરમાં નાગાર્જુનસૂરિ હતા. એ સમયમાં દુષ્કાળ પડતાં એમણે પોતાના સાધુઓને ભિન્ન ભિન્ન દિશામાં મોકલી દીધા. ગમે તે રીતે દુષ્કાળનો સમય વ્યતીત કરીને સુભિક્ષના સમયમાં ફરી તેઓ એકઠા થયા અને અભ્યત શાસ્ત્રોનું પરાવર્તન કરવા લાગ્યા ત્યારે એમને માલુમ પડ્યું કે પ્રાય: એ ભણેલાં શાસ્ત્રો પોતે ભૂલી ચૂક્યા છે. આ દશા જોઈને આચાર્યોએ મૃતનો વિરછેદ થતો રોકવા માટે સિદ્ધાંતોનો ઉદ્ધાર કરવો શરૂ કર્યો. જે જે આગમપાઠ યાદ હતો તે એ જ રીતે સ્થાપિત કર્યો અને જે ભુલાઈ ગયે હતો તેને લગતાં સ્થળ પૂર્વાપર સંબંધ જઈને વ્યવસ્થિત કરવામાં આવ્યાં. ૨૮