________________
૪ થું] આનુકૃતિક વૃત્તાંત
[૪૮૫ ગયો. રાજાએ જાણ્યું કે આ કેઈ વિદ્યાસિદ્ધ પુરુષ લાગે છે, તેથી એ રાજા આચાર્ય પાસે આવી માફી માગી કરગરવા લાગ્યો.
આચાર્ય ઊઠયા. એમણે યક્ષ અને બીજી મૂર્તિઓને પિતાની પાછળ આવવા આજ્ઞા કરી એટલે એ બધી ચાલવા લાગી. પાષાણુની બે મોટી કુંડીઓ પણ એ રીતે પાછળ ચલાવી. ગામના સીમાડે આવીને યક્ષ અને બીજા વ્યંતર દેવને મુક્ત કર્યા એટલે એ મૂર્તિઓ પોતાને સ્થાને ચાલી ગઈ, પરંતુ બે કુંડીઓને ત્યાં જ રહેવા દીધી.
આ તરફ ભરૂચથી સમાચાર આવ્યા કે એમનો ભાણેજ શિષ્ય ભુવન મુનિ વિદ્યા પ્રભાવથી શ્રાવકને ઘેરથી સ્વાદિષ્ઠ આહાર પાત્રોમાં ભરાવી, આકાશમાર્ગે ઉડાડી મગાવી જમે છે, અને એ બૌદ્ધ લેકે સાથે ભળી ગયું છે. આ સાંભળી આચાર્ય તાબડતોબ ભરૂચ આવ્યા. આચાર્યું પેલાં ઊડતાં પાત્રોની આગળ શિલા. ગોઠવી એટલે બધાં પાત્ર, એની સાથે અથડાઈને ભૂકે થઈ ગયાં, તેથી આચાર્ય આવ્યાનું જાણી શિષ્ય કરીને ત્યાંથી નાસી ગયે.
પછી તે આચાર્ય બૌદ્ધો પાસે ગયા. બૌદ્ધોએ એમને કહ્યું કે “ભગવાન બુદ્ધને ચરણે પડો.” ત્યારે આચાર્યો બુદ્ધમૂર્તિને ઉદ્દેશી કહ્યું : “આવ, વત્સ ! શુદ્ધોંદનસુત ! મને વંદન કર.” એટલે બુદ્ધિમૂર્તિએ આચાર્યના પગમાં પડી નમસ્કાર કર્યા. ત્યાં દ્વાર આગળ એક સ્તૂપ હતો તેને પણ પગે પડવા આજ્ઞા કરી, ત્યારે એ નમી પડ્યો. પછી બુદ્ધની મૂર્તિને ઊઠવા આજ્ઞા કરી ત્યારે એ અધો નમેલી અવસ્થામાં રહી એટલે એ “નિગ્રંથનમિત” એવા નામથી ઓળખાવા લાગી.
એ જ રીતે પાટલિપુત્રના રાજા દાહડને એનાં સ્વેચ્છાચારી શાસનોના કારણે દંડ દેવા એમના શિષ્ય મહેદ્રસૂરિને કણેરની બે મંતરેલી સેટી આપીને ત્યાં મોકલ્યા હતા. એમણે ત્યાંના રાજા અને બીજા ૫૦૦ બ્રાહ્મણોનો ગર્વ ઉતારી દીધે હતો. ૧૩
આ ખપુટાચાર્યના સત્તાસમય વિશે આ પ્રકારે ઉલ્લેખ મળે છે :
ભ. મહાવીરના નિર્વાણ પછી (૪૮૪ અર્થાત ઈ પૂ. ૬ ૩ વર્ષ) આર્ય ખપુરાચાર્ય નામે ગુરુ થયા. ૧૪
૫. કલ્યાણવિજયજીના મંતવ્ય મુજબ આ એમને સ્વર્ગવાસનું વર્ષ હોવું જોઈએ. ૧૫